હનુમાનજીના 5 એવા ચમત્કારી મંદિર જયાં ભક્તની બધી મનોકામના થાય છે પૂરી

હનુમાનજી જલ્દી જ પ્રસન્ન થવાવાળા ભગવાન છે. તેમની પૂજા કરવા માટે કોઇ વિશેષ તૈયારીની પણ જરૂરત નથી હોતી. માન્યતા છે કે હનુમાનજી એક એવા દેવતા છે જે આજે પણ દેશમાં ભ્રમણ કરે છે. મંગળવારના દિવસે ભક્ત હનુમાનજીની પૂજા અર્ચના કરે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને બુંદીના લડ્ડુનો પ્રસાદ પણ ચઢાવે છે. આજે આપણે જાણીશું દેશના 5 એવા ચમત્કારી મંદિર વિશે જયાં પૂજા અને દર્શન કરવાથી ભક્તની બધી મનોકામના પૂર્ણ થાય છે.

1.હનુમાન ધારા મંદિર : હનુમાનજીને સમર્પિત આ મંદિર ચુત્રકુટમાં છે. આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ પાસે બે જળ કુંડ છે. આ જળ કુંડની ધારા હનુમાનજીને સ્પર્શ કરતી વહે છે. આ માટે આ મંદિરનું નામ હનુમાન ધારા પડ્યુ. અહી દર્શન કરવાથી બધા કષ્ટ દૂર થાય છે.

2.હનુમાન મંદિર પ્રયાગરાજ : હનુમાનજીનું આ મંદીર પ્રયાગરાજમાં સંગમ નદીના કિનારે છે. આ મંદિર એક એવું છે જયાં હનુમાનજીની 20 ફૂટની પ્રતિમા છે, આ મંદિરમાં દર્શન કરવાથી બધી પરેશાનીઓનો અંત થઇ જાય છે.

3.સંકટમોચન મંદિર : હનુમાનજીને સમર્પિત આ મંદિર વારાણસીમાં છે, માન્યતા છે કે આ મંદિરની મૂર્તિ તુલસીદાસની તપસ્યાથી પ્રકટ થઇ છે. કહેવામાં આવે છે કે આ મંદિરમાં વિરાજમાન હનુમાનજીના દર્શથી જ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.

4.હનુમાનગઢી મંદિર : હનુમાનજીનું આ મંદિર અયોધ્યામાં સ્થિત છે. આ મંદિર હનુમાનગઢીના નામથી પ્રસિદ્ધ છે. 60 સીડીઓ ચઢીને અહીં હનુમાનજીના દર્શન થાય છે. દર્શન કર્યા બાદ ભક્તની મનોકામના પૂર્ણ થાય છે, એવી માન્યતા છે.

5.ઊંધા હનુમાનજીનું મંદિર : ઊંધા હનુમાનજીનું મંદિર ઇન્દોરમાં છે. આ મંદિરમાં ઊંધા હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ મંદિરમાં જે પણ આવે છે તે ખાલી હાથ નથી જતા

Shah Jina