કારનું ટાયર નીકળ્યું અને યુવકનું ઘટનાસ્થળે દર્દનાક મોત, ગુજરાતમાં અકસ્માતની 4 ઘટનાઓમાં 5 લોકોના મૃત્યુ, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોની ઘટના સામે આવે છે, જેમાં ઘણા લોકો મૃત્યુ પામતા હોય છે, ત્યારે હાલમાં રાજ્યમાં અકસ્માતની એકસાથે 4 ઘટનાઓ બની જેમાં 5 લોકોના મોત થયા હોવાની ખબર છે. સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક રાહદારીનું મોત થયું જ્યારે કચ્છના ભચાઉમાં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના મોત થયા. નડિયાદમાં કારનું ટાયર નીકળવાને કારણે એક યુવકનું ઘટનાસ્થળે મોત થયું તો વલસાડમાં અક્સ્માતની એક ઘટના બની.

પ્રાપ્ત વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં નેશનલ હાઇવે 48 પર હિટ એન્ડ રનની ઘટનામાં બે લોકોના મોત થયા. વલસાડના પારડી નજીક પૂરપાટ ઝડપે દોડતી કાર પલટી મારી જતા કારમાં સવાર એક યુવક અને યુવતીનો ચમત્કારિક બચાવ થયો. બીજી ઘટનાની વાત કરીએ તો, મોરબીના હળવદના ખાખરેચી ગામના કોળી સમાજનો પરિવાર માતાના મઢ આશાપુરા માતાજીના દર્શને ગયો હતો અને ત્યાંથી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો.

આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા. જ્યારે સુરતમાં ધામરોડ ગામ પાસે એક અજાણ્યા વાહને એક રાહદારીને અડફેટમાં લીધો અને ગંભીર ઈજાઓના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. જ્યારે કચ્છના ભચાઉના કટારિયા ગામ નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ટક્કર થતા 3 લોકોના મોત થયા અને 10થી12 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

ખેડાના નડિયાદમાં નેશનલ હાઇવે પર પીજ ચોકડીથી પીપલજ ચોકડી તરફ ટીયાગો કાર કરે જે પૂરપાટ ઝડપે જઇ રહી હતી તેનું પાછળનું ટાયર નીકળી જવાને કારણે કાર રેલિંગ સાથે અથડાઈ અને કારચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડાયો.

Shah Jina