જ્યોતિષ શાસ્ત્ર

શનિદેવની કૃપા મેળવવા માટે એક પગે ઉભા રહી કરો આ મંત્રના જાપ, આવી જશે જીવનની તમામ મુશ્કેલીઓનો અંત, વાંચો સમગ્ર વિધિ

જીવનમાં જો મુશ્કેલીઓ ના હોય તો જીવવાની મઝા જ નથી આવતી પરંતુ કેટલીકવાર જીવનમાં એટલી હદ સુધી મુશ્કેલીઓ આવી જતી હોય છે કે તેના નિરાકરણ માટેના રસ્તા  આપણને નથી મળતા. અથાગ પરિશ્રમ કરવા છતાં પણ સફળતા નથી મળતી, મુશ્કેલીઓ જાણે આપણો પીછો કરતી હોય તેમ લાગે.

Image Source

માણસ જયારે મુશ્કેલીઓથી ઘેરાઈ જાય અને તેને બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી મળતો ત્યારે તેની સમક્ષ એક જ રસ્તો બાકી રહે છે અને તે છે ઈશ્વરને વિનંતી કરવાનો. કારણ કે દરેક મનુષ્ય જાણે છે કે સુખ અને દુઃખ આપવું ઈશ્વરના હાથમાં જ રહેલું છે. સાચા મનથી કરેલી આપણી પ્રાર્થના ઈશ્વર જરૂર સાંભળે જ છે.

Image Source

જીવનમાં આવતી મુશ્કેલીઓ માટે આપણે  શનિદેવને દોશી ઠેરવતા હોઈએ છીએ કારણ કે શનિદેવ જયારે કોપાયમાન થાય છે ત્યારે તે વ્યક્તિના જીવનને મુશ્કેલીઓથી ભરી દેતા હોય છે. તેના માટે જ આપણે શનિદેવની પૂજા અર્ચના પણ કરતા હોઈએ છીએ. જેમ બને તેમ આપણે શનિદેવને ખુશ રાખવાનું જ વિચારતા હોઈએ છીએ. શનિદેવને ન્યાયના દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે વ્યક્તિ ઉપર શનિદેવની કૃપા વરસી જાય તેનું જીવન ધન્ય બની જાય છે. શનિદેવની કૃપા મેળવ્યા બાદ તેના જીવનમાં કોઈ મુશ્કેલીઓ આવતી નથી. શનિદેવ તેના જીવનની દરેક તકલીફોને દૂર કરે છે.

Image Source

શનિદેવની કૃપા મેળવવા માટે આપણે અવનવા ઉપાયો કરતા હોઈએ છીએ, વિધવિધ મંત્રોના જાપ પણ આપણે કરીએ છીએ, શનિદેવને ગમતો ભોગ પણ આપણે ધરાવીએ છીએ તે છતાં પણ ઘણીવાર શનિદેવની કૃપા મળતી નથી હોતી. પરંતુ આજે અમે તમને શનિદેવની કૃપા મેળવવા માટે એક એવો વિધિ બતાવવા જઈ રહ્યા છે જે તમે સાચા મનથી કરશો તો તમારા ઉપર શનિદેવની કૃપા વરસવાની શરૂ થઇ જશે, તમારા જીવનમાં આવેલી મુશ્કેલીઓ દૂર થઇ જશે.

શું કરવાનું છે વિધિ માટે:
આ ઉપાય ખુબ જ સરળ છે. જેના માટે તમારે શનિવારે વહેલા ઉઠી અને જલ્દી સ્નાન કરી લેવું. સ્નાન કર્યા બાદ શનિદેવના મંદિરે અથવા શનિદેવની મૂર્તિ સામે સરસવના તેલનો દીવો પ્રગટાવી તેની આરતી કરવી. આરતી કર્યા બાદ શનિદેવ સામે માથું નમાવી વંદન કરી પોતાની સમસ્યાઓને શનિદેવ સમક્ષ રજૂ કરવી. ત્યાર પછી એક પગે ઉભા રહી અને 7 વખત 5 મંત્રોનો જાપ કરવો.

Image Source

જાપ કરવા માટેના 5 મંત્રો:

1. ऊँ श्रां श्रीं श्रूं शनैश्चाराय नमः। 2. ऊँ हलृशं शनिदेवाय नमः। 3. ऊँ एं हलृ श्रीं शनैश्चाराय नमः। 4. ऊँ मन्दाय नमः।। 5. ऊँ सूर्य पुत्राय नमः।।

ઉપર જણાવેલા 5 મંત્રોનો જાપ શનિવારના દિવસે દિવસમાં બે વખત કરવા. સવારે અને સાંજે અને આ દિવસે શનિદેવનો ઉપવાસ પણ કરવો જેથી શનિદેવની કૃપા બની રહે. સાવ સરળ એવો આ ઉપાય જો તમે કરશો તો તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે અને તમે મુશ્ક્લી અને તકલીફો વગરનું જીવન પણ જીવી શકશો કારણ કે શનિદેવ તમને જો કષ્ટ આપે છે તો તે પોતાની કૃપાથી તમારા તમામ દુઃખોને દૂર પણ કરી શકે છે.