5 જુલાઈ 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
ધનલાભ થવાના યોગ છે. નવી ઇન્કમ બનાવવા માટેના રસ્તાઓ ખુલશે જેનાથી તમે તમારી આવકમાં વધારો કરી શકશો. તમારી બોલીથી અને તમારા સ્વભાવથી તમે સારો ફાયદો મળેવી શકશો. જે મિત્રો લગ્ન કરવા માંગે છે તેમની માટે સારા ઘરથી માંગા આવશે. પરણિત મિત્રોને તેમના જીવનસાથી તરફથી સુખ અને પ્રેમ મળશે. આજે વાહન ચલાવતા તકેદારી રાખવી અકસ્માત થવાના યોગ છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ નકારાત્મક હોઈ શકે છે. આજે કોઈ જૂની વાતની ચિંતા તમને સતાવશે. આર્થિક પરીસ્થિતિ પહેલા કરતા મજબુત થશે. વેપાર સંબંધિત કોઈપણ નિર્ણય ઉતાવળમાં લેતા નહિ.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે કોઈપણ સારી કે લલચાવનારી રોકાણ કરવાની સ્કીમ આવે તો તેની તરફ બહુ ધ્યાન આપશો નહિ આજે પૈસા ડૂબવાના યોગ છે. આજે પરિવાર સાથે થોડો સમય પસાર કરો. લગ્ન સમયને યાદ કરીને તમે અને તમારા જીવનસાથી બંને ખુશ થઇ જશો અને આજનો દિવસ જીવનનો યાદગાર દિવસ બની રહેશે. નોકરી કરતા મિત્રો માટે આજે પ્રમોશનના યોગ મળી રહ્યા છે. પ્રમોશન નહિ થાય તો સેલેરી પણ વધી શકે છે. આજે કોઈપણ ગરીબ બાળકની ભૂખ સંતોષાય એવું કાર્ય કરો તેના ચહેરાની મુસ્કાન જોઇને તમને પણ આનંદ થશે.
શુભ અંક : ૭
શુભ રંગ : આસમાની

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
પૈસા કમાવવા માટે આજે તમારી પાસે સારા અવસર આવશે, પણ જોઈએ તેવો ફાયદો તમે નહિ મેળવી શકો. તમારા જીવનસાથી તરફથી તમને સારો સપોર્ટ મળશે કોઈપણ જગ્યાએ જ્યાં પણ મૂંઝવણ થાય તમે તેમની મદદ લઇ શકો છો. નવા પ્રેમ સંબંધો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમને કોઈ પ્રેમ પ્રસ્તાવ પણ આપી શકે છે. આજે નવા લોકોને મળવાનું થશે, તેમનાથી તમે ઘણું શીખી શકશો અને ધનલાભ પણ થશે. તમે વધારે મહેનત કરીને વધારે પૈસા કમાઈ શકશો.
શુભ અંક : ૫
શુભ રંગ : કાળો

4. કર્ક – ડ,હ (Cancer):
હવે સમય આવી ગયો છે કે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું જોઈએ આજથી જ તમારે તમારા ખોરાક અને રોજના સેડ્યુલમાં થોડા બદલાવ લાવવાના છે, રોજ રાત્રે મોડે સુધી જાગવું અને ફોનનો વધારે પડતો ઉપયોગ ટાળવાનું શરુ કરો. સતત ફોન સાથે જોડાયેલા રહેવાથી પરિવારના સભ્યો તમારાથી નારાજ રહેશે. કામના સમયમાંથી થોડો સમય પરિવારને આપો. આજે તમારા જીવનસાથીને તમારા પ્રેમની અને હુંફની જરૂરત છે, જીવનસાથીના સ્વાથ્ય પ્રત્યે પણ થોડું ધ્યાન આપો. આજે તમારાથી જે લોકો નારાજ હોય તેમને મનાવી લો. તમારી સેવાભાવના જોઇને આજે તમને ખુશખબર મળવાની શક્યતા છે.
શુભ અંક : ૯
શુભ રંગ : લાલ

