શ્રાવણ સુદ પાંચમ એટલે નાગ પાંચમ. આ દિવસે નાગની ઉપાસનાનો કરવામાં આવે છે. નાગ પાંચમના દિવસે ભગવાન શિવના આભૂષણ નાગદાદાની પૂજા કરવામાં આવે છે. જો કુંડળીમાં રાહુ કેતુની સ્થિતિ યોગ્ય ન હોય તો પણ આ દિવસે વિશેષ ઉપાસનાથી વ્યક્તિને લાભ મળી શકે છે. આજે નાગપંચમીનો તહેવાર છે.

ચાલો જાણીએ આ દિવસે કઇ ક્રિયાઓ ના કરવી જોઈએ.
1.આ દિવસે જમીન ખોદવી અથવા ખેતર ખેડવું અશુભ માનવામાં આવે છે. તેથી આ કાર્ય કરવાનું ટાળવું જોઈએ. આ સિવાય સાગ પણ ના તોડવું જોઈએ.
2.યાદ રાખો કે હિન્દુ ધર્મમાં નાગદેવતાને દૂધથી અભિષેક કરવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. તેથી નાગ પંચમી પર તમે દૂધથી અભિષેક કરી શકો છો. પરંતુ દૂધ પીવડાવી નથી શકતા. આ પાછળ ઘણા વૈજ્ઞાનિક તર્ક પણ બતાવવામાં આવ્યા છે.

3. ચૂલા ઉપર રસોઇ કરવા માટે તાવા અને લોખંડનો ઉપયોગ ન કરવો જોઇએ. આ કરવાથી સર્પ દેવને કષ્ટ આવી શકે છે.
4. નાગ પંચમીના દિવસે તીક્ષ્ણ અનેધારદાર વસ્તુનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. મુખ્યત્વે સોઈ-દોરાનો ઉપયોગ ના કરવો જોઈએ. આ અશુભ માનવામાં આવે છે.

5. જે લોકોની કુંડળીમાં રાહુ-કેતુ ભારે હોય છે, તેઓએ આ દિવસે ખાસ કરીને નાગ દેવતાની પૂજા કરવી જોઈએ. આ કરવાથી કુંડળીમાં આવતી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
6. નાગ પંચમીના દિવસે કોઈ પણ વ્યક્તિ માટે તમારા મોંમાંથી ઝેર ન લાવો . એટલે કે કોઈની સાથે ઝગડો કે અપશબ્દો બોલવાથી બચો.

7. નાગ પંચમીના દિવસે માંસ અથવા આલ્કોહોલનું સેવન પણ સખત ટાળવું જોઈએ. ભગવાન શિવના મંત્રોનો જાપ કરવાથી લાભ થઈ શકે છે.

8. નાગ પંચમી પર આ વાતનું ખાસ ધ્યાનમાં રાખો કે તમારે શિવલિંગ અથવા નાગ દેવને પિત્તળના વાસણથી જ દૂધ ચડાવવું જોઈએ. જ્યારે જળ ચડાવવા માટે તાંબાનો ઉપયોગ કરવો જોઈએ.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.