ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં ચાલુ ટ્રાયલે જ ગ્રીષ્માના પરિવારને મળશે આટલા લાખનું વળતર અને ફેનિલે જેલમાંથી બેઠા બેઠા કર્યો એક વધુ

ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં ચાલુ ટ્રાયલે જ ગ્રીષ્માના પરિવારને મળશે આટલા લાખનું વળતર અને ફેનિલે જેલમાંથી બેઠા બેઠા કર્યો એક વધુ કાંડ

સુરતના પાસોદરામાં 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયા નામની યુવતિની ફેનિલ ગોયાણી નામના યુવકે એકતરફી પ્રેમમાં જાહેરમાં જ ગળુ કાપીને હત્યા કરી નાખી હતી. જે બાદથી આ કેસ સતત ચર્ચામાં છે. આ કેસમાં ડે ટુ ડે ટ્રાયલ પણ ચાલી રહી છે ત્યારે હાલમાં જ આ કેસમાં મોટી અપડેટ સામે આવી છે. જિલ્લા સેવા સત્તામંડળ દ્વારા ગ્રીષ્માના પરિવારને 5 લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ બાબતે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યુ હતુ કે કેસમાં ટ્રાયલ ચાલુ થાય એ પહેલા ગુજરાત પીડિત વળતર યોજના હેઠળ અરજી કરવામાં આવી હતી અને હત્યાના કેસમાં ટ્રાયલ દરમિયાન 5 લાખનું વળતર મળ્યુ હોય તેવો આ પહેલો કિસ્સો છે. પાંચ લાખની રકમ છે તેમાંથી 1.5 લાખ ગ્રીષ્માની માતા, 1.5 લાખ ગ્રીષ્માના પિતા અને એક લાખ ઇજાગ્રસ્ત ભાઇ અને એક લાખ ઇજાગ્રસ્ત કાકાને અપાયુ.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ એટલે કે બુધવારના રોજ ફેનિલે કોલેજ કાળની માનીતી બહેનને ફોન કર્યો હતો અને તે સાક્ષી યુવતિને તેને ફોન કરી કહ્યુ કે, તુ મારી ફેવરમાં જ જુબાની આપજે. આ ફોન જેલમાંથી કરવામાં આવ્યો હતો અને જેને કારણે આ વિગત પોલિસ અને સરકારી વકિલ સુધી પહોંચતા કોર્ટમાં એક અરજી પણ કરવામાં આવી હતી અને તેમાં આરોપી સામે પગલા લેવાનું પણ જણાવાયુ હતુ.

સાક્ષીએ કોર્ટમાં જણાવ્યુ કે, ફેનિલ તેને એટલે કે ગ્રીષ્માને મારી નાંખવાની વાતો કરતો પરંતુ અમને એવું લાગતું કે તે મજાક કરે છે, હું તેને એમ પણ કહેતી કે એ તારી તરફ ધ્યાન આપતી નથી તો શું કામ તેની પાછળ પડ્યો છે, જવા દે એને.ફેનિલે સવારે જેલમાં 5 રૂપિયા ભરીને તેની મીનીતી બહેનને કોલ કર્યો હતો. તેણે જેલરને કહ્યું કે ‘મારે મારી બહેનને ફોન કરવો છે. સાક્ષી યુવતીએ જુબાની આપી હતી કે ફેનિલ તેને મારી નાંખવાની વાત કરતો હતો. બનાવના દિવસે પણ કહ્યું હતું કે મારી નાખીશ. ટીવી પર જોયુ ત્યારે મને હત્યાની ખબર પડી.

Shah Jina