5. સિંહ – મ,ટ (Lio):
આજે તમારી મુલાકાત તમારા પ્રિયપાત્ર સાથે થશે. તેની સાથે તમે આજે સારો સમય પસાર કરી શકશો. આજે ઘરમાં તમારે કોઈ નાનકડી વાતે વડીલો સાથે મતભેદ થઇ શકે છે. તમારા કામના સ્થળ પર આજે તમારે એકદમ શાંત મન રાખીને કાર્ય કરવાનું છે આજે લોકો પર તમારે ગુસ્સે થવાની જરૂરત નથી તેવું કરવાથી તમારા કાર્યસ્થળ પર તમે લોકોના મન પર છબી ઉભી કરી શકો છો. દિવસના અંતે આજે ખૂબ થાકને કારણે માથાનો અને શરીરનો દુખાવો થઇ શકે છે. આજે તમારા જીવનસાથી સાથે તમારી તકલીફ શેર કરો તમે હળવાશ અનુભવશો.
શુભ અંક : ૧

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
કન્યા – પ, ઠ, ણ
જો નોકરી કે વેપાર માટે કોઈ નવીન કામ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ શુભ છે બહેન અને દિકરીઓના હાથે એ કાર્યની શરૂઆત કરાવો. નોકરી કરતા મિત્રો માટે પણ પ્રમોશનના યોગ બને છે. ઘરમાં જો તમે નાની નાની વાતે ગુસ્સે થતા હોય તો આ આદત હવે તમારે છોડી દેવાની છે. તમારા માતા પિતા ના સ્વાસ્થ્ય પ્રત્યે તકેદારી રાખો. વાત વાતમાં આજે તમારા સિક્રેટ પ્લાન કોઈને જણાવી નહિ દેતા. ભવિષ્યમાં તમને નુકશાન થઇ શકે છે. વધુ પડતો શ્રમ તમને શારીરિક બીમાર બનાવી શકે છે.
શુભ અંક : ૨
શુભ રંગ : જાંબલી

7. તુલા – ર,ત (Libra):
ભવિષ્ય માટે પૈસા બચાવવા માંગો છો તો આજથી તમે શરૂઆત કરી શકો છો તમારે વધારે મહેનત કરવાની જરૂર છે. જીવનસાથી તરફથી તમને ભરપુર પ્રેમ મળશે. જે પણ લોકો પ્રેમની ખોજમાં છે તેમને પ્રેમ જરૂર મળશે. આજે ચામડી પર કોઈ એલર્જી કે બીજી કોઈ તકલીફ થઇ શકે છે. આજે ખાવા પીવામાં ખાસ તકેદારી રાખજો. પરિવાર સાથે આજે સારો સમય વિતાવી શકશો. પરિવારમાં કોઈ સારો પ્રસંગ બનવાના યોગ બની રહ્યા છે. આજે કોઈપણ સ્કીમ કે પ્રોજેક્ટમાં પૈસા રોકતા પહેલા કોઈ નિષ્ણાત વ્યક્તિની સલાહ જરૂર લેજો. આજે તમે તમારી મહેનતથી સારા પૈસા કમાઈ શકશો. નોકરી કરતા મિત્રોને પ્રમોશનના યોગ છે.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે તમારા કામના સ્થળે અને ઘરે તમારે અનેક સમસ્યાનો સામનો કરવો પડશે. તમારે દરેક મુશ્કેલીઓનો સામનો હસતા હસતા અને શાંત મને કરવાનો છે. કોઈપણ પ્રકારનો ગુસ્સો આજે તમારે કરવાનો નથી. આજે કામના બોજના લીધે તાણ જેવું લાગશે પણ જો તમે દરેક કામ બરોબર કરજો અને તકેદારી રાખીને કરજો. ભવિષ્યમાં તમને આ કાર્યનો ફાયદો જરૂર મળશે. તમારી કે તમારા ઓફિસની કોઈપણ સિક્રેટ વાત બીજા કોઈને કરવાની નથી નહિ તો તમને નુકશાન થઇ શકે છે.
શુભ અંક : ૩
શુભ રંગ : આસમાની

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
જો તમારા પ્રેમસંબંધમાં શુષ્કતા આવી ગઈ છે તો એ પ્રેમના બગીચામાં આજે પ્રેમના પુષ્પો ખીલી શકે તેવા યોગ બની રહ્યા છે તો તમે સામેથી તમારા જીવનસાથીને મનાવી લો. આજે ખુબ યાદગાર દિવસ છે જે તમને પુરા જીવન પર્યત યાદ રહેશે. તમારા બાળકો અને પરિવારજનોની જરૂરિયાત પૂરી કરવા માટે તમારે આજથી જ મહેનત કરવાની જરૂર છે. આજે કોઈ મહત્વની વસ્તુ ખોવાઈ જવાના પણ યોગ છે તો દરેક વસ્તુ ધ્યાનથી સંભાળીને રાખો નહિ તો ભવિષ્યમાં તકલીફ થશે. કોઈપણ પરિસ્થિતિમાં તમારે હાર માનવાની નથી તમારા દરેક સારા કાર્યમાં ઈશ્વર તમારી સાથે જ છે.
શુભ અંક : ૮
શુભ રંગ : જાંબલી

