અજબગજબ કૌશલ બારડ લેખકની કલમે

ભારતના આ 5 પોલીસ અફસરોની બોડી સામે બોલિવૂડના એક્ટરો પણ ફિક્કા લાગશે! દેખતા જ ધ્રૂજી ઉઠે છે લૂંટારાઓ

ઘણીવાર અમુક પોલીસ જવાનને જોઈને આશ્વર્ય થાય, કે ચોર-લૂંટારા આનાથી ડરતા હશે ખરા કે? એનું કારણ ફિટનેસ બાબતે એમની બેદરકારીના પરીણામે બેડોળ બનેલું એમનું શરીર હોય છે. પણ બીજી તરફ ભારતીય પોલીસમાં એવા કેટલાક જાંબાજ પોલીસકર્મીઓ પણ છે જેની ફિટનેસ આગળ રેસલરો કે બોલિવૂડના અભિનેતાઓ પણ પાણી ભરે છે!

આવો જાણીએ ભારતના એ ૫ પોલીસ અફસરો વિશે, જેની બોડી કોઈ અખાડાના ખેલાડીઓને પણ ટક્કર મારે તેવી છે:
(1) કિશોર દાંગે:

Image Source

મહારાષ્ટ્ર પોલીસના આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર તરીકે ઓળખાતા કિશોર દાંગે આમ તો એક ગરીબ પરીવારનું બેકગ્રાઉન્ડ ધરાવે છે. પણ અત્યંત પરિશ્રમને પરિણામે તેમણે પોતાનું શરીર એટલી હદે કસ્યું છે કે જોતા જ રહી જાઓ! પોતાની ફિટનેસને લઈને એણે રાજ્ય-આંતરરાષ્ટ્રીય કક્ષાની અનેક સ્પર્ધાઓમાં કીર્તિમાનો સ્થાપ્યા છે. મિસ્ટર મહારાષ્ટ્ર અને મિસ્ટર મરાઠાવાડ જેવી મહારાષ્ટ્રની રાજ્યકક્ષાની સ્પર્ધાઓ ઉપરાંત અનેક બીજી સ્પર્ધાઓમાં પણ તેઓ પુરસ્કૃત તઈ ચૂક્યા છે.

(2) સચિન અતુલકર:

Image Source

૨૦૦૭ની બેન્ચમાં IPS અધિકારી સચિન અતુલકર વિશે તો સોશિયલ મીડિયામાં અવારનવાર વાતો થતી રહે છે. પોતાની અનોખી પર્સનાલિટી અને અદ્ભુત શરીર સૌષ્ઠવને લીધે તેઓ આજે અનેક લોકોના આઇડલ છે. પોલીસકર્મીઓ અને બીજા યુવાનો પણ તેમની પાસેથી ફિટ રહેવા માટે પ્રેરણા લઈ રહ્યા છે.

(3) નવીન કુમાર:

Image Source

હરિયાણામાં સિનીયર સબ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવનાર નવીન કુમારની બોડી પણ ઘણી પ્રખ્યાત છે. ૨૦૧૩માં તેઓ ‘મિસ્ટર હરિયાણા’ના ખિતાબથી નવાજાયેલ છે. શરીરને ફિટ રાખવા માટે ડ્યૂટીની સાથેસાથે તેઓ કલાકો સુધી જીમમાં પણ જાય છે.

(4) મોતીલાલ દાયમા:

Image Source

મધ્ય પ્રદેશની ઇન્દોર પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર મોતીલાલ દાયમા આજે જ્યાંથી પસાર થાય છે, લોકો તેને જોઈને દંગ રહી જાય છે. એમની બોડી આગળ ભલભલા રેસલરો પણ ટૂંકા પડે તેમ છે. મોતીલાલ દાયમાએ ૨૦૧૨માં મધ્ય પ્રદેશ પોલીસમાં જોઇનીઁગ કરેલું. આજે તેમની ઉંમર ૨૭ વર્ષની છે. એવી વાત ફેલાયેલી છે, કે તેઓ પોતાની બોડી ફિટ રાખવા માટે થઈને ઘણો ખર્ચ કરે છે.

(5) તેજેન્દ્ર સિંહ:

Image Source

તેજેન્દ્ર સિંહે પોલીસ જોઇન કરી એ પહેલા તેઓ બોડીબિલ્ડીંગનું જ કામ કરતા. બોડી-બિલ્ડીંગની એક જાણીતી સ્પર્ધામાં તેમણે ગોલ્ડ મેડલ પણ હાંસલ કર્યો છે. આજે તેમની બોડી જોઈને કોઈની સાથે સરખામણી કરવી મુશ્કેલ બની જાય છે! ૨૦૦૬માં તેમણે પોલીસમાં જોબ શરૂ કરેલી.

એ વાત યાદ રહે, કે બોડી ફિટનેસ માટે યોગ્ય ખોરાક અને કસરતની જરૂર છે. સ્ટીરોઇડ જેવી દવાઓના અખતરા માણસને થોડા જ વખતમાં ખાલી કરી નાખે છે. ફિટનેસનો ધ્રુવમંત્ર ખોરાક અને કસરત જ છે!

[ આર્ટિકલ માહિતીપ્રદ લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો, ધન્યવાદ! ]

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks