જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 5 માર્ચ : શુક્રવારના દિવસે આ 3 રાશિના જીવનમાં પ્રેમ સંબંધી આવશે મોટા બદલાવ, જાણો તમારી રાશિ

1. મેષ – અ, લ ,ઈ (Aries):મેષ રાશિના જાતકોએ આજે થોડા સાવચેત રહેવાની જરૂર છે. આજે તમારી નજીક રહેલો વ્યક્તિ જ તમારું દુશ્મન બની શકે છે. આજે કોઈ તમને છેતરી પણ શકે છે. માટે આજે ખુબ જ સાવધાની રાખવી. નોકરીમાં પણ તમારા સહકર્મી તમારા સારાપણાનો ફાયદો ઉઠાવી શકે છે. પરણિત લોકો પોતાના પાર્ટનરને પોતાના દિલમાં રહેલી વાત કરી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે હળવાશના મૂળમાં જોવા મળશે.2.વૃષભ – બ, વ, ઉ (Taurus):વૃષભ રાશિના જાતકોને આજે સાસરી તરફથી કોઈ માઠા સમાચાર મળી શકે છે. સાસરી પક્ષના કોઈ કામકાજને લઈને આજે દોડવું પણ પડી શકે છે. આજે તમારા પાર્ટનરની ખાસ કાળજી રાખવી. આજે સંતાનો પણ તમને તકલીફ આપી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ વાતને લઈને થોડા મૂંઝવણમમાં નજર આવશે.3. મિથુન – ક, છ, ઘ (Gemini):મિથુન રાશિના જાતકોને આજે પોતાના કામ ઉપર વધારે ધ્યાન રાખવું પડશે. આજે તમારી મહેનત જ તમને સાચા પરિણામ તરફ લઇ જશે. દિવસ દરમિયાન કાર્યક્ષેત્ર ઉપર કરેલી મહેનત સાંજે જ તમારા બોસને નજર આવશે. પરણિત લોકો આજે ઘરમાં કોઈ નવી વસ્તુ વસાવવા વિશે ચર્ચા કરી શકશે. પ્રેમી પંખીડાઓ એકબીજાને દિલની વાત સારી રીતે કરી શકશે.
4. કર્ક – ડ, હ (Cancer): કર્ક રાશિના જાતકોને આજના દિવસે કોઈ યાત્રા ઉપર જવાનો યોગ બની રહ્યો છે. ઓફિસના કામ માટે કે ધંધાના કોઈ કામ માટે તમારે અચાનક બહાર જવાનું આયોજન કરવું પડી શકે છે. જેના કારણે પરિવારના કેટલાક કામો પણ અધૂરા રહેશે. આ યાત્રાના કારણે જીવનસાથી પણ નિરાશ થશે, છતાં તમે તેમને યોગ્ય રીતે સમજાવી શકો છો. આજે અચાનક આવકનો યોગ બની રહે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.5. સિંહ – મ, ટ (Leo):સિંહ રાશિના જાતકોએ આજના દિવસે પોતાની માતા માટે કઈ સારું કરી શકે છે. તેમને કોઈ ભેટ પણ આપી શકે છે. આજે કોઈ જુના મિત્રને મળવાના યોગ બની રહ્યો છે. કામની બાબતમાં આજે થોડી માનસિક શાંતિ અનુભવશો. જીવનસાથી તરફથી આજે તમને કોઈ સારા સમાચાર મળશે. પ્રેમી પંખીડાઓ આજે રોમેન્ટિક વૉક ઉપર જઈ શકે છે.6. કન્યા – પ, ઠ, ણ (Virgo):કન્યા રાશિના જાતકોએ આજના દિવસે પોતાની નકારાત્મકતાને દૂર કરી અને સકારાત્મકતા તરફ આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેના કારણે તમે તમારી પ્રગતિના પંથે આગળ વધી શકશો. આજે તમારી મહેનતથી તમે લોકોના દિલ પણ જીતી શકો છો. પારિવારિક જીવનમાં આજે ક્લેશ જોવા મળી શકે છે. મિત્રો પાસેથી આજે તમને આર્થિક મદદ મળશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ બની રહેશે.7. તુલા – ર, ત (Libra):તુલા રાશિના જાતકોએ આજે તમારા કામ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, નહિ તો આજે તમારા બોસ દ્વારા તમને સાંભળવું પડી શકે છે. આજે આવકનો કોઈ નવો રસ્તો મળશે. જેના કારણે મનમાં ખુશી પણ રહેશે. પરણિત લોકોના જીવનમાં આજે કોઈ મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઇ શકે છે. પ્રેમી પંખીડાઓ આજે ઘરમાં પોતાના સંબંધને આલગ વધારવા માટે વાત કરી શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકો આજના દિવસે શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ યોગ્ય વ્યક્તિની સલાહ લેવી ખુબ જ જરૂરી છે. નહીં તો નુકશાન થઇ શકે છે. આજે તમે પરિવાર સાથે કોઈ યાત્રાધામની મુલાકાત લઇ શકો છો. જે તમને માનસિક શાંતિ આવશે. લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક વિવાદનો અંત આવશે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના પ્રિયજન સાથે પોતાના સંબંધને લઈને ગંભીરતા બતાવી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):ધન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજે આવકના સ્ત્રોત શોધવામાં તમે વધારે સમય વ્યથિત કરશો, તે છતાં પણ તમને કોઈ યોગ્ય રસ્તો મળે નહીં. સાંજે તમારા કિસ્મતમાં બદલાવ આવશે અને તમને કોઈ જગ્યાએથી આવક પ્રાપ્ત થશે જેના કારણે ખુશી મળશે. પરણિત લોકો પોતાના જીવનની મૂંઝવણ પોતાના પાર્ટનર સાથે શેર કરી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ વાતને લઈને ઝઘડો કરી શકે છે.10. મકર – જ, ખ (Capricorn):મકર રાશિના જાતકોને આજના દિવસે કોઈ અણધારી ખુશી મળી શકે છે. આજે તમે તમારા પાર્ટનર સાથે બહાર જઈ શકો છો. આજે કામના સ્થળેથી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે. આજે તમારું પ્રમોશન થવાના યોગ છે. પ્રેમી પંખીડાઓ આજે એકબીજા સાથે મળીને રોમાન્ટિક સમય પસાર કરી શકે છે.11. કુંભ – ગ, શ, સ (Aquarius):કુંભ રાશિના જાતકોને આજના દિવસે કોઈ ખરાબ સમાચારનો સામનો કરવો પડી શકે છે. આજે તમે કોઈ મૂંઝવણ પણ અનુભવશો. આજે તમારી ચિંતાનું કારણ ઘરના કોઈ વડીલને જણાવો તે તેનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશે. આજે તમારી પત્ની તમારી દરેક પરિસ્થિતિમાં સાથ આપવા માટે તૈયાર ઉભેલી દેખાશે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ વાતને લઈને ઝઘડી શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):મીન રાશિના જાતકોને આજે સંતાન તરફથી કોઈ ખુશ ખબરી મળી શકે છે. આજે લગ્ન કરવા ઇચ્છુક લોકોને પણ સારા સંબંધો મળવાની આશા છે. નોકરીમાં આજે દિવસ સામાન્ય રહેશે, પરણિત લોકોના જીવનમાં આજે કોઈ નવી ખુશી આવવાનો યોગ બને છે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના સંબંધોને જાહેર કરી શકે છે.