આપણે સૌ જાણીએ છીએ કે ફિલ્મી દુનિયામાં સારા દેખાવવા માટે હંમેશા મેકઅપની જરૂર પડતી જ હોય છે. ટીવી સિરિયલથી લઈને ફિલ્મો સુધી તમામ સિતારાઓ મેકઅપનો સહારો લે છે જેના કારણે જ જયારે આપણે તેમને ટીવીમાં અથવા પડદા ઉપર જોઈએ ત્યારે તે એકદમ આકર્ષક લાગે છે.

પરંતુ પડદા ઉપર આકર્ષક લાગતા આ અભિનેતાઓ અસલ જીવનમાં કેવા દેખાતા હોઈ શકે છે તે કદાચ આપણને નહિ ખબર હોય, બોલીવુડમાં ઘણા કલાકારો એવા છે જેમને શરૂઆતથી જ ફિલ્મોમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે અને એમાં પણ બોલીવુડના ત્રણ ખાન આગળ તો આજના નવા કલાકારો પણ ફિક્કા લાગે સાથે અક્ષયકુમાર આજે પણ ફિલ્મોમાં પોતાનો જાદુ બતાવે