10. મકર – જ, ખ (Capricorn):
આજે અફવાઓથી દૂર રહેવું સમાચારની કે વાતની પુરતી ખાતરી ના કરો ત્યાં સુધી કોઈપણ ઉતાવળે નિર્ણય લેશો નહિ. આજે કોઈપણ રોકાણ કરવા માટેની સ્કીમ આવે તો આજે કોઈપણ પ્રકારનું રોકાણ કરશો નહિ પૈસા ડૂબવાના ચાન્સ વધુ છે. આજે તમારા જીવનસાથી સાથે અણબનાવ બનવાના યોગ છે તો કોઈપણ નાની નાની વાતે ગુસ્સે થશો નહિ. જુના મિત્રો સાથે વાત કરીને તમારો દિવસ બની જશે. આજે કામના સ્થળે તમારી ઓળખ બનશે અને તમારા કામની નોંધ લેવાશે જેનાથી તમને નજીકના ભવિષ્યમાં ખુબ ફાયદો થશે. આજની સાંજ પરિવાર સાથે વિતાવો. આજે દિવસના અંતે કોઈને કોઈ સારા સમાચાર મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
કોઈપણ નાણાકીય નિર્ણય ઉતાવળે લેવાના નથી બે થી ત્રણવાર દરેક વિગતો ચકાશો અને પછી જ કોઈ નિર્ણય પર આવો. આજે તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂરત છે ખરીદી કરવા જાવ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધય્ન રાખજો. જો તમે તમારી ઓફીસ કે કાર્યસત્તા પર વિશિષ્ઠ સ્થાન પર છો તો તમારાથી કોઈ ભૂલ ના થઇ જાય એની તકેદારી રાખજો, તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિ સાથે થયેલી નાની વાત બહુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે ફ્રેશ થવા અને ચિંતામુક્ત થવા માટે પુરા પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. તો બહુ ચિંતા કરશો નહિ અને આગળ વધતા રહો.
શુભ અંક : ૧
શુભ રંગ : ગુલાબી

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે સવારથી જ સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે. વધારે પડતો કામનો બોજ લેશો નહિ. તમારી આંતરિક શક્તિને બધાની સામે લાવવાનો સમય આવી ગયો છે. આજનો દિવસ તમે જે પણ કોઈ નવું કામ કે પ્રોજેક્ટ શરુ કરવા માંગતા હોવ તો સારો દિવસ છે. રોકાણ કરવા માટેની આજે સારી તકો આવશે. તમારા ઉપરી અધિકારી કે વડીલોની સલાહ લીધા વગર કોઈપણ જગ્યાએ રોકાણ કરવું નુકશાનને આમંત્રણ આપી શકે છે.
શુભ અંક : ૪
શુભ રંગ : નારંગી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.
સ્વાસ્થ્ય – આ વર્ષે થોડા થોડા સમય બાદ તમારા ઘરમાં કોઈને અને કોઈને નાની મોટી બીમારી થતી રહેશે. તમે જો દરેકનું સ્વાસ્થ્ય સારું રાખવું છે તો તમારા પરિવાર સાથે સમુહમાં કસરત કે યોગાસન જેવી પ્રવૃત્તિ શરુ કરો.
નોકરી-ધંધો – આ વર્ષે તમારી માટે ધનલાભ માટેના અનેક રસ્તાઓ મળશે જેમાં તમારે યોગ્ય રીતે ચકાસણી કરીને ભવિષ્યનો ફાયદો અને નુકશાન જોઇને રોકાણ કરવું કે પછી જો તમે નોકરી કરી રહ્યા છો તો ખુબ સાવચેતી પૂર્વક કોઈપણ નિર્ણય લેવો.
કૌટુંબિક-પારિવારિક – તમારા પરિવાર અને માતા પિતા સાથે થોડો સમય ફાળવો, તેમને તમારી હૂંફની જરૂરત છે. આ વર્ષ તમારા અને તમારા જીવનસાથી માટે ખુબ લાભદાયી રહેશે. જીવનમાં નવી ખુશીઓનું સ્વાગત થશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here