જાણવા જેવું

ભારતમાં વેચાતી 5 સૌથી મોંઘી બાઈકની કિંમતો જાણીને ચક્કર આવી જશે, વાંચો કઈ કઈ છે આ 5 બાઈક

રોડ ઉપર જતી કોઈપણ મોંઘી અને આકર્ષક બાઇકને જોઈને આપણને તેને બે ઘડી જોઈ રહેવાનું મન તો ચોક્કસ થાય છે. જો આપણી આસપાસ આ બાઈક ઉભી હોય તો આપણે તેનો સ્પર્શ કર્યા વગર કે તેની સાથે સેલ્ફી લીધા વગર નથી રહી શકતા. મોટાભાગે ફિલ્મોમાં આપણે ઊંચી બ્રાન્ડની બાઈક જોતા હોય છે અને મનમાં એ બાઈક જીવનમાં એકવાર તો ચલાવવાનું સપનું જાગે જ છે.

Image Source

આવી જ કેટલીક બાઈક ભારતીય બજારોમાં પણ વેચાય છે. પરંતુ તેની ખરીદવું સામાન્ય માણસના હાથમાં નથી હોતું. છતાં પણ આપણી ઈચ્છા એ બાઈક વિષે જાણવાની હોય છે. તો ચાલો ભારતના બજારમાં વેચાતી 5 સૌથી મોંઘી બાઈકની વાત કરીએ.

Image Source
 1. BMW એચપી 4 રેસ:
  બીએમડબ્લ્યુ કંપનીની લિસ્ટમાં આ બાઈક સૌથી પહેલા નંબર ઉપર છે. જેની કિંમત જ 85 લાખ રૂપિયા છે. આ બાઈક ભારતમાં વેચાવવા વળી સૌથી મોંઘી બાઈક છે. આ બાઈકનું વજન 208 કિલોગ્રામ છે. બાઇકમાં લાગેલું એન્જીન 250 હોર્સપાવર જનરેટ કરે છે. આ બાઇકને કાર્બન ફાઇબરના ઉપયોગથી બનાવવામાં આવી છે. જે મોટાભાગે રેસિંગ ટ્રેક ઉપર જ ઉપયોગમાં લેવામાં આવે છે.

  Image Source
 2. કાવાસાકી નીન્જા એચ 2 આર:
  કાવાસાકી નીન્જા વિષે ઘણા લોકો જાણે છે. જે ધૂમ-1 ફિલ્મમાં જોવા મળી હતી. આ ભારતની બીજા નંબરની સૌથી મોંઘી બાઈક છે જેની કિંમત 75.80 લાખ રૂપિયા છે. આ બાઇકમાં 998 સીસીનું એન્જીન રાખવામાં આવ્યું છે જે 326 હોર્સપાવરની તાકાત અને 165નમઃ Nmનો ટૉર્ક જનરેટ કરે છે.

  Image Source
 3. ડુકાટી પૈનિગલે વી4 25 અનિવર્સરીઓ 916:
  ડુકાટીની આ બાઈક દુકાટી પૈનિગલે વી4નું લિમિટેડ એડિશન છે. જેને કંપનીએ પોતાના 25 વર્ષ પુરા  થવા ઉપર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ બાઈકની કિંમત 54.90 લાખ રૂપિયા છે. કંપની દ્વારા આ બાઇકના માત્ર 500 મોડલ જ ભારતમાં વેચવામાં આવશે એવો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો.

  Image Source
 4. ડુકાટી પૈનિગલે વી4 આર:
  ડુકાટીની જ આ બાઈક 998 સીસીનું એન્જીન ધરાવે છે જે 15,250 આરપીએમ પર 221 હોર્સપાવરની તાકાત પ્રદાન કરે છે. અને 11,500 આરપીએમ ઉપર 112Nmનો ટૉર્ક પ્રદાન કરે છે. આ બાઈકની કિંમત 51.87 લાખ રૂપિયા છે.

  Image Source
 5. હાર્લે ડેવિસન સીવીઓ:
  હાર્લે ડેવિસન પણ ભારતીય બજારમાં સારું નામ ધરાવે છે. તેની આ બાઈક કંપનીની સૌથી મોંઘી બાઈક છે. સીવીઓનો અર્થ કસ્ટમ વિહિકલ ઓપરેશન થાય છે. કંપનીએ આ બાઇકમાં પોતાનું 1923 સીસીનું સૌથી શક્તિશાળી એન્જીન આપ્યું છે. આ બાઈકની કિંમત 50.53 લાખ રૂપિયા છે.

  Image Source

આ 5 ભારતીય બજારના સૌથી મોંઘા બાઈક છે. જેની કિંમત જ હોશ ઉડાવી તેવી છે અને હજુ તો આ માત્ર એક્સ શોરૂમ કિંમત જ છે.