ખબર

ઓખો જગથી નોખો… આ કહેવત સાચી પડી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની બેટિંગ શરૂ

રાજ્યમાં કોરોનાએ ભરડો લીધો છે. રાજ્યમાં દરરોજ કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. રાજ્યના 33 જિલ્લા પૈકી 31  જિલ્લામાં કોરોનાનો પગપેસારો જોવા મળ્યો છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 5 હજારથી વધુ પહોંચી ગયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના બેટ દ્વારકા નગરીમાં રહેતા 2 લોકોનો ગઈ કાલે કોરોના પોઝિટિવ આવ્યો હતો. આજે ફરી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિ 50 વર્ષીય મહિલા સલાયાની હોવાનું જાણવા મળ્યું છે. આ વ્યક્તિ ગઈ કાલે આવેલા 2 વ્યકિતના સંપર્કમાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. ગઈકાલે પોઝિટિવ આવેલા દર્દીના સંર્પકમાં આવેલા પોલીસ જવાન, અન્ય નાગિરકોના સેમ્પલ લેવા માટે તંત્રએ કામગીરી હાથ ધરી છે.

Image Source

દ્વારકામાં 3 પોઝિટિવ કેસ આવતા તંત્ર સતર્ક થઇને સમગ્ર બેટદ્વારમને ક્વોરન્ટાઇન કરી દીધું છે. જણાવી દઈએ કે, અત્યાર સુધી દ્વારકા જિલ્લામાં એક પણ કેસ આવ્યા ના હતા. ત્યારે 2 દિવસમાં 3 કેસ આવતા તંત્રમાં ફફડાટ ફેલાયો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.