હેલ્થ

આ 5 ટેસ્ટ જે દરેક ભારતીય મહિલાઓએ જરૂર કરાવવો જોઈએ

જયારે વાત સ્વાસ્થ્યની આવે ત્યારે ઘણી વાર આપણે સાંભળીએ છીએ કે, ભારતમાં મહિલાઓ તેના સ્વાસ્થ્યનું બિલકુલ ધ્યાન નથી રાખતી. આખા પરિવારના ખાવા-પીવાની ધ્યાન રાખતી મહિલા તેના સ્વાસ્થ્યનું ધ્યાન જ નથી રાખી શકતી. જ્યાં સુધી મહિલાઓ ડોક્ટર પાસે નથી જતી ત્યાં સુધી તેને બીમારી વિષે જાણ નથી થતી. જ્યાં સુધી મહિલાને તાવ ના આવે ત્યાં સુધી અને ચક્કર ના આવે ત્યાં સુધી તે ડોક્ટર પાસે જવાનું નામ નથી લેતી. મહિલાઓ પાસે તેના સ્વાસ્થ્યની જાણકારી નથી હોતી પરંતુ મહિલાઓ પાસે જાણકારી હોવી અત્યંત જરૂરી છે.

આજે અમે તમને જણાવીશું કે ભારતીય મહિલાઓએ આ 5 ટેસ્ટ કરાવવા અત્યંત જરૂરી છે.

1.બ્રેસ્ટ કેન્સર ટેસ્ટ

20 વર્ષની ઉંમર બાદ આ ટેસ્ટ કરાવવો જરૂરી છે. આ ટેસ્ટ 20થી 40 વર્ષ સુધી કરાવવો જોઈએ. આ એક શારીરિક પરીક્ષા છે, એટલે કે, ડોકટર બ્રેસ્ટ પર અડે છે ત્યાં જ તેને ખબર પડી જાય છે કેમ બ્રેસ્ટમાં ગાંઠ છે કે નહી. આ ગાંઠા બ્રેસ્ટ કેન્સરનો સંકેત આપે છે. તેથી આ ટેસ્ટ મહિલાઓએ કરાવવો જરૂરી છે.

2.એનિમિયા ટેસ્ટ
અનિમય શું છે ? એનિમિયા તમારા લોહીમાં રક્ત કણોની કમી હોય છે. રક્તકણ જ શરીરના બધા હિસ્સામાં ઓક્સિજન પહોંચાડે છે. મહિલાઓમાં એનીમીયાનો ખતરો સૌથી વધુ હોય છે. મહિલાઓઆ આયર્નની કમી હોય છે. તેના પાછળનું કારણ છે પિરિયડ દરમિયાન થનારો રક્ત સ્ત્રાવ.

Image Source

નેશનલ ફેમિલી હેલ્થ સર્વ મુજબ, છેલ્લા 50 વર્ષમાં સરકાર અલગ-અલગ પ્રોગ્રામ બનાવી રહી છે. એનિમિયાની કમીને દૂર કરવા માટે 2016માં એક સંશોધનમાં સામે આવ્યું હતું કે, ભારતમાં 50.4 ટકા મહિલાઓ એનીમીયાનો શિકાર બનેલી છે. આ માટે બધી જ મહિલાએ એનિમિયાનો ટેસ્ટ કરાવવો જોઈએ. આ ટેસ્ટ માટેની કિંમત લગભગ પાંચથી સાડા પાંચ હજાર છે.

3.વિટામિન ડી ટેસ્ટ
જો તમારા શરીરમાં વિટામિન ડીની ખામી હોય તો તમારા હાડકા મજબૂત થઇ જાય છે. આ સાથે જ તમને PCOSનો ખતરો રહે છે. વિટામિન ડીની કમીના કારણે તમારા અંડાશયમાં ગાંઠા થઇ જાય છે. આ ગાંઠા ફક્ત પિરિયડના સમયમાં નથી હોતા પરંતુ બીજી પણ શારીરિક તકલીફ હોય છે.

