આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 5 ફેબ્રુઆરી 2020

0

1. મેષ – અ, લ ,ઈ (Aries):
તમારી આર્થિક પરીસ્થિતિ પહેલા કરતા વધુ સારી થશે. જો દેવું છે તો દેવું પણ ચૂકવી શકશો. મિલકત એટલે કે જમીન અથવા ઘર લેવાના યોગ પણ બની રહ્યા છે. પરિવારમાં સુખ અને શાંતિની સ્થાપના થશે. નાના મોટા જે પણ અણબનાવ ચાલી રહ્યા હતા એ બધાનો અંત થશે.

લગ્નજીવન પહેલાથી પણ વધારે સુડનાર બનશે. આજે તબિયતનું વિશેષ ધ્યાન રાખજો, બહારનું ખાવાનું અને ફાસ્ટ ફૂડથી દૂર રહો. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ સારો છે. ઉતાવળે આજે કોઈપણ નિર્ણય લેવાનો નથી એ તમારી માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. વેપારી મિત્રોને પણ ધારેલ પરિણામ મળશે. કોઈપણ કાગળ પર સહી કરતા પહેલા બધું બરાબર વાંચીને ખાતરી કરજો. એકંદરે રોજ કરતા આજનો દિવસ સારો હશે.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
જો તમે સમય સાથે ચાલવા માંગો છો તો જેમ સમયમાં પરિવર્તન આવે છે એમ તમારા જીવનમાં પણ પરિવર્તન લાવો જેના કારણે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની સ્થાપના થશે. પૈસા બનાવવા માટે જો કોઈ સારો પ્રોજેક્ટ હાથમાં આવે છે તો તેને પુરતી ચકાસણી કરીને લાંબા ગાળા માટે રોકાણ કરો. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેશો નહિ. આજે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મલકાત લો. કોઈપણ નાના કે મોટા વ્યક્તિ સાથે વાત કરો ત્યારે વાણી અને વર્તનમાં થોડી તકેદારી રાખજો કોઈનું મનદુઃખ કે પછી અપમાન ના થઇ જાય એ વાતનું ધ્યાન રાખજો. રાતનો સમય પરિવાર સાથે વિતાવો અને ઘરના વાતાવરણને હળવું કરવા માટે અનોખા પ્રયત્ન કરો.
શુભ અંક : ૮
શુભ રંગ : નારંગી

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
લાંબા સમયથી ચાલી રહેલી પૈસાની તંગીમાં આજે સુધાર આવશે. પૈસા આવવાના કારણે તમે તમારું મનગમતું કામ કરી શકશો. બની શકે તો આજે જુના મિત્રોને કોન્ટેક્ટ કરો. તમારા પરિવાર સાથે વિતાવેલો આજનો સમય તમને જીવનભર યાદ રહેશે. તમારા કામના સ્થળે અમુક લોકો તમને તમારા કામ તરફથી ધ્યાન હટાવી લેવાનું ટ્રાય કરશે. આજે થોડું નુકશાન પણ જઈ શકે છે. આજે રાતનો સમય પરિવાર સાથે વિતાવો. તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

4. કર્ક – ડ, હ (Cancer):
તમારા પ્રિયપાત્ર સાથે આજે લોંગડ્રાઈવ પર જાવ જે તમારા લગ્નજીવનમાં નવો ઉત્સાહ લઈને આવશે. તમારે આજે સફળ થવા માટે બહુ મહેનત નહિ કરવી પડે હા માનસિક તૈયારી રાખો કે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકો. આજે સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની દિવસના અંતે આવી શકે છે. આજે તમે થોડી નવી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો. આજે પરિવારમાં કોઈની તબિયત બગડે તેવા યોગ બની રહ્યા છે તો તેમની તકેદારી વિશેષ રાખજો. આજે તમારે કોઈનું મન દુભાવવાનું નથી. આજનો દિવસ વ્યસ્તતાથી ભરપુર રહેશે. આર્થિક સ્થતિ સધ્ધર બનશે.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો

