આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 5 ડિસેમ્બર 2019

0
Advertisement

1. મેષ – અ,લ,ઈ (Aries):
કોઈપણ મુશ્કેલી આવી જાય તમારા જીવનસાથી સાથેના સંબંધો બગાડશો નહિ એક એ જ એવી વ્યક્તિ છે જે આજે તમને સાથ આપશે. આજે કોઈ વ્યક્તિ સાથે બહુ વધારે પડતા પૈસાનો વ્યવહાર કરશો નહિ એ વ્યવહાર ભવિષ્યમાં તમારા સંબંધો બગાડી શકે છે.

આજે કોઈ મોટા માથાના વ્યક્તિ સાથે મુલાકાત થશે તો તમારે તમારા ડરને એ લોકો સમક્ષ આવવા દેવાનો નથી. આત્મવિશ્વાસથી તમે કોઈપણ મુશ્કેલીઓનો સામનો કરી શકશો.
શુભ અંક : ૭
શુભ રંગ : ગુલાબી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે આર્થિક પરીસ્થિતિ મજબુત બનશે. નોકરી કરતા મિત્રોની આવકમાં વધારો થશે. વેપારી મિત્રોને પણ અચાનક ધનલાભના યોગ છે. પરિવાર સાથે આજે સારો સમય વિતાવી શકશો. ઘરમાં સારા પ્રસંગ આવશે. બાળકો અને જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો અને સંતાનો તમને સરપ્રાઈઝ પણ આપો શકશે. આજે વિદ્યાર્થીઓ માટે સમય અનુકુળ છે. આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવાની છે. પેટ અને આંખો સંબંધિત કોઈ તકલીફ થઇ શકે છે. મીડિયા, કળા, સોંદર્ય વગેરે જેવા કામ સાથે જોડાયેલ લોકોને આજે સારો ફાયદો મળશે. જુના મિત્રોને મળીને મન ખુશ થઇ જશે.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે કોઈપણ કારણોસર તમને આઘાત લાગી શકે છે તો એનો ગુસ્સો તમારે બાળકો અને પરિવારજનો પર નથી કરવાનો. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેત રહેજો આજે અકસ્માતના યોગ બની રહ્યા છે તો તકેદારીમાં જ સમજદારી છે. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની

4. કર્ક – ડ,હ (Cancer):
સ્વાસ્થ્ય પ્રત્યે આજે થોડી સાવધાની રાખવાની જરૂરત છે કોઈ જૂની સમસ્યા તમને આજે પરેશાન કરશે. તે સમસ્યાનો ઉકેલ લાવવા માટે બને એટલા લોકોને મળવું પડે તો આજે મુલાકાત કરી લેજો. કોઈ ઉપરી અધિકારીની મદદથી આજે ઓફિસમાં તમારા અટકેલા કામ કરવાનો પ્રયત્ન કરો. આજે તમારા વ્યવહારથી તમારા જીવનસાથી તમારાથી નારાજ થઇ શકે છે. તેમની સાથે બહુ નરમાશથી અને પ્રેમથી વાત કરો. આજે રાતનો સમય પરિવાર સાથે વિતાવો.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

5. સિંહ – મ,ટ (Lio):
આજનો તમારો દિવસ અનેક અલગ અલગ કામ પૂર્ણ કરવામાં જશે તમારી કામ પાછળની ઘેલછાથી તમારા બોસ તો તમારાથી ખુશ થઇ જશે પણ તમારા પરિવારજનોને તમે બહુ ઓછો સમય આપો છો એવી ફરિયાદ સંભાળવા મળશે. આજે એવું હોય તો પરિવાર સાથે સાંજે થોડી હળવી ક્ષણો માણો. તમારા કામના અનુભવ અને નવી નવી વાતો એમને પણ જણાવો. તમારી ખુશીથી સૌથી પહેલા તમારો પરિવાર જ ખુશ થશે. આકસ્મિક પ્રવાસથી ધનલાભની શક્યતાઓ છે. કોઈપણ મહત્વનો નિર્ણય કરતા પહેલા ૧૦૦ વાર વિચાર કરજો અને પછી પૈસા ઇન્વેસ્ટ કરજો.
શુભ અંક : ૬
શુભ રંગ : જાંબલી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
શેર માર્કેટમાંથી આજે સારા પૈસા બનાવી શકશો. આજે લોટરી કે શરતી સ્કીમથી દૂર રહો. આજે પરિવારમાં બધાની વચ્ચે થોડી તણાવ ભરી પરીસ્થિતિ ઉભી થશે.આજે માતા, સંતાન અથવા જીવનસાથીની તબિયત નરમગરમ રહેશે. આજે તમારા પ્રેમ સંબંધોમાં કોઈ બહારનું વ્યક્તિ આવશે. આજે વાતાવરણ અનુસાર ભોજન કરવામાં કોઈ તકલીફ નથી. નોકરી કરતા મિત્રોને પ્રમોશન અને પગારવધારો મળશે. વિદ્યાર્થી મિત્રોને ભણવામાં આવતી દરેક તકલીફ આજે દૂર થઇ જશે. વેપારી મિત્રો આજે પોતાનો બિઝનેસ મજબુત બનાવી શકશે. આજે વેપાર અર્થે કરવામાં આવેલ મુસાફરીમાં તમને ફાયદો મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : સફેદ

