સ્ત્રી એ ઘરની લક્ષ્મી છે, તે હંમેશા પોતાના પરિવારના સુખ માટે જ વિચારતી હોય છે, ગમેતેવી વિકટ પરિસ્થિતિમાં પણ એ પોતાના પરિવારનો સાથ ક્યારેય નથી છોડતી, પરંતુ શાસ્ત્રો અનુસાર કેટલાક એવા કામો છે જે મહિલાઓ દ્વારા કરવામાં આવે તો અપશુકન માનવામાં આવતું હોય છે, ચાલો આજે અમે તમને જણાવીએ કે એવા કયા કામો છે જે મહિલાઓ દ્વારા કરવામાં આવતા અપશુકન થઇ શકે છે?

પોતાના પતિનો સાથ ના છોડવો:
સ્ત્રીને ઘરની લક્ષ્મી તરીકે ઓળખવામાં આવે છે, એક સ્ત્રી જયારે દીકરી રૂપે ઘરમાં જન્મ લે ત્યારે ઘરમાં લક્ષ્મીનો અવતાર થયો એમ સૌ માનતા હોય છે. જયારે એજ દીકરી કોઈની પત્ની બની અને સાસરે જાય છે ત્યારે કંકુપગલા કરીને તેનો ગૃહપ્રવેશ કરવામાં આવે છે કારણ કે તેને એક લક્ષ્મી સ્વરૂપે ઘરમાં પ્રવેશ મળ્યો છે. ઘરમાં આવેલી એ લક્ષ્મીનો સીધો સંબંધ તેના પતિ સાથે છે અને પતિ સાથે જો ઝઘડો કરી અને પત્ની એ ઘરનો ત્યાગ કરે છે તો સ્ત્રીને દુઃખી થવાનો વારો આવે છે, વળી, પટથી દૂર રહેનાર સ્ત્રીને સમાજ ખોટી નજરે પણ જોવા લાગે છે. જેના કારણે પરિણીતી સ્ત્રીનું પોતાના પતિથી દૂર રહેવું શાસ્ત્રોમાં પાપ ગણવામાં આવ્યું છે. જેથી તે અપશુકન માનવામાં આવે છે. બીજી એક ખાસ વાત એ પણ છે કે સ્ત્રીને દુઃખી કરનાર પુરુષ પણ દુઃખી થાય છે. જે ઘરમાં સ્ત્રીને ત્રાસ આપવામાં આવે છે એ ઘર પણ ક્યારેય સુખી નથી રહી શકતું.

નારિયેળ વધેરવું:
આપણે મોટાભાગે જોતા હોઈએ છીએ કે સ્ત્રીઓ ક્યારેય નારિયેળ વધેરતી નથી, નારિયેળને હંમેશા પુરુષો જ વવધેરતા હોય છે. મનમાં ઘણીવાર પ્રશ્ન થાય કે આવું કેમ? તો આજે અમે એની પાછળનું કારણ તમને જણાવીશું.
શાસ્ત્રોનું માનીએ તો નારિયેળ એક ફળ નથી, પરંતુ એક બીજ છે અને એનો સીધો સંબંધ સ્ત્રીના ગર્ભ સાથે પણ રહેલો છે. જેના કારણે સ્ત્રીઓનું નારિયેળ વધેરવું અપશુકન માનવામાં આવે છે. આ સિવાય એમ પણ માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ દ્વારા નારિયેળ પૃથ્વી ઉપર મોકલવાયેલું પહેલું ફળ હતું અને એ પણ માતા લક્ષ્મીને સૌથી પ્રિય હોવાના કારણે મા લક્ષ્મી સિવાય નારિયેળ પર બીજી કોઈ સ્ત્રીનો અધિકાર નથી, આથી જ તો તેને શ્રીફળ નામ પણ આપવામાં આવ્યું જેના કારણે સ્ત્રીઓ શ્રીફળ વધેરી શકતી નથી.

