મનોરંજન

રશ્મિ જ નહીં પરંતુ આ 5 સેલિબ્રિટી પણ થઇ ચુક્યા છે ડિપ્રેશનનો શિકાર, નેહા કક્ક્ડ તો શોમાં રડી પડી

હાલમાં જ બિગબોસ-13ની સ્પર્ધક રશ્મિ દેસાઈએ તેની અંગત જિંદગીને લઈને ખુલાસો કર્યો છે. રશ્મિ દેસાઈએ તેના પૂર્વ પતિ નંદીશને લઈને ઇન્ટરવ્યૂમાં ઘણી વાત કરી હતી. આ દરમિયાન એક્ટ્રેસે કહ્યું હતું કે, તેના છૂટાછેડા બાદ તે ડિપ્રેશનનો ભોગ બની હતી. રશ્મિએ ત્યાં સુધી કહ્યું હતું કે, તેની સાથે સંબંધમાં શારીરિક શોષણ પણ થયું હતું. રશ્મિ દેસાઈ પહેલી સેલિબ્રિટી નથી જે ડિપ્રેશનનો શિકાર બની હોય. આ પહેલા પણ ઘણા સીતારાઓ તેની અંગત જિંદગીમાં આવેલી પરેશાનીઓને કારણે ડિપ્રેશનનો શિકાર બની ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai) on

આવો જાણીએ તે સેલિબ્રિટી વિષે.

બોલીવુડની જાણીતી સિંગર નેહા કક્કડ પણ ડિપ્રેશનનો ભોગ બની હતી. હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ થઇ ગયા બાદ નેહા કક્કર ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. આ વાતની જાણકારી ખુદ નેહાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આપી હતી. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર નેહા કક્કડે લખ્યું હતું કે, હા હું ડિપ્રેશનમાં છું. બધા ખરાબ વિચારશક્તિ ધરાવતા લોકોનો આભાર કે જેને મને જિંદગીના સૌથી ખરાબ દિવસો બતાવામાં સફળ થયા. બધાને ધન્યવાદ. હું એક વાત સાફ કરી દેવા માંગુ છું. વાત ફક્ત એક કે 2 લોકોની નથી પરંતુ વાત આખી દુનિયાની છે જે મારી પર્સનલ જિંદગીમાં ઘણી દિલચસ્પી રાખે છે. બ્રેકઅપ બાદ નેહા ઇન્ડિયન આઇડલના શો પર રડી પડી હતી.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

બિગ બોસની પૂર્વ સ્પર્ધક સના ખાન પણ તેના બ્રેકઅપને લઈને ચર્ચામાં આવી હતી. થોડા દિવસ પહેલા તેને સોશિયલ મીડિયામાં તેના બ્રેકઅપને લઈને ખુલાસો કર્યો હતો. સના ખાન છેલ્લા ઘણા સમયથી ડાન્સર અને કોરિયોગ્રાફર મેલવિન લુઈસ સાથે રિલેશનશિપમાં હતી. સનાએ મેલવીન પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. સનાએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આજકાલ હું ડિપ્રેશન સામે ઝઝૂમી રહી છું. હવે હું ધીરે-ધીરે તેમાંથી બહાર નીકળી રહી છું. હું મારો ખુદનો ખ્યાલ પણ રાખી રહી છું. મારો પરિવાર મારી સાથે છે. હું છેલ્લા 20 દિવસથી ઊંઘની ગોળીઓ ખાઈ રહી છું. પરંતુ મેં છેલ્લા 2 દિવસથી કોઈ ગોળીઓ નથી ખાધી. તેનાથી હું બહુ જ ખુશ છું.

 

View this post on Instagram

 

A post shared by Sana Khaan (@sanakhaan21) on

બિગબોસ13ની સ્પર્ધક શહનાજ ગિલ પણ ડિપ્રેશનનો શિકાર બની ચુકી છે. શો દરમિયાન શહનાજે આ ખુલાસો કર્યો હતો. શહનાજે આ વાત દેવોલિના, રશ્મિ અને શેફાલી સાથે કરી હતી. શહનાજે કહ્યું હતું કે, તે ચંદીગઢના એક બિઝનેસમેનનેર પ્રેમ કરતી હતી અને તેની સાથે લિવ-ઈનમાં રહેતી હતી. પહેલા તો બન્નાએ સારા મિત્રો હતો બાદમાં પ્રેમમાં પડયા હતા. બોયફ્રેન્ડની એટલી દીવાની હતી કે, તેના વગર રહેવાનું વિચારી પણ શકતી ના હતી, જયારે બ્રેકઅપ થયું ત્યારે ટેક હ્રાબ રીતે તૂટી ગઈ હતી. એક દિવસ તે તેની છોડીને ચાલ્યો જઈ લગ્ન કરી લીધા હતા. જેનાથી શહનાજ ઘણી દુઃખી થઇ હતી. ડિપ્રેશનમાં આવ્યા બાદ બહુજ સમય લાગ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Shehnaaz Shine (@shehnaazgill) on

એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પણ ડિપ્રેશનનો શિકાર બની ચુકી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, દીપિકાએ તેના ક્લિનિકલ ડિપ્રેશનને લઈને એક બ્લોગ લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે, મેં 2014થી આ લક્ષણોનો અનુભવ કરવાનું શરૂ કરી દીધું હતું. ફેબ્રુઆરી મહિનામાં લાંબા સમય સુધી કામ કર્યા બાદ હું બેહોશ થીઆ ગઈ હતી. બીજા દિવસે સવારે જયારે હું ઉઠી ત્યારે મને કંઈ જ મહેસુસ થઇ રહ્યું ના હતું. મેં રડવાનું મન કરતું હતું.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

બૉલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા પણ ડિપ્રેશનનો ભોગ બની ચુકી છે. ટોક શો tapecastમાં પરિણીતીએ બતાવ્યું હતું જે, 2014થી લઈને 2015 સુધીનો મારો સમય સૌથી ખરાબ હતો.મારો ખરાબ સમય લગભગ દોઢ વર્ષ સુધી રહ્યો હતો. મારી બે ફિલ્મ ‘દાવત-એ ઇશ્ક’અને કિલ દિલ’ સારું પ્રદર્શન કરી શકી ના હતી. જે મારા માટે સૌથી મોટી નાકામયાબી હતી. તે સમયે મારી પાસે પૈસા પણ ના હતા. મેં એક ઘર ખરીદ્યું હતું આ બાદ મારી જિંદગીમાં વધુ તકલીફ થવા લાગી હતી. મને તે સમયે એવું લાગી રહ્યું રહ્યું હતું કે, મારા માટે જિંદગીના બધા જ રસ્તા બંધ થઇ ગયા છે. અને કંઈ સારું થવાબુ દૂર-દૂર સુધી ઉમ્મીદ પણ દેખતી ના હતી. હું ખરાબ રીતે ડિપ્રેશનનો ભોગ બની હતી. તે સમયે હું સતત બીમાર રહેવા લાગી હતી. હું લગભગ 6 મહિના સુધી મીડિયાની સામે આવી ના હતી.

 

View this post on Instagram

 

A post shared by Parineeti Chopra (@parineetichopra) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.