7. તુલા – ર,ત (Libra):
જો ભવિષ્યને લઈને તમે કોઈ પ્લાન બનાવ્યો છે તો તેની શરૂઆત આજથી કરશો નહિ, તમારા નવા કામને લગતા વિચારો બહારના લોકોને જણાવશો નહિ, વેપારી મિત્રોને આજે મુસાફરી કરવાના યોગ છે તો જરૂરિયાતના કાગળ અને દવાઓ સાથે રાખો નહિ તો સ્વસ્થ્ય ખરાબ થવાના યોગ છે. જીવનસાથી જો ઘણા સમયથી નારાઝ છે તો તેમને કોઈ ભેટ આપીને મનાવી લો. આજની રાત તમારા જીવનની સૌથી યાદગાર રાત બની રહેશે. સંતાનો આજે તમારી મદદ માંગે કોઈ કામમાં તો પ્રેમથી તેમને સમજાવો અને મદદ કરો.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
એક્સ્ટ્રા ઇન્કમ કમાવવામાં તમને સફળતા મળશે. આજે કોઈને પણ ઉધાર આપતા અને કોઈ પાસેથી ઉધાર લેતા ખાસ તકેદારી રાખજો. આજે ઉતાવળે અને ઉત્સાહમાં આવીને કોઈપણ સ્કીમ કે પ્રોજેક્ટમાં પૈસા રોકતા પહેલા વિચારજો. આજે અમુક મિત્રોએ પોતાની વાણી અને વર્તન પર કાબુ રાખવાની જરૂરત છે. આજે ભાગ્યનો સંપૂર્ણ સાથ તમને મળશે. પતિ પત્ની વચ્ચે તકલીફ વધી શકે છે. એકબીજા સાથે શાંતિથી બેસીને વાત કરો. વિદ્યાર્થી મિત્રોએ આજે એડવાન્સ ટેકનોલોજીની મદદથી કામ પૂર્ણ કરવું પડશે. આજે પેટ સંબંધિત કોઈ તકલીફ થઇ શકે છે. આજે નોકરી કરતા મિત્રો માટે રોજ કરતા સામાન્ય દિવસ છે.
શુભ અંક : ૭
શુભ રંગ : નારંગી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે અફવાઓથી દૂર રહેવું સમાચારની કે વાતની પુરતી ખાતરી ના કરો ત્યાં સુધી કોઈપણ ઉતાવળે નિર્ણય લેશો નહિ. આજે કોઈપણ રોકાણ કરવા માટેની સ્કીમ આવે તો આજે કોઈપણ પ્રકારનું રોકાણ કરશો નહિ પૈસા ડૂબવાના ચાન્સ વધુ છે. આજે તમારા જીવનસાથી સાથે અણબનાવ બનવાના યોગ છે તો કોઈપણ નાની નાની વાતે ગુસ્સે થશો નહિ. જુના મિત્રો સાથે વાત કરીને તમારો દિવસ બની જશે. આજે કામના સ્થળે તમારી ઓળખ બનશે અને તમારા કામની નોંધ લેવાશે જેનાથી તમને નજીકના ભવિષ્યમાં ખુબ ફાયદો થશે. આજની સાંજ પરિવાર સાથે વિતાવો. આજે દિવસના અંતે કોઈને કોઈ સારા સમાચાર મળશે.
શુભ અંક : ૩
શુભ રંગ : આસમાની

