જાણવા જેવું પ્રવાસ

5 દિવસ ગોવામાં ફરવાનો ખર્ચ ₹500થી પણ ઓછો! આ રીતે કરી બજેટ યાત્રા

ગોવા – આ નામ સાંભળતાની સાથે જ મગજમાં સૌથી પહેલો વિચાર આવે દરિયો અને ઘણી બધી મસ્તી. પણ પછી તરત જ જે વિચાર આવે અને આપણને ઉદાસ કરી જાય એ છે ત્યાંનો ખર્ચ. કોઈ પણ ટ્રીપ પર મસ્તી અને ખર્ચ વચ્ચે સમાધાન કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે, અને એમાં પણ જયે ગોવાની વાત થતી હોય ત્યારે કહેવું પણ શું. અહીં કેબ મોંઘી છે ને સ્કૂટી કે બાઈક રેન્ટ પર લેવાનો રોજનો ખર્ચો પણ 500 રૂપિયાથી ઓછો નથી. એમાં પણ પેટ્રોલ અલગથી.

Image Source

ગોવામાં કાર રેન્ટ પર લેવી એ તો કલ્પનાથી બહાર છે. અહીં એપથી કાર બુકિંગની સુવિધા નથી અને લોકલ ટેક્સી ડ્રાઈવર મંમારજી પ્રમાણે ભાડું વસુલ કરતા હોય છે. માત્ર મડગાંવ રેલવે સ્ટેશનથી અંજુના કે બાગા લગભગ 50 કિલિમીટરનું ભાડું તમને ઓછામાં ઓછું 1800 રૂપિયા લાગી જશે અને પાલોલેમની 35 કિલોમીટરની યાત્રાનો ઓછામાં ઓછો ખર્ચ 1200 રૂપિયા થઇ જશે. આટલા ખર્ચમાં છૂટથી ગોવાનો આનંદ માણવો એ કોઈના પણ માટે ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

Image Source

ગોવા માટે ફલાઇટ કે ટ્રેનને બદલે દક્ષિણ મહારાષ્ટ્રના માલવણથી બસ લીધી અને ગોવામાં માપુસા બસ સ્ટેન્ડ પર ઉતર્યો. આ ઉત્તર ગોવાનું સૌથી મોટું બસ સ્ટેન્ડ છે અને અહીંથી તમને આરામબોલ, અંજુના, કલંગુટ, કંડોલિમ, બિચોલીમ અને પંજીમ માટે સીધી બસો મળી જાય છે. આ બસો સુવિધાજનક હોય છે અને સાથે ઓવરલોડ પણ નથી કરતી. અંજુના સુધી 10 કિલોમીટરની યાત્રાનો ખર્ચ આ બસ દ્વારા માત્ર 20 રૂપિયા જ થાય છે.

Image Source

બીજો દિવસ અંજુના, સિઓલિમ અને બાગમાં વિતાવ્યો અને પછી મિત્રો આવી ગયા એટલે મને ત્યાંના પરિવહન પર કોઈ જ ખર્ચ ન કરવો પડ્યો.

ત્રીજા દિવસે સિઓલિમમાં પોતાના મિત્રના ઘરેથી માપુસા અને પછી ત્યાંથી અંજુના માટે બસ લીધી જેનું ભાડું માત્ર 30 રૂપિયા જ થયું. હોસ્ટેલથી ચેક આઉટ કર્યા બાદ સ્ટારકો જંક્શથી બસ લઈને પહેલા માપુસા અને પંજીમ ગયો, જેનું બસનું ભાડું 30 રૂપિયા થયું.

Image Source

પંજીમ ગોવાની રાજધાની છે. અહીંથી તમને આખા ગોવા માટે બસ મળી રહે છે.

પંજીમથી રીબન્દર સુધીના આવવાનું ભાડું માત્ર 10 રૂપિયા જ થયું. અહીંથી તમને એક ફ્રી ફેરી મળશે જે તમને ચોરાઓ અને દીવાર દ્વીપ લઈ જશે. આગળ બાસિલિકા ઓફ બોમ જીસસ જોવા વેલ્હા ગોવા ગયો, ત્યાંથી પંજીમ પાછા ફરવાનું ભાડું 10 રૂપિયા હતું.

Image Source

પછીના દિવસે, પંજીમથી મડગાંવ સુધી 40 કિ.મી.ની મુસાફરી 30 રૂપિયામાં થઇ. ત્યાંથી કન્સોલિમ માટે 10 રૂપિયાની ટ્રેનની ટિકિટ. મડગાંવ એ મધ્ય ગોવાનું બીજું મુખ્ય બસ સ્ટેન્ડ છે, જ્યાંથી તમને આખા શહેર માટે બસ મળી જશે.

Image Source

ચોથા દિવસની મુસાફરીમાં પલોલેમ તરફ જવાનું થયું. કન્સોલિમથી મડગાંવ માટે 10 રૂપિયાની ટ્રેન અને પછી ત્યાંથી કોનકોના જવા માટે 35 રૂપિયાનો ખર્ચ થયો. પરત ફરી વખતરે આ જ રીતે આવ્યો અને તેનો કુલ ખર્ચ ફક્ત 45 રૂપિયા હતો.

Image Source

મારી અંતિમ દિવસની મુસાફરીમાં હું કન્સોલિમથી વાસ્કો ગયો, જ્યાંનું બસનું ભાડુ 20 રૂપિયા હતું. ત્યાં હું રેલ્વે સ્ટેશનની પાસેની એક હોટલમાં રોકાયો. પાછા મડગાંવ આવવાનું ભાડું પણ માત્ર 20 રૂપિયા જ આવ્યું.

Image Source

અહીંથી એરપોર્ટ સુધી, મારી હોટલની બહારથી ટેક્સીનું ભાડું 350 રૂપિયા હતું. પરંતુ મેં ટેક્સીને બદલે બસમાં જવાનું પસંદ કર્યું. વાસ્કો રેલ્વે સ્ટેશનથી મડગાંવની બસ લઇને હું ડબોલીમ એરપોર્ટ પર ઉતર્યો, જ્યાં આવવા માટે મારે માત્ર 10 રૂપિયા ભાડું ચૂકવવું પડ્યું.

Image Source

આ રીતે પાંચ દિવસની ગોવાની યાત્રા માટે કુલ પરિવહન ખર્ચ: 280 રૂપિયા

જો તમે પણ એવી વ્યક્તિ છો કે જે બજેટમાં મુસાફરી કરવા, ઓછા ભાવે વધુ મુસાફરી કરવાનો વિચાર ધરાવતી હોય, તો પછી સ્ટ્રીટ ફૂડ અને શહેરની શેરીઓમાં પગપાળા ફરવાની સાથે સાથે લાંબા પ્રવાસ માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો.

Image Source

બસ અને રેલ મુસાફરી બંને સરળ અને ઝડપી હોય છે. જો યોગ્ય રીતે આયોજન કરવામાં આવે તો ગોવા જેવા શહેરની મુલાકાત ખૂબ જ ઓછી કિંમતે સરળતાથી થઈ શકે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.