ખબર

31 માર્ચ પહેલા ખતમ કરી દેજો આ નાણાકીય 5 કામકાજો, નહિ તો આવશે પછતાવવાનો વારો

માર્ચ મહિનો નાણાકીય કામકાજ પૂર્ણ કરવા માટેનો મહિનો ગણવામાં આવે છે, ત્યારે આ મહિને કેટલાક એવા કામ છે જેમાં ઢીલ મુકવી તમને ભારે પડી શકે છે. એવા મુખ્ય પાંચ કામો છે, જે તમે પૂર્ણ નહિ કરો તો તમને પછતાવવાનો વારો આવી શકે છે. ચાલો જાણીએ એવા ક્યાં ક્યાં 5 કામો છે જે આ મહિનાના અંત સુધી પૂર્ણ કરી લેવા જોઈએ.

Image Source

1. પાન- આધારકાર્ડ સાથે લિંક:
સરકાર દ્વારા પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરાવવાની તારીખમાં ઘણીવાર વધારો કરવામાં આવ્યો છે. જો તમે પાનકાર્ડ સાથે આધારકાર્ડ સાથે લિંક નહીં કરાવ્યું હોય તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમારા ઉપર 10 હજાર રૂપિયા સુધીનો દંડ પણ ફટકારી શકે છે. પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરાવવાની છેલ્લી તારીખ સરકાર દ્વારા 31 માર્ચ નક્કી કરવામાં આવી છે.

Image Source

2. પ્રધાનમંત્રી આવાસ યોજના સબસીડી:
પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ રૂપિયા 6 લાખથી 18 લાખની વાર્ષિક આવક ધરાવતા મધ્યમ આવક જૂથોને હોમ લોન પર નિયમો અને શરતોને આધિન સબસિડી આ યોજના હેઠળ આપવામાં આવે છે. હોમ લોન પર ઓછા વ્યાજ દરની સાથે લોનધારકોના EMI પણ નીચા થઈ જાય છે. ત્યારે આ ક્રેડિટ સબસીડી લેવાની અંતિમ તારીખ પણ 31 માર્ચ 2021 છે.

Image Source

3. ટેક્સમાં બચત કરવા માટે:
જો તમે જૂની કર પ્રણાલી પસંદ કરી છે તો તમારે ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ અથવા ખર્ચ 31 માર્ચ પહેલા પુરા કરી લેવા પડશે. જો તમે 31 માર્ચ 2021 સુધી ચુકી જશો તો તમારી આવકવેરાની જવાબદારી ઘટી જશે.

Image Source

4. ઇમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી યોજના:
સરકારે જાહેર કરેલા આત્મનિર્ભર પેકેજ હેઠળ ઇમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી યોજના 13 મેં 2020ના રોજ જાહેર કરી હતી. આ યોજના દ્વારા નવું સ્ટાર્ટઅપ કરવા માટે કે નવો રોજગાર શરૂ કરવા માટે ઇચ્છુક વ્યક્તિઓ સહિત વિવિધ સંસ્થાઓને અવેજ મુક્ત અને સરકારી જામીનગીરી સાથેની લોન આપવાની યોજના હતી. આ યોજનાનો લાભ લેવાની અંતિમ તારીખ પણ 31 માર્ચ 2021 છે.

Image Source

5. 2019-20ના ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ:
નાણાકીય વર્ષ 2019-20 માટે જો તમે ભરેલા આઈટીઆરમાં કોઈ ભૂલ છે તો તમે તેને 31 માર્ચ 2021માં સુધારી શકો છો, આ ઉપરાંત વર્ષ 2019-20 માટે ઓડિટ હેઠળ ગયેલ વ્યકતિગત ખાતાઓના સુધારેલ અથવા મોડા ભરેલ આવકવેરા રીટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2021 છે.જો કોઈ વ્યક્તિ આ તારીખ બાદ આઈટીઆર મોડું ફાઈલ કરશે તો તેને 10,000 રૂપિયા સુધીનો દંડ પણ થઇ શકે છે. જો કે 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોને આ દંડ 1000 રૂપિયા રહેશે.