જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 5 ઓક્ટોબર : માતાજીની કૃપાથી આ 2 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકોના પરિવારમાં આજના દિવસે વાદ-વિવાદ થઇ શકે છે. આજના દિવસે ફક્ત તમારા કામ પર જ ફોક્સ કરો.
વિધાર્થી વર્ગને આજના દિવસે કોઈ અડચણનો સામનો કરવો પડે છે. સામાજિક કાર્યમાં ખ્યાતિ મળશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો માટે આજના દિવસે કાર્યક્ષેત્રમાં કોઈ નવું કામ સોંપવામાં આવી શકે છે. આ સાથે જ નોકરી કરનારા લોકોને નવું કામ આપવામાં આવી શકે છે. આજના દિવસે પરિવારના જરૂરી કામ કરવાનો મોકો મળશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમફળ દાયી રહેશે. આજના દિવસે વેપારમાં નવા સોદાથી લાભ પ્રાપ્ત થઇ શકે છે. બેરોજગાર યુવાનોને નવી તક આજના દિવસે પ્રાપ્ત થશે. ઓફિસમાં કોઈ નવું કામ શીખી શકો છો. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ તણાવપુર્ણ રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકોને આજના દિવસે નવા અવસર પ્રાપ્ત થશે જેનાથી તમારો પ્રભાવ વધશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. આજના દિવસે કોઈ રોકાયેલા કામ પુરા થશે. આજનો દિવસ પ્રેમી પંખીડાંમાં ઝઘડો થઇ શકે છે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આ રાશિના જાતકોને રોજગાર ક્ષેત્રમાં ફાયદો થશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. આ રાશિના જાતકો જે ધંધો કરે છે તેને પણ સફળતા મળશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં આજે કોઈ બાબતને લઈને ઝઘડો થઇ શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકોનો આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. આ રાશિના જાતકોના પરિવારમાં આજના દિવસે સુખ-સમૃદ્ધિ આવશે. જાણકારની સલાહ લઈને રોકાણ કરશો. ધંધાદારી માટે આજનો દિવસ સારો રહેશે. પ્રેમી પંખીડા આજે તેના સંબંધની વાત કરી શકે છે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકોએ આજનો દિવસ સારો રહેશે. આ રાશિના જાતકોના ધંધામાં સફળતા મળશે. આજના દિવસે કોઈ ખાસ પ્રોજેક્ટને મંજૂરી મળી શકે છે. સંતાન આજના દિવસે કોઈ સ્પર્ધામાં જીતવાથી મન પ્રસન્ન રહેશે. પ્રિય વ્યકિત સાથે આજના દિવસે મુલાકાત થશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ રોમેન્ટિક રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે મિત્રની મદદથી કંઈક નવું કરવાની તક મળશે. વિધાર્થી વર્ગ આજના દિવસે ભણતરમાં મહેનત કરશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે ઉતાર-ચડાવ આવશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો આજના દિવસે કોઈ બાબતે ઉતાવળ ના કરે. આજના દિવસે ઉતાવળ કરવાથી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આજના દિવસે તમને કોઈ સરકારી લાભ મળી શકે છે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ તણાવ ભર્યો રહેશે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકનો આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે વેપાર ધંધાથી જોડાયેલા લોકોને લાભ મળશે. ક્યાંય પણ વિચાર્યા વગરનું રોકાણ ના કરો. નહીં તો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં કોઈ વાતને લઈને ઝઘડો થઇ શકે છે તેથી સાવચેત રહો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમે તમારા ગૃહસ્થ જીવનને સુખી બનાવવાનો પ્રયત્ન કરશો. પ્રેમ જીવન જીવતા લોકો તેમની માતાને તેમના તેમના પ્રેમ વિશે કહી શકે છે. પરિવારમાં ખુશીઓ રહેશે. કામકાજના સંબંધમાં દિવસ સારો છે. તમારું સ્વાસ્થ્ય સુધરશે
12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. મિત્રો સાથે વાતચીત કરશે. વિવાહિત લોકોનું પારિવારિક જીવન સુખી રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દીવસ થોડો પડકારજનક છે. કામકાજને લઈને દિવસ સારો રહેશે. તમારી સખત મહેનત રંગ લાવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.