જીવનશૈલી મનોરંજન

બોલીવુડના આ 5 અભિનેતાઓ જેઓ શૌહરતની સાથે સાથે દૌલતની બાબતમાં પણ પોતાના ભાઈઓથી છે આગળ

લોકોને પોતાના પ્રિય કલાકારોના નિક નેમ, આવક, આદતો, શોખ-ખામીઓ વગેરે વિશે પૂરતી જાણકારી હોય છે. જો કે તેના પરિવાર વિશે લોકોને ખુબ ઓછી જાણ હોય છે કેમકે ફિલ્મી કલાકારો પોતાના પરિવાર વિશેની જણકારી સાર્વજનિક નથી કરતા.

એવામાં બોલીવુડમાં અમુક ભાઈઓની એવી પણ જોડી છે જેમણે ફિલ્મોમાં પણ કારકિર્દી બનાવવાનું વિચાર્યું પણ તેઓને તે દૌલત કે લોકોપ્રિયતા ન મળી જે તેના ભાઈઓને મળી. આજે અમે તમને એવી જ અમુક બે ભાઈઓની જોડી વિશે જણાવીશું જેમાંનો એક ભાઈ બન્યો બોલિવુડનો સુપરસ્ટાર તો બીજાને બોલીવુડમાં મળી માત્ર નાકામિયાબી.

1. અજય દેવગન-અનિલ દેવગન:

Image Source

અજય દેવગનને બોલીવુડના સૌથી ટોપ અભિનેતાઓમાંના એક માનવામાં આવે છે પણ તેના ભાઈ અનિલ દેવગન વિશે ખુબ ઓછા લોકો જાણતા હશે. અનિલ દેવગણ એક ફિલ્મ નિર્દેશક છે જેણે બ્લેકમેલ, રાજુ ચાચા અને હાલ-એ-દિલ જેવી ફિલ્મોની નિર્દેશન કર્યું હતું. જો કે ફિલ્મો કઈ ખાસ લોકપ્રિય ન હતી અને કઈ ખાસ નફો પણ મેળવી શકી ન હતી. જેના પછી અનિલ દેવગને નિર્દેશન કરવાનું બંધ કરી દીધું હતું. અજય દેવગનની કુલ સંપત્તિ 30 મિલિયન ડોલર છે, જ્યારે અનિલ દેવગનની કુલ સંપત્તિ માત્ર 1 મિલિયન ડોલર છે.

2. આમિર ખાન-ફૈજલ ખાન:

Image Source

વર્ષ 2000 માં આવેલી ફિલ્મ ‘મેલા’માં આમિર ખાનના મિત્ર બનેલા અભિનેતા ફૈજલ ખાન આમિરના સગા ભાઈ છે. તેની આ ફિલ્મ કઈ ખાસ કમાલ કરી શકી ન હતી. જ્યારે આમિર ખાનને બોલીવુંડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટના સ્વરૂપે ઓળખવામાં આવે છે. ફૈજલ ખાન આમિર ખાનની જેમ પોતાની કારકિર્દી બનાવી ન શક્યા. રિપોર્ટના આધારે આમીરની કુલ સંપત્તિ 180 મિલિયન ડોલર છે જ્યારે ફૈજલ ખાનની કુલ સંપત્તિ 3 મિલિયન ડોલર છે.

3. સલમાન ખાન-સોહેલ ખાન:

Image Source

સલમાન ખાનના બંન્ને ભાઈઓમાંના એક અરબાઝ ખાન આજે એક સફળ નિર્દેશક અને નિર્માતા છે. જ્યારે બીજા ભાઈ સોહેલ ખાને પણ નિર્દેશન અને અભિનયમાં કામ કર્યું પણ તે સફળતા ન મળી જે સલમાન અને અરબાઝ ખાનને મળી. સલમાન ખાનની કુલ સંપત્તિ 310 મિલિયન ડોલર છે જ્યારે સોહેલ ખાનની કુલ સંપત્તિ 10 મિલિયન ડોલર છે.

4. અનિલ કપૂર-સંજય કપૂર:

Image Source

અનિલ કપૂર આ ઉંમરે પણ બોલીવુડમાં સક્રિય છે અને અત્યારના યુવાન અભિનેતાઓને પણ ટક્કર આપે છે. જો કે અનિલ કપૂરના ભાઈ સંજય કપૂરે પણ બોલીવુડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું પણ અનિલ કપૂર જેટલી સફળતા ન મેળવી શક્યા. અનિલ કપૂરની કુલ સંપત્તિ 12 મિલિયન ડોલર છે જ્યારે સંજય કપૂરની કુલ સંપત્તિ 5 મિલિયન ડોલર છે.

5. અનુપમ ખેર-રાજુ ખેર:

Image Source

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી સફળ અભિનેતાઓમાંના એક અનુપમ ખેર અત્યાર સુધીમાં 500 થી પણ વધારે ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. અનુપમ ખેર ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. જ્યારે બીજી તરફ તેના ભાઈ રાજુ ખેરએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું પણ અનુપમની જેમ સફળતા ન મળેવી શક્યા. રાજુ ખેર ઘણી સિરિયલોમાં પણ કામ કરી ચુક્યા છે. અનુપમ ખેરની કુલ સંપત્તિ 70 મિલિયન ડોલર છે, જ્યારે રાજુ ખેરની કુલ સંપત્તિ માત્ર 5 મિલિયન ડોલર છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.