5. સિંહ – મ, ટ (Lio):
ઓફિસમાં તમારા ઉપરી અધિકારી તમારા કામથી ખુશ થશે. તમારા અટકી રહેલા કાર્ય પુરા થઇ શકશે. તમારા સાથી કર્મચારી તમારાથી ઈર્ષા કરશે. આજે પરિવારના સભ્યો પણ તમારાથી ખુશ રહેશે. વધુ ને વધુ લોકો સાથે મુલાકાત કરો તમારો આવનારો સમય હવે તમારા હાથમાં જ છે. કોઈપણ રોકાણ કરવા માટેનો નિર્ણય કરતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારીઓની સલાહ લેવાનું રાખો. જીવનસાથીની તબિયત તમને વિચલિત કરશે. રોકાણ કરવા માટે સારો સમય.
શુભ અંક : ૩
શુભ રંગ : જાંબલી

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
નવરાશના સમયમાં કોઈપણ જાતના ટાઇમપાસ કર્યા વગર એ સમયનો સદુપયોગ કરજો. આજે તમારા હાથ નીચે કામ કરતા દરેક લોકો તરફથી તમને ખૂબ માન અને સન્માન મળશે. જેના કારણે તમારા આખા દિવસનો થાક ઉતરી જશે અને તમારી સાંજ ખુશનુમા જશે. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.
શુભ અંક : ૨
શુભ રંગ : આસમાની

7. તુલા – ર, ત (Libra):
આજે તમારે તમારી વાણી અને વર્તનમાં સાવધાન રહેવાની જરૂરત છે. ક્યાંક તમારી નાની વાતનું મોટું સ્વરૂપ ના બની જાય. તમારા અગત્યના પ્રોજેક્ટમાં થોડી તકલીફ આવશે. કોઈ ઉપરી અધિકારીની મદદથી આજે ઓફિસમાં તમારા અટકેલા કામ કરવાનો પ્રયત્ન કરો. આજે તમારા વ્યવહારથી તમારા જીવનસાથી તમારાથી નારાજ થઇ શકે છે. તેમની સાથે બહુ નરમાશથી અને પ્રેમથી વાત કરો. આજે રાતનો સમય પરિવાર સાથે વિતાવો. તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
પરિવાર અને મિત્રોના સહકારથી આજે તમે દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકશો. આજે તમારે થોડી વધારે પડતી મહેનત કરવી પડશે પણ તેનો ફાયદો તમને ચોક્કસ મળશે એટલે નિરાશ થતા નહિ. તમારા જીવાસથી તરફથી આજે તમને સરપ્રાઈઝ મળશે અથવા તો સારા સમાચાર મળશે. બાળકો સાથે આજે થોડો સમય પસાર કરો. કોઈપણ નાના કે મોટા વ્યક્તિ સાથે વાત કરો ત્યારે વાણી અને વર્તનમાં થોડી તકેદારી રાખજો કોઈનું મનદુઃખ કે પછી અપમાન ના થઇ જાય એ વાતનું ધ્યાન રાખજો. રાતનો સમય પરિવાર સાથે વિતાવો અને ઘરના વાતાવરણને હળવું કરવા માટે અનોખા પ્રયત્ન કરો.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
જો તમે ઈચ્છો છો કે તમારા કામની સરાહના થાય તો પછી સૌથી પહેલા તમારે તમારા સાથી કર્મચારી દ્વારા કરવામાં આવતા સારા કાર્યોને વધાવવા પડશે. આમ કરવાથી તમારા અટકી પડેલા પ્રોજેક્ટ ફરી શરુ થશે અને તમને સાથી કર્મચારી મિત્રોનો સહકાર પણ પ્રાપ્ત થશે. તમારા સંતાનો તરફથી આજે તમને સારા સમાચાર મળશે. આજે તમારા પ્રિયજનની તબિયત નરમ ગરમ રહેશે તેમને તમારા પ્રેમની હૂંફ આપો. જે મિત્રો કોઈને પ્રેમ કરતા હોય અને તેમને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા છે તો તેઓએ બહુ ઉતાવળ કરવી નહિ આજે પુરતી ચકાસણી કરો અને પછી જ કોઈ નિર્ણય કરજો નહિ તો તમારી દોસ્તી પણ નહિ રહે.
શુભ અંક : ૧
શુભ રંગ : સફેદ

