ઓસ્ટ્રલિયામાં બેફામ કાર ચાલકે લોકોના ટોળા પર ફેરવી વાળી SUV, 5 ભારતીયોના થયા દર્દનાક મોત, 2 બાળકોનો પણ સમાવેશ

ઓસ્ટ્રેલિયામાં ભયાનક માર્ગ અકસ્માત, ભારતીય મૂળના 5 લોકોના કરૂણ મોત

5 Indians died in an accident in Australia : ભારત સમેત દેશભરમાંથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવતી હોય છે, આવા અકસ્માતમાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. મોટાભાગના અકસ્માત લોકોની બેદરકારીના કારણે થતા હોય છે અને તેના કારણે માસુમ લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે હાલ એવા જ એક અકસ્માતની ખબર ઓસ્ટ્રેલિયામાંથી સામે આવી છે, જ્યાં એક SUV ચાલકે લોકોના ટોળાને ચપેટમાં લીધા અને 5 ભારતીયોના દર્દનાક મોત થયા છે.

5 લોકોના મોત :

મળતી માહિતી મુજબ, ઓસ્ટ્રેલિયામાં એક પબના આઉટડોર ડાઇનિંગ એરિયામાં SUV કાર ઘૂસી જતાં બે બાળકો સહિત ભારતીય મૂળના બે પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતા. ‘સિડની મોર્નિંગ હેરાલ્ડ’એ અહેવાલ આપ્યો છે કે રવિવારની રાત્રે એક BMW કાર ફૂટપાથ પર ચઢી હતી અને રોયલ ડેલેસફોર્ડ હોટેલના આગળના લૉન પર રાત્રિભોજન કરી રહેલા લોકોને ટક્કર મારી હતી. મૃતકોમાં 38 વર્ષીય વિવેક ભાટિયા, તેનો 11 વર્ષીય દીકરો વિહાન, 44 વર્ષીય પ્રતિભા શર્મા, તેની 9 વર્ષીય દીકરી અવની અને પાર્ટનર 30 વર્ષીય જતીન ચુગનો સમાવેશ થાય છે.

ડાઇનિંગ એરિયામાં ઘુસી SUV :

મીડિયા રિપોર્ટ અનુસાર શર્મા અને તેનો પરિવાર અન્ય પારિવારિક મિત્રો ભાટિયા અને તેના પુત્ર વિહાન સાથે રજાઓ માણવા આવ્યા હતા. આ ઘટનામાં ભાટિયાની 36 વર્ષીય પત્ની રૂચી અને તેના 6 વર્ષના પુત્ર અબીરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. શરૂઆતમાં અબીરની હાલત નાજુક હતી અને તેના બંને પગના હાડકાં તૂટી ગયા હતા અને તેને આંતરિક ઈજાઓ થઈ હતી પરંતુ હવે તે સ્થિર છે. આ અકસ્માતમાં એક બાળક સહિત ઘણા લોકો ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ડ્રાઈવરની પોલીસે કરી પુછપરછ :

પોલીસે હોસ્પિટલમાં BMW સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ (SUV)ના ડ્રાઈવરની પૂછપરછ કરી છે. આ સમયે, માઉન્ટ મેસેડોનથી 66 વર્ષીય ડ્રાઇવરનું નામ બહાર પાડવામાં આવ્યું નથી અને પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી નથી અથવા તેના પર આરોપ મૂકવામાં આવ્યો નથી.  હેરોલ્ડ સનને આપવામાં આવેલા પોલીસ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સમયે ડ્રાઇવર સામે કોઈ આરોપો લાવવામાં આવ્યા નથી અને હોસ્પિટલમાંથી છૂટ્યા પછી તેની પૂછપરછ ચાલુ રહેશે.

વેંકટેરિયામાં આઘાતનો માહોલ :

દરમિયાન શર્માના પિતા વિકાસે કહ્યું કે પ્રતિભાએ તેના મૃત્યુના બે કલાક પહેલા તેની માતા ઉર્મિલા સાથે વાત કરી હતી. શર્મા વિક્ટોરિયન સંસદની વેરીબી બેઠક માટે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. તેણી રજિસ્ટર્ડ સ્થળાંતર એજન્ટ હતી અને તાજેતરમાં જ વકીલ બની હતી. મેલબોર્નની ઉત્તરે આવેલ નાનકડું વિક્ટોરિયન ટાઉન આ ભયાનક અકસ્માતને લઈને આઘાત અને શોકની સ્થિતિમાં છે. તેમના મૃત્યુ બાદ ભારતીય સમુદાય શોકમાં છે, ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર તેમનું દુઃખ વ્યક્ત કર્યું છે.

Niraj Patel