10. મકર – જ, ખ (Capricorn):
આજે દિવસની શરૂઆત તો તમારી બહુ સારી હશે પણ ઓફિસમાં તમારા ઉપરી અધિકારી દ્વારા તમે કામ પૂર્ણ નથી કર્યું એના માટે તમારે સંભાળવું પડશે. બધાની વચ્ચે તમને કહેવામાં આવેલી વાતો તમને દુઃખ પહોચાડશે. આજે તમારા બાકી રહેલા પ્રોજેક્ટ અને કામ ને પુરા કરવા માટેનો યોગ્ય સમય છે. તમારા સાથી કર્મચારી તરફથી તમને પુરતો સપોર્ટ મળશે. તમારા ઓફીસના કામને લીધે આજે જીવનસાથી સાથે પણ નાની નાની વાતે ગુસ્સે થઇ જશો. મન શાંત રાખો અને તમારા પરિવારને તમારી તકલીફ સમજાવો. તેમની હાજરી અને સલાહથી તમારું મન હળવું થશે.
શુભ અંક : ૭
શુભ રંગ : ગુલાબી

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે જુના મિત્રો સાથે વાત કરીને મન પ્રફુલ્લિત રહેશે. આજે ખર્ચ વધશે, જીવન જરૂરિયાતની વસ્તુઓ અને તેની પાછળ ખર્ચ કરો. નાહકનો અને વધારાની વસ્તુઓ અને દેખાડો કરવા માટે કોઈ ખર્ચ કરશો નહિ. પરિવાર સાથે આજની સાંજ વિતાવો. તમારા લગ્નજીવનનો આજે સૌથી સુંદર દિવસ જશે. તમારા જીવનસાથી તરફથી તમને આજે રોમેન્ટિક સરપ્રાઈઝ મળશે. બહુ પહેલા કરેલા રોકાણનું આજે તમને સારું એવું વળતર મળશે. તમારા જીવનસાથી તરફથી પણ તમને પુરતો સહયોગ મળશે. આજનો દિવસ રોજ કરતા વિશેષ છે.
શુભ અંક : ૩
શુભ રંગ : આસમાની

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે તમારે અનેક મુસીબતનો સામનો કરવો પડશે પણ તમારું મજબુત મનોબળ તમને એ દરેક મુસીબતમાંથી બહાર લાવશે તમારે આજે કોઈપણ લલચાવનારી સ્કીમ કે રોકાણ કરવાવાળા પ્રોજેક્ટમાં પૈસા રોકવાના નથી કોઈ પણ પ્રકારની ચકાસણી વગર જો તમે પૈસાનું રોકાણ કરશો તો તમારા એ પૈસા ડૂબવાની સંભાવના છે. આજે પ્રેમ માટે સારો સમય છે તો તમારા જીવનસાથી કે પછી પ્રિયપાત્ર સાથે પ્રેમભરી વાતો કરો અને એકબીજાને સરપ્રાઈઝ આપો. ઓફિસમાં આજે તમે નોંધપાત્ર કામ નહિ કરી શકો. આજે તમે ધારેલું કામ નહિ કરી શકો. આરામમાં સમય પસાર થશે પણ આવતીકાલ માટે તમે તૈયાર રહો.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – પરિવારમાં આ વર્ષે થોડા થોડા સમયે બધાની તબિયત નરમ ગરમ રહેશે. વડીલોને નિયમિત ડોક્ટરની મુલાકાત અને નિયમિત દવાનું સેવન કરાવજો. આ વર્ષે તમારે ડોક્ટરની મુલાકાત લેવાનું અવારનવાર બનતું રહેશે. થોડી તકેદારીથી એ તકલીફ પણ ઓછી થઇ જશે.

નોકરી-ધંધો – તમારા ભવિષ્યના જે પ્લાન છે એ લોકોને અત્યારથી જણાવશો નહિ. તમારા વિચારો ચોરી થઇ શકે છે માટે તમારા કાર્યક્ષેત્રમાં પણ સાવધાની રાખો. તમારા મિત્રો તમને સાચી સલાહ આપશે તો કોઈપણ મહત્વનો નિર્ણય કરતા પહેલા તેમની સલાહ લેવાનું રાખો.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષનો અંત તમારી માટે ખુશીઓથી ભરપુર રહેશે. તમારા સંતાનો અને જીવનસાથી તરફથી તમને આ વર્ષે સારા સમાચાર મળશે જેનાથી તમને ખુબ ખુશી મળશે. તમારી સફળતામાં તમારા દરેક પરિવારજનોને અને દુરના મિત્રોને શામેલ કરો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here