જીવનશૈલી મનોરંજન

આ 5 અભિનેતા જીવી રહ્યા છે ગુમનામીનું જીવન, સૌદાગરના વિવેકને ઓળખવો પણ છે મુશ્કિલ

બોલીવુડમાં આજે ઘણા એવા સિતારાઓ છે જેઓએ ખુબ ઓછા સમયમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી લીધી છે અને ખુબ લોકપ્રીય બની ગયા છે. જ્યારે અમુક એભિનેતાઓ એવા પણ છે જેઓએ ઓછા સમયમાં ખુબ નામના તો મેળવી લીધી પણ જીવનમાં આવેલા ઉતાર-ચઢાવને લીધે આજે ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ જ થઈ ગયા છે.

એક સમયે હતો જ્યારે આવા અભિનેતાઓના દરેક  કોઈ દીવાના હતા પણ આજે તેઓને ઓળખવા પણ મુશ્કિલ બની ગયા છે. જો કે સિનેમા જગતમાં સીતારાઓના જીવનમાં ઉતાર-ચઢાવ આવવા સામાન્ય વાત છે. એવામાં આજે અમે તમને એવા જ અમુક અભિનેતાઓ વિશે જણાવીશું જેઓ એક સમયે ખુબ ચર્ચિત હતા પણ આજે ગુમનામીભર્યું જીવન જીવી રહ્યા છે.

1. ફરદીન ખાન:

અભિનેતા ફરદીન ખાન બોલીવુડના ફેમસ અભિનેતા ફિરોઝ ખાનના દીકરા છે. ફરદીન ખાન ચોકલેટી બોયના લિસ્ટમાં શામિલ હતા અને લાખો છોકરીઓ તેના પર ફિદા હતી. એક સમયે તે બોલીવુડના હેન્ડસમ અભિનેતા માનવામાં આવતા હતા પણ કહેવામાં આવ્યું હતું કે ડ્રગ્ઝના નશામાં ડૂબીને તેણે પોતાના કેરિયરને બરબાદ કરી નાખ્યું. વર્ષ 1998 માં ફિલ્મ ‘પ્રેમ અગન’થી ડેબ્યુ કરનારા ફરદીન ખાનનું કેરિયેર કઈ લાબું ન ચાલ્યું.

 

View this post on Instagram

 

A post shared by fardeen feroz khan actor ↩ (@fardeen__khan_actor) on

છેલ્લી વાર ફરદીન ખાન વર્ષ 2010 માં ‘દુલ્હા મિલ ગયા’ ફિલ્મમાં જોવા મળ્યા હતા. તેના વધતા વજનને લીધે તેને કામ મળવાનું પણ બંધ થઇ ગયું હતું. આજે ફરદીન ખાન બોલીવુડથી દુર પોતાના પરિવાર સાથે જીવન વિતાવી રહ્યા છે. એક સમયના હેન્ડસમ ફરદીનને આજે ઓળખવા પણ મુશ્કિલ બની ગયા છે.

2. શાબાદ ખાન:

Image Source

બોલીવુડની સુપરહિટ ફિલ્મ ‘શોલે’માં ગબ્બરના કિરદારમાં અભિનેતા અમજદ ખાનના દીકરા શાબાદ ખાને બોલીવુડમાં ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.

Image Source

ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી રાની મુખર્જી પણ મુખ્ય કિરદારમાં હતી. જો કે શાબાદ પોતાના પિતાની જેમ બોલીવુડમાં નામ ન બનાવી શકયા અને આટલા સમય પછી તેના દેખાવમાં પણ ખુબ જ બદલાવ આવી ગયો છે.

3. વિવેકે મુશરાન:

Image Source

પોતાના જમાનાની સુપરહિટ ફિલ્મ ‘સૌદાગર’ દ્વારા ફિલ્મોમાં ડેબ્યુ કરનારા વિવેક મુશરનના અભિનયને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી અને સિલ્વર જુબલી પણ બનાવી હતી. ફિલ્મમાં અભિનેત્રી મનીષા કોઈરાલા પણ મુખ્ય કિરદારમાં હતી. આ ફિલ્મ પછી બોલીવુડને એક નવા શાનદાર અભિનેતા પણ મળી ગયા હતા.

Image Source

જેના પછી વિવેકે ઘણી ફિલ્મોમાં કામ પણ કર્યું પણ ધીમે ધીમે તેની લોકપ્રિયતા ઘટવા લાગી અને તેનું ફિલ્મી કેરિયર પડી ભાંગ્યું. જેના પછી વિવેકે ફિલ્મી દુનિયાથી દુરી બનાવી લીધી અને કામ ન મળવા પર તેણે ટીવી શો માં કામ કરવાનું શરૂ કર્યું હતું, વિવેક ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કરી ચુક્યા છે.

4. ઉદય ચોપરા:

Image Source

બોલીવુડના જાણીતા નિર્માતા યશ ચોપરાના નાના દીકરા ઉદય ચોપરાએ ઘણી હિટ ફિલોમા કામ કરેલું છે. ઉદય ચોપરાએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત વર્ષ 2000 માં આવેલી શાહરુખ-અમિતાભની ફિલ્મ ‘મોહબ્બતેં’ દ્વારા કરી હતી.

Image Source

આ ફિલ્મ પછી તે ખુબ છવાઈ ગયા હતા પણ પછીની ફિલ્મોમાં ઉદય કઈ ખાસ કમાલ દેખાડી શક્યા ન હતા અને અચાનક જ ફિલ્મ જગથી ગાયબ થઇ ગયા હતા. આજે ઉદયને ઓળખવા પણ મુશ્કિલ થઇ ગયા છે. 46 વર્ષના ઉદય હજી સુધી સિંગલ છે અને લગ્ન કર્યા નથી.

5. હરમન બાવેજા:

Image Source

ફિલ્મ નિર્દેશક હૈરી બાવેજા અને નિર્માતા પમ્મી બાવેજાના દીકરા હરમન બાવેજાએ વર્ષ 2008 માં ફિલ્મ ‘લવ સ્ટોરી-2050’ દ્વારા ડેબ્યુ કર્યું હતું. ફિલ્મમાં તેની સાથે પ્રિયંકા ચોપરા પણ ખાસ કિરદારમાં હતી. તે સમયે માનવામાં આવ્યું  હતું કે આવનારા સમયમાં તે સુપરસ્ટાર્સને પણ ટક્કર આપશે પણ આવું થઇ શક્યું ન હતું. હરમન બાવેજા તે કલાકારોમાંના એક છે જેની પાસે પોતાના પિતાની નામના હોવા છતાં પણ બોલીવુડમાં કઈ કરી શક્યા ન હતા.

Image Source

વર્ષ 2009 માં હૈરી બાવેજાએ પોતાના દીકરા હરમન માટે ‘વ્હોટ્સ યોર રાશિ’ ફિલ્મ બનાવી તે પણ ફ્લોપ સાબિત થઇ. હરમને પોતાના કેરિયેરમાં માત્ર 5 ફિલ્મો જ કરી હતી અને તે પણ ફ્લોપ. લગાતાર ફ્લોપ થવાને લીધે હરમને ફિલ્મોથી દુરી બનાવી લીધી અને આજે તેના દેખાવમાં એટલો બદલાવ આવી ગયો છે કે તેને ઓળખવા પણ મુશ્કિલ થઇ ગયા છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.