Image Source

વિટામિન ડીની કમીના કારણે પેટમાં દર્દ રહેવું, સ્કિન પર ફોલ્લી થવી, માતા બનવામાં તકલીફ થવી, વજન ઓછું થવું. વિટામિન ડીની કમીના કારણે હાડકા પણ આસાનીથી તૂટી જાય છે. માંસપેસીઓ પણ કમજોર થઇ જાય છે. દિવસભર થાક રહે છે. શરીરમાં વિટામિન ડીની કમીનું કારણ એક ખરાબ ડાયટ પણ છે. વિટામિન ડીની તપાસ માટે 25-હાઇડ્રોક્સી વિટામિન ડી બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ. જેની કિંમત 1250 રૂપિયા છે.

4.કેલ્શિયમની કમી
સમયની સાથે મહિલાઓના હાડકા પણ કમજોર થતા જાય છે. ઓસ્ટોપોરોસીસની પણ તકલીફ રહે છે એટલે કે, હાડકામાં તકલીફ. કેલ્શિયમની કમીના કારણે હાડકા વજન નથી ઝીલી શકતા જેને કારણે દુખાવો થાય છે. આ બધી તકલીફથી દૂર રહેવા માટે પર્યાપ્ત કેલ્શિયમ હોવું ખાસ જરૂરી છે.

Image Source

મહિલાઓને હાડકા ના તૂટે ત્યાં સુધી ખબર નથી પડતી કે તેનામાં કેલ્શિયમની ખામી છે. વર્ષમાં એક વાર બ્લડ ટેસ્ટતો જરૂર કરાવવો જોઈએ. આ ટેસ્ટથી લોહીમાં કેલ્શિયમનું લેવલ ખબર પડે છે. જો તમારા લોહીમાં કેલ્શિયમ 8.8 mg/dLથી ઓછું છે. મતલબ કે મામમો ઠીક નથી. આ ટેસ્ટ 150થી 200 રૂપિયા સુધીમાં થઇ શકે છે.

5.પૈપ સ્મીમર ટેસ્ટ
આ ટેસ્ટને પૈપ ટેસ્ટ પણ કહેવામાં આવે છે. આમાં તમારા સર્વિક્સના સેલ્સ ભેગા કરવામાં આવે છે. હવે આ સર્વિક્સ શું છે? સર્વિક્સ ગર્ભાશયનો નીચલો અને પાતળો હિસ્સો. આ તમારી વજાઈનાથી ઉપર હોય છે. પૈપ તટેસ્ટમાં એકે લક્ડીનુમાના ચમચીથી સેલ્સને એકઠા કરવામાં આવે છે. પૈપ સ્મીયરથી સર્વાઈકલ કેન્સર વિષે જાણી શકાય છે. સર્વિક્સની એટલા માટે તપાસ કરવામાં આવે છે કે તેનામાં કોઈ કેન્સરના કણ તો નથી ને. કેન્સરના કણ એટલે કે જેના કારણે કેન્સર થાય છે અથવા તે ભવિષ્યમાં પણ કેન્સર થઇ શકે છે. ડોકટરના જણાવાયા અનુસાર, આ ટેસ્ટ 21થી 65 વર્ષની મહિલાઓએ કરાવવો જોઈએ.

Image Source

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, 40 વર્ષથી મોટી મહિલાઓએ આ ટેસ્ટ રૂટિન ચેકઅપની જેમ કરાવવો જોઈએ. જે યુવતીઓ 21 વર્ષથી મોટી છે એન સેક્સ્યુઅલી એક્ટિવ છે તેને પૈપ સ્મીયર ટેસ્ટ કરાવવો જોઈએ. આ ટેસ્ટની કિંમત શહેર અને હોસ્પિટલ પર નિર્ભર રહે છે. આ ટેસ્ટ સરકારી હોસ્પિટલમાં ફ્રીમાં કરવામાં આવે છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં આ ટેસ્ટની કિંમત 300થી 700 આસપાસ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.