10. મકર – જ, ખ (Capricorn):
આજે ફાલતું અને વધારાના ખર્ચ પર કાબુ કરવાની જરૂરત છે. આજે વેપારી મિત્રોને ભાગીદારીથી ફાયદો થશે. કોઈ મિત્ર નાનો વેપાર શરુ કરવા માંગે છે તો આજનો દિવસ યોગ્ય છે. આજે તમારી મુલાકાત એવા વ્યક્તિ સાથે થશે જે તમને ભવિષ્યમાં ઘણી મદદરૂપ થશે. આજે તમારા સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે. આજે સ્વાસ્થ્ય વિષે ખાસ તકેદારી રાખવાની જરૂરત છે. બહારનું ખુલ્લું ખાવાનું ખાવું નહિ. આજે વાહન ચલાવતા તકેદારી રાખવી સીટબેલ્ટ અવશ્ય પહેરો. આજે સાંજે મનની શાંતિ માટે પરિવાર સાથે કોઈ નજીકના ધાર્મિક સ્થળની મુલાકાત લો.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
જો તમે લોકોના ટોળામાંથી આગળ આવવા માંગો છો તો આજે તમારે તમારો સ્વભાવ બદલવાની જરૂરત છે. તમારા સંપર્કમાં આવતા દરેક લોકોને માન અને સન્માન આપો. તમારી વાણી અને વર્તનથી કોઈ દુખી ના થઇ જાય તેની સાવધાની રાખો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.
શુભ અંક : ૩
શુભ રંગ : જાંબલી

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
નોકરી કરતા મિત્રોને પ્રમોશનના યોગ છે. વેપારી મિત્રોને પોતાના બિઝનેસ માટે કરેલ લોનની અરજી સ્વીકાર થશે અને તેમારો બિઝનેસ વધારી શકશો. આજે સ્વાસ્થ્ય સારું રહેશે. શરીર ક્યાંક દુખાવો થતો હોય તો તેલ માલીશ દ્વારા તેમાંથી રાહત મેળવી શકશો. પ્રેમી માટે આજે સારો દિવસ છે સાંજના સમયે પ્રેમી યુગલ કોઈ મુસાફરી પર જઈ શકે છે. આજે પારિવારિક જીવન ખુશીથી ભરપુર હશે. નજીકના કોઈ સંબધીના ત્યાંથી કોઈ સારા પ્રસંગના સમાચાર મળશે.
શુભ અંક : ૯
શુભ રંગ : જાંબલી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે ફેબ્રુઆરી પછી તમારે રસ્તો ઓળંગા સમયે તકેદારી રાખવાની છે ઘરમાં કોઈનો અકસ્માત થવાના યોગ છે તો વાહન ચલાવતી વખતે પણ તકેદારી રાખજો. આ વર્ષે પરિવારના સભ્યો અને તમારી બધાની તબિયત સારી રહે તેના માટે યોગ્ય અને પોષ્ટિક ખોરાક લેવાનો છે. બહારનું અને ખુલ્લું જમવાનું ટાળો. વડીલોનું નિયમિત ડોક્ટરની મુલાકાત અને દવાઓનું પણ ધ્યાન રાખો.

નોકરી-ધંધો – આ વર્ષે રોકાણ કરવા માટેના અનેક યોગ બની રહ્યા છે તમે ઈચ્છો તો સ્થાયી મિલકત ખરીદી શકો છો. ભવિષ્યમાં અનેક લાભ થાય એવી શંકાસ્પદ સ્કીમમાં પૈસા રોકવા નહિ. પૈસા રોકાણ કરવા માટે આ વર્ષે તમારા પરિવારના વડીલો અથવા ઉપરી અધિકારી મિત્રોની સલાહ લેવાનું હિતાવહ છે.

કૌટુંબિક-પારિવારિક – જે મિત્રો પોતાના જીવનસાથીની શોધમાં છે તેમની માટે આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. તમારી સામે હશે તમારો જીવનસાથી પણ તમે તેને ઓળખી શકશો નહિ. જો કોઈને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા હોવ તો આ વર્ષ તમારા માટે સારું છે તો યોગ્ય સ્થળ અને સમય જોઇને તેમને પ્રપોઝ કરો. વર્ષની શરૂઆત અનેક સારા સમાચારથી થશે. આ વર્ષે અનેક સારા સમાચાર મળશે જેનાથી તમારી અને તમારા પરિવાર વચ્ચે બોન્ડીંગ વધશે. તમારા જુના મિત્રો અને નારાજ થયેલા પરિવારજનોને પણ તમારી ખુશીમાં સામેલ કરો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.