જો કે તમેં તમારા લગ્નના દરેક ફંક્શન માટેના ડ્રેસ ખરીદી જ લીધા હશે, પણ શું તમે લગ્ન પછી સાસરે જઈને પહેલા જ દીસવે શું પહેરવું તેના વિશે વિચાર કર્યો છે? સાસરે પહેલો દિવસ દરેક મહિલા માટે ખુબ જ ખાસ હોય છે જ્યા તે ઘણા નવા નવા મહેમાનોને મળે છે. એવામાં મોટાભાગે લોકો નવી નવેલી દુલ્હનના કપડાથી લઈને તેના ઘરેણાઓ પર બારીકીથી નજર રાખે છે. પણ મોટાભાગે છોકરીઓ ચીંતીત હોય છે કે લગ્નના પહેલા જ દિવસે કેવા કપડા પહેરવા, એવામાં આજે અમે તમને એવા આઉટફિટ્સ વિશે જણાવીશું જેને તમે પણ લગ્નના પહેલા દિવસે પહેરીને લોકોની નજરમાં આવી શકો છો.

1. અનારકલી સૂટ:

જો તમે પણ લગ્નના દરેક સમારોહમાં લહેંગા અને ભારે ભરખમ સાડી પહેરીને થાકી ગયા છો તો અનારકલી ડ્રેસ તમારા માટે સારો વિકલ્પ છે. જો કે ડ્રેસ પહેરતા પહેલા પરિવારના લોકોનો અભિપ્રાય જાણી લો, કેમ કે મોટાભાગના ઘરોમાં લગ્ન પહેલા સાડી પહેરવાનું વધારે મહત્વ હોય છે.
2.કાંજીવરમ સાડી:

દુલ્હનની વાત હોય તો તેઓના પર કાંજીવરમ સાડીઓ ખુબ જ સુંદર લાગે છે. તમે લાઈટ રંગની એમ્બ્રોડરી વાળી કાંજીવરમ સાડી પહેરી શકો છો, જેની સાથે લાઈટ મેકઅપ અને સાડીને મેચ થતી જવેલરી તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે.
3. સિલ્ક સાડી:

કાંજીવરમ સાડી ખરીદવી તમારા બજેટમાં નથી તો તમે સિલ્ક સાડી પહેરીને પણ સુંદરતા નિખારી શકો છો. આજના સમયમાં બજારોમાં એકથી એક સુંદર સિલ્ક સાડીઓ મળી જ જાય છે. તમારા સ્કિનટોનના હિસાબે સિલ્ક સાડી ખરીદીને મેચિંગ ઘરેણા પહેરી શકો છો.
4. શરારા ડ્રેસ:

શરારા ડ્રેસ એક એવો ડ્રેસ છે જે દરેક સમારોહ માટે પરફેક્ટ છે. લગ્નના બીજા જ દિવસે તમે શરારા ડ્રેસ પહેરીને ચાર ચાંદ લગાવી શકો છો.
5. પેસ્ટલ લહેંગા:

પેસ્ટલ લહેંગા દરેક કોઈ પર સુંદર જ લાગે છે. બૉલીવુડ અભિનેત્રીઓ પણ લગ્ન પછી પેસ્ટલ લહેંગા પહેરવાનું વધારે પસંદ કરે છે. તમે લાઈટ લહેંગાને ડાઈમંડના ઘરેણા સાથે પહેરી શકો છો, પછી લોકોની પ્રશંસા ન થાય તો કહેજો.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.