ગાયત્રી મંત્રનો જાપ કરવો સ્ત્રીઓ માટે અશુભ છે:
ગાયત્રી મંત્રનો જાપ કરવો આપણા હિન્દૂ ધર્મમાં શુભ માનવામાં આવે છે, પરંતુ સ્ત્રીઓ જો એ મંત્રનો જાપ કરે તો શુભ હોવાનું શાસ્ત્રો માને છે એની પાછળ શું કારણ રહેલું છે તે આપણે જાણીએ.
શસ્ત્રોનું માનીએ તો કોઈ સ્ત્રી જયારે ગાયત્રી મંત્રનો જાપ કરે તો તે એક પુરુષની જેમ વર્તન કરવા લાગે છે, એટલું જ નહિ તેની શરીર રચના પણ બદલાવ લાગે છે જેમ કે ચહેરા ઉપર વાળ આવી જવા, માસિક ધર્મના સમયમાં બદલાવો થવો વગેરે. એવું માનવામાં આવે છે મહિલાઓ મહિઓન માસિકધર્મના ચક્રના કારણે તેઓ ગાયત્રી મંત્રનો જાપ નથી કરી શકતી, આપણા હિન્દૂ ધર્મમમાં મહિલાઓને માસિકધર્મ દરમિયાન પૂજા વિધિથી દૂર રાખવામાં આવે છે તેના કારણે ગાયત્રી મંત્રનો જાપ કરવો સ્ત્રીઓ માટે શુભ મનાય છે.

હનુમાનજીની પૂજા કરવી સ્ત્રીઓ માટે અશુભ મનાય છે:
હનુમાનજીને કષ્ટભંજન માનવામાં આવે છે. તેઓ મનુષ્યના તમામ દુઃખો દૂર કરવાની શક્તિ ધરાવે છે, પરંતુ શું તમે જાણો છો કે મહિલાઓ હનુમાનજીની પૂજા કેમ નથી કરી શકતી? તો ચાલો એ પણ તમને જણાવીએ.
હનુમાનજી બાળબ્રમ્હચારી છે એ વાત તો સૌ કોઈ જાણતું જ હશે, પરંતુ બ્રમ્હચારી હોવાના કારણે સ્ત્રીઓ તેમની પૂજા ના કરી શકે એવું નથી, પરંતુ હનુમાનજી સ્ત્રીઓને માતા સ્વરૂપે સ્થાન આપ્યું છે અને કોઈ માતા પોતાના પુત્ર સામે કઝૂકી શકે નહિ જેના કારણે સ્ત્રીઓ હનુમાનજીનો પાઠ કરી શકે, આરતી-દીવો કરી શકે પરંતુ એક પુરુષની જેમ હનુમાનજી સામે ઝૂકીને પ્રાર્થના કરી શકતી નથી, આ સિવાય સ્ત્રીઓ માસિકધર્મમાં હોય ત્યારે હનુમાનજીનો પાથ કરવો પણ શુભ માનવામાં આવે છે.

કોળું કાપવું મહિલા માટે માનવામાં આવે છે અપશુકન:
હિન્દૂ ધર્મમાં કેટલાક પ્રંસગોમાં કોળું કાપવામાં આવે છે તેમજ ઘરમાં પણ ઘણીવાર રસોઈ માટે કોળું કાપવામાં આવતું હોય છે, પરંતુ કોળું કાપવું એ સ્ત્રીઓ માટે અશુભ માનવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં બલી ચઢાવવાના પર્યાયમાં કોળું કાપવામાં આવે છે અને બલી દેવી દેવતાઓને ચઢતી હોવાના કારણે સ્ત્રીઓ ક્યારેય બલી ચઢાવી શકતી નથી જેના કારણે કોળું કાપવું સ્ત્રીઓ માટે અશુભ મનાય છે. પહેલા પુરુષ તેને કાપી મહિલાને કાપવા માટે આપે તો એ અપશુકન માનવામાં આવતા નથી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.