જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 5 જાન્યુઆરી : મંગળવારે બજરંગબલીની કૃપાથી આ રાશિના લોકો થશે માલામાલ

1. મેષ: મેષ રાશિના લોકોને આજના દિવસે ભૌતિક અને સાંસારિક સુખની પ્રાપ્તિ થશે. ધર્મના કાર્યોમાં રુચિ રહેશે. ઓફિસમાં કોઈ સહિયોગી સાથે વિશ્વાસઘાત થઇ શકે તેમ છે. નાના કર્જથી છુટકારો મળશે અને નવાસ્ત્રોતોનું નિર્માણ થશે.

2. વૃષભ: વૃષભ રાશિના લોકોની એવા વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમારો વારંવાર ફાયદો ઉઠાવતા હતા. આર્થિક લાભ માટે કરેલા પ્રયત્નો શુફ ફળ આપશે. જીવનસાથી સાથે ઉત્તમ સમય વ્યતીત કરશો. બેરોજગાર યુવાઓને નોકરીની તક મળશે.

3. મિથુન: મિથુન રાશિના લોકોને ભવિષ્યની ચિંતા થઇ શકે છે. મોટાભાઈના સહિયોગથી વ્યવસાયિક યાત્રા સફળ રહેશે. માતા-પિતાની સેવા કરવાનો મૌકો મળશે. અચાનક ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે.

4. કર્ક: કર્ક રાશીના લોકોને કાર્યક્ષેત્રમાં ઈમાનદારીથી ઘણો ફાયદો થશે. વિદ્યાર્થીઓને પોતાની યોગ્યતા પારખવાનો બેસ્ટ સમય છે. નિવેશ કરવાથી પારિવારિક સંપત્તિમાં વધારો થશે અને વાહન પણ ખરીદવાના યોગ બની રહ્યા છે. વધારાના બિનજરૂરી ખર્ચાઓ કરવાથી બચો.

5. સિંહ: સિંહ રાશિના લોકોને ઘરેલુ ઉતાર-ચઢાવ થઈ શકે તેમ છે. પિતાનો સહિયોગ મળવાથી ઘર પરિવારની સમસ્યાઓ ખતમ થશે. ઓફિસમાં તમારા પ્રોજેક્ટ પર અધિકારીની મદદ કરશો. વિદ્યાર્થીઓના અધુરા લક્ષ્ય પૂર્ણ થશે.

6. કન્યા: કન્યા રાશિના લોકોને પોતાના કમાકાજમાં સુધાર લાવવા માટેનો આ સારો દિવસ છે. ઓફિસમાં પરિવર્તનથી તમારા કાર્યમાં પણ સુધાર આવશે. સાસરાવાળા પક્ષથી લાભ મળશે અને પરિવારમાં માન-સન્માનમાં વૃદ્ધિ થશે.

7. તુલા: તુલા રાશિના લોકોને રાજકીય સેવામાં લાભ મળશે. પારિવારિક બિઝનેસમાં ભાઈ-બહેનનો સાથ મળશે. કોઈ પ્રિય વ્યક્ત તમને ભેટ આપી શકે તેમ છે. રોજગાર ક્ષેત્રમાં નવા અવસરો મળશે અને ધન આવવાથી તમારું મન પ્રસન્ન રહેશે.

8. વૃશ્ચિક: આજના દિવસે વ્યાપાર-વ્યવસાયને પહેલી પ્રાથમિકતા આપો. નવી યોજનાના આધારે વ્યાપાર શરૂ કરી શકશો. રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાભ અને સન્માન પ્રાપ્ત થશે. અચાનક જ ધનલાભ થવાના યોગ બની રહ્યા છે.

9. ધનુ: ધનુ રાશિના લોકો માટે આજનો દિવસ ઠીક-ઠાક રહેશે. પૈતૃક સંપત્તિના વિવાદો ખતમ થઇ જશે. વ્યાપારમાં રાજકીય દંડનો સામનો કરવો પડી શકે તેમ છે. વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્યના પ્રતિ જાગરૂક થવાની જરૂર રહેશે.

10. મકર:
મકર રાશિના લોકોને પોતાના કાર્યોમાં તેજી જોવા મળશે. ઘરના જરૂરી કાર્યો પૂર્ણ થઇ જશે અને ઘરેલુ સામાનની ખરીદારી કરશો. કાનૂની વિવાદ આજના દિવસે ઉકેલાઈ જશે. પિતાના માર્ગદર્શનથી વેપારમાં નવી યોજનાઓ શરૂ કરી શકશો.

11. કુંભ: કુંભ રાશિના લોકોને વ્યવસાયમાં બદલાવ લાવવાની જરૂર રહેશે, નવા પ્રોજેક્ટ પર પણ ધ્યાન આપી શકશો. બેરોજગાર યુવાઓને નોકરી મળવાની તક મળશે. જીવનસાથી સાથે સારી રીતે સમય વ્યતીત કરશો.

12. મીન:
મીન રાશિના લોકો માટે આજનો દિવસ વિશેષ ફળ આપનારો રહેશે. સુખ આરામની ઈચ્છા આજે પૂર્ણ થતી જણાશે. ભાઈ બહેન સાથે સારો સમય વ્યતીત કરશો. પારિવારિક જરૂરિયાતો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર રહેશે.