જાણવા જેવું

મહાભારતમાં શ્રીકૃષ્ણએ જણાવી હતી આ 5 વસ્તુઓ, જેને ઘરમાં રાખવાથી નથી થતો વધારાનો બિનજરૂરી ખર્ચ…

Image Source

બિનજરૂરી ખર્ચ કરવો એક એવી આદત છે જે ધનવાનને પણ કંગાલ બનાવી શકે છે. આ બિનજરૂરી ખર્ચથી બચવા માટે શ્રીકૃષ્ણએ એવી પાંચ વસ્તુઓ વિશે જણાવ્યું હતું જેને ઘરમાં રાખવાથી ધનમાં પણ વધારો થાય છે અને આ સિવાય વધારાના બિનજરૂરી ખર્ચની સમસ્યા પણ દૂર થઇ જાય છે.

Image Source

મહાભારતની એક કથાના અનુસાર જ્યારે પાંડવો પોતાનો વનવાસ પૂર્ણ કરીને હસ્તિનાપુર પાછા આવ્યા ત્યારે પ્રજાની માંગને જોતા યુધિષ્ઠિરને રાજ્યના રાજા બનાવાનો નિર્યણ લેવામાં આવ્યો.યુધિષ્ઠિરના રાજ્યાભિષેકમાં દ્વારકાધીશ શ્રીકૃષ્ણને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ સમયે શ્રીકૃષ્ણ સાથે ચર્ચા કરતા યુધિષ્ઠિરે પૂછ્યું કે એક રાજ્યને કુશળતાપૂર્વક કેવી રીતે ચલાવી શકાય છે? અને સાથે જ એવા ઉપાય પણ જણાવ્યા જેનાથી લોકોના ઘરમાં દરિદ્રતા ના આવે અને બિનજરૂરી ખર્ચની સમસ્યાથી છુટકારો મેળવી શકાય.

Image Source

એવામાં શ્રીકૃષ્ણે એવી પાંચ વસ્તુઓ જણાવી જેનાથી લોકોનું જીવન સમૃદ્ધ અને ખુશહાલ બનશે, અને જીવનમાં ક્યારેય દરિદ્રતા પણ નહિ આવે.

Image Source

1.ચંદન:ઘરમાં હંમેશા ચંદન રાખવું જોઈએ.શ્રીકૃષ્ણે કહ્યું કે કેવી રીતે સાંપ ચંદનના ઝાડ પર વીંટળાઈને રહે છે પણ તે ક્યારેય ચંદનને ઝેરીલું ન બનાવી શકે.તેવી જ રીતે કેટલી પણ નકારાત્મક ઉર્જા ઘરમાં કેમ ના હોય,ચંદન ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થઇ જાય છે.

Image Source

2.ઘી:શ્રીકૃષ્ણે જણાવ્યું કે ઘી નું ઘરમાં રહેવું ખુબ જ જરૂરી છે. તેને ઘરમાં રાખવાથી ક્યારેય પણ ખાવા-પીવાની વસ્તુઓની ખામી નથી આવતી. પણ ઘી દેશી ગાયનું હોવું જરૂરી છે. બીજી વાત એ છે કે ગાયનું ઘી ઘરે જ બનાવવું શુભ માનવામાં આવે છે. બજારથી પણ ઘી ખરીદી શકાય છે પણ શગુન માટે થોડું ઘી ઘરે બનાવવું જરૂરી છે.આ સિવાય ગાયના ઘી થી રોજ ભગવાનને દીવો પ્રગટાવીને પૂજા કરવાથી જીવનમાં આવનારી આર્થિક બાધાઓ ખતમ થઇ જાય છે.

Image Source

3.મધ:ઘરમાં મધ રાખવાથી વાસ્તુ દોષ શાંત થઇ જાય છે.પૂજાના સમયે પણ મધનો ઉપયોગ ચોક્કસ કરો. મધ તમે દરેક દેવી-દેવતાઓને અર્પણ કરી શકો છો. ખાસ કરીને જે ઘરોમાં રોજ પૂજા કરવામાં આવે છે તેઓએ તો મધ ચોક્કસ રાખવું જોઈએ.

Image Source

4.વીણા:વાદ્ય યંત્ર વીણા બુદ્ધિ અને શિક્ષાની દેવી સરસ્વતી માતાને ખુબ પ્રિય છે. સરસ્વતી માં ની કૃપા મેળવવા માટે ઘરમાં વીણા ચોક્કસ રાખો. તેનાથી ઘરના દરેક સદસ્યોની બુદ્ધિમાં વધારો થાશે. તેની સાથે જ વ્યક્તિની અંદર મુશ્કિલ સમયમાં પણ ધીરજ બનાવી રાખવાની હિંમત આવે છે.

Image Source

5.પાણી:ઘરમાં સ્વચ્છ પાણી ચોક્કસ હોવું જોઈએ.ઘરે આવતા મહેમાનોને સૌથી પહેલા પીવા માટે પાણી જરૂર આપો. આવું કરવાથી કુંડલીના ઘણા દોષ દૂર થઇ જાય છે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks