ભગવાને જો દરેક કોઈને સૌથી કિંમતી ભેંટ આપી હોય તો તે છે ‘મા’. મા બનવું દરેક મહિલાનું સુંદર સપનું હોય છે. મા બન્યા પછી જો કે જ્યા એક તરફ જવાબદારીઓ વધી જાય છે તો બીજી તરફ શરીરની સુંદરતા ઘટી જાય છે. 10 મૈ ના રોજ દેશમાં ‘મધર્સ ડે’ ની ઉજવણી કરવામાં આવે છે. આ ખાસ અવસર પર આજે અમે તમને બોલીવુડની અમુક એવી ગ્લેમરસ માતાઓ વિષે જણાવીશું જેઓ મા બન્યા પછી પણ પોતાની સુંદરતા અને ગ્લેમરસ તથાવત રાખી શકી છે.
1. મલાઈકા અરોરા:

મલાઈકા અરોરાએ આટલી ઉંમરે પણ પોતાને એટલી ફિટ રાખી છે કે તેની આગળ આજની યુવાન અભિનેત્રીઓ પણ ફેલ છે. મા બન્યા પછી મલાઈકાની સુંદરતામાં પહેલા કરતા પણ વધારો થયો છે. મલાઈકા પોતાના દીકરાને પણ ફિટ રહેવા માટે પ્રેરણા આપે છે.
2. કરિશ્મા કપૂર:

કરિશ્મા એક સીંગલ મધર છે. પતિથી અલગ થઇ ગયા પછી તે એકલી જ પોતાના બંને બાળકોનું ધ્યાન રાખી રહી છે. કરિશ્માના ફિટનેસને જોતા એ ન કહી શકાય કે તે બે બાળકોની મા પણ છે. કરિશ્મા આગળના ઘણા સમયથી ફિલ્મ જગતથી દૂર છે પણ તે અમુક સમય પહેલા ‘મેન્ટલહુડ’ વેબ સિરીઝમાં જોવા મળી હતી.
3. કરીના કપૂર ખાન:

કરીના કપૂર અને સૈફ અલી ખાને વર્ષ 2012 મા લગ્ન કર્યા હતા અને વર્ષ 2016 મા કરીનાએ દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. ઝીરો ફિગર તરીએ ઓળખાતી કરીનાએ મા બન્યા પછી પણ પોતાને જે રીતે ફિટ અને તંદુરસ્ત રાખી છે તેનાથી ઘણી મહિલાઓ પ્રભાવિત પણ થઇ છે અને પ્રેરણા પણ મળી છે.
4. શિલ્પા શેટ્ટી કુન્દ્રા:

યોગા કવિન શિલ્પા શેટ્ટી અમુક મહિના પહેલા જ બીજી વાર મા અબની છે. સેરોગેસી ટેક્નિક દ્વારા શિલ્પાની ક્યૂટ દીકરીનો જન્મ થયો હતો. શીલ્પાનો પહેલો દીકરો વિવાન છે. જેના જન્મ પછી શિલ્પાએ પોતાને ખુબ સારી રીતે મેન્ટેન રાખી હતી. શિલ્પાના યોગા આજની મહિલાઓને ખુબ પ્રોત્સાહિત કરે છે.
5. ઐશ્વર્યા રાય બચ્ચન:

બોલીવુડમાં મા-દીકરીની બેસ્ટ જોડીનો ખિતાબ કદાચ ઐશ્વર્યા-આરાધ્યાને જ મળે છે. મા બન્યા પછી ઐશ્વર્યાએ પોતાને ખુબ સારી રીતે ફિટ રાખી હતી અને બોલીવુડમાં કમબેક પણ કર્યું હતું. આરાધ્યાની સાર-સંભાળ, ફિલ્મોની સાથે સાથે ઐશ્વર્યાએ પોતાને પણ ખુબ ફિટ રાખી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