ક્રિકેટ અને ગ્લેમરની દુનિયાનુ એક ઊંડું કનેક્શન રહેલું છે, તમે ઘણા ક્રિકેટરોના બોલીવુડની અભિનેત્રીઓ સાથે અફેર અને લગ્નની ખબરો સાંભળી હશે. ઘણા ક્રિકેટરો આજે ઘણી અભિનેત્રીઓ સાથે સુખી લગ્ન જીવન પણ જીવી રહ્યા છે. પરંતુ આજે અમે તમને એવા ક્રિકેટરો વિશે જણાવવાના છીએ જેમણે પોતાની પિતરાઈ બહેન સાથે જ લગ્ન કરી લીધા. આ યાદીમાં મોટા મોટા નામ સામેલ છે. આવો એક નજર કરીએ આવા જ કેટલાક ક્રિકેટર્સ પર, જેમણે પોતાની કઝીન સાથે લગ્ન કર્યા છે.
1. શાહિદ આફ્રિદી અને નાદિયા:
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ 20 વર્ષની ઉંમરે પોતાના મામાની દીકરી નાદિયા સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી તેઓ લગભગ 19 વર્ષથી સાથે છે. નાદિયા ખૂબ જ રિઝર્વ્ડ છે, જે ક્યારેય શાહિદ સાથે મેચ દરમિયાન જોવા મળી ન હતી. શાહિદ આફ્રિદીએ 22 ઓક્ટોબર 2000ના રોજ નાદિયા સાથે લગ્ન કર્યા હતા. તે સંબંધમાં તેની પિતરાઈ બહેન લાગે છે. નાદિયા શાહિદ આફ્રિદીના મામાની દીકરી છે. શાહિદ અને નાદિયા અક્સા, અંશા, આજવા, અસમારા અને આરવા નામની 5 દીકરીઓના માતા-પિતા છે.
2. મુસ્તાફિઝુર રહેમાન અને સામિયા પરવીન :
બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાને તેની પિતરાઈ બહેન સામિયા પરવીન શિમુ સાથે પણ લગ્ન કર્યા હતા, જે મનોવિજ્ઞાનનો અભ્યાસ કરી રહી છે. તેઓએ માર્ચ 2019માં લગ્ન કર્યા હતા.
3. સઈદ અનવર અને લુબના:
1996માં પાકિસ્તાની ક્રિકેટર સઈદ અનવરે તેની કઝીન લુબના સાથે લગ્ન કર્યા હતા. લુબના વ્યવસાયે ડોક્ટર છે. યોગાનુયોગ એ જ વર્ષ હતું જ્યારે સઈદ ટેસ્ટ ક્રિકેટ મેદાનમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો હતો. અનવર તેના જીવનની ખુશીની પળો માણી રહ્યો હતો કે અચાનક 2001માં તેની પુત્રીનું અકાળે અવસાન થયું અને તે પછી તે ખરાબ રીતે ભાંગી પડ્યો. આ ખેલાડી પોતાની રમત ચાલુ રાખી શક્યો ન હતો અને 2003ના વર્લ્ડ કપ બાદ નિવૃત્ત થયો હતો.
4. વીરેન્દ્ર સહેવાગ અને આરતી અહલાવત :
આ લિસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગનું નામ જાણીને તમને નવાઈ લાગશે, પરંતુ તે સાચું છે. સેહવાગે વર્ષ 2004માં દિલ્હીની આરતી અહલાવત સાથે લગ્ન કર્યા હતા. આરતી સેહવાગની દૂરની કઝીન છે. આરતીની મોટી બહેને સેહવાગ-આરતીના પ્રેમ લગ્નનો ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે અમારી ફોઇના લગ્ન સેહવાગના પરિવારમાં તેના પિતરાઇ ભાઈ સાથે થયા હતા. આ લગ્ન બાદ સેહવાગ અને અમારા ફોઈ વચ્ચે દિયર-ભાભીનો સંબંધ સ્થપાયો હતો.
5.મોસાદ્દેક હુસૈન અને શર્મિન સમીરા:
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના યુવા ક્રિકેટર મોસાદ્દેક હુસૈને પણ વર્ષ 2012માં તેની કઝીન શર્મિન સમીરા સાથે લગ્ન કર્યા હતા. મોસાદ્દેક હુસૈન પોતાના અંગત જીવનના કારણે પણ હેડલાઇન્સમાં રહ્યા હતા. તેના પર દહેજ માટે પત્નીને હેરાન કરવાનો આરોપ હતો. આ કેસના કારણે મોસાદ્દેક પણ ટીમમાંથી પોતાનું સ્થાન ગુમાવી બેઠો હતો.