મનોરંજન

સાઉથના આ 5 સિતારાઓ જરાય હીરો જેવા લાગતા નથી, લોકો એક્ટિંગની મજાક ઉડાવે છે

આપણે ઘણી વાર જોતા હોય છે કે, બૉલીવુડ અને સાઉથના એક્ટરમાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે. લોકોના મનમાં એક્ટરની વ્યાખ્યા કંઈક અલગ જ હોય છે. એક્ટર એટલે દેખાવમાં સુંદર, રોમાન્સ, ડાન્સ બધું જ કરતા આવડતું હોવું જોઈએ. એક્ટર જયારે એક્ટિંગ કરતા હોય ત્યારે એવું લાગતું હોય છે કે,તે બીજા એક્ટરથી કંઈક હટકે કરે છે. પરંતુ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સાઉથના એ ઍક્ટરો વિષે જે એક્ટિંગમાં ડાયલોગ બોલે ને તો પણ લોકોને હસવું આવે અને એક્ટિંગની મજાક ઉડાડવાની ઈચ્છા થાય.

આવો જાણીએ સાઉથના હીરો વિષે જેની લોકો મજાક ઉડાવે છે.

Image Source

નંદામુરી બાલકૃષ્ણ :

સાઉથના વધુ એક એક્ટર ને ખબર નથી કે તે એક્ટર કેમ બની ગયો. આ એક્ટરની એક્શન તો કંઈક હ્સથી વધારે જ હોય છે. નંદમુરિ બાલકૃષ્ણે સાઉથમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ લોકો તેની એક્શન જોઈને તાળી ના વગાડે પરંતુ હસતા જોવા મળે છે. તેની દરેક ફિલ્મમાં ઓવરએક્ટિંગ જ જોવા મળે છે. હવે તો આ એકટરને ફિલ્મની ઓફર પણ ઓછી આવવા લાગી છે.

Image Source

દર્શન :

સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરનારા દર્શને સાઉથ ઇન્ડસ્ટ્રીઝમમાં ઘણી ફિલ્મમાં લીડ રોલ કર્યા છે. તેની કોઈક જ ફિલ્મ જોવા લાયક હોય છે. અમુક વાર તેની ફિલ્મને  જોઈને વિચાર આવે છે કે આ એક્ટર કેમ બની ગયો હશે. દર્શન તેની બધી જ ફિલ્મમાં એટલી બધી તેની તારીફ કરતો હોય છે સાથે જ એક્શન તો એવી રીતે કરે કે, જે કયારે પણ પોસિબલ જ ના હોય.

Image Source

વેંટકેશ દગ્ગ્બુતી :

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી બધી ફિલ્મોમાં હીરો બનવાવાળા વેંટકેશ દગ્ગ્બુતીને સાઉથની ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. આટલું જ નહીં તેને બોલીવુડમાં પણ કામ કર્યું છે, પરંતુ તે સફળ નથી થઇ શક્યો. તેની ફિલ્મોમાં તે તેની તારીફ કરતા નજરે ચડે છે, તેને એવા સ્ટંટ પણ કર્યા છે જે તેને કયારે પણ કર્યા ના હોય.

Image Source

વિષ્ણુ મંચુ:

સાઉથના હીરો વિષ્ણુ મંચુએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેની 1 કે 2 જ ફિલ્મો જોવા લાયક છે. વિષ્ણુ મંચુની વધારે પડતી ફિલ્મોમાં ઓવરએક્ટિંગથી લોકો બોર થઇ જાય છે. ખબર નહીં વિષ્ણુમંચુ કેમ હીરો બની ગયો છે. તેની એક્શન જોઈને લોકો હસવા લાગે છે.

Image Source

અલ્લારી નરેશ :

સાઉથ ફિલ્મના એક્ટર અલ્લારી નરેશએ સાઉથની ઘણી ફિલ્મમાં કામ કર્યું છે પરંતુ તેની 1 કે 2 ફિલ્મ જ જોવાલાયક છે. નરેશ સારો એક્ટર નથી બની શક્યો, તે ઘણી ફિલ્મોમાં ઓવરઍક્ટિંગ કરતો નજરે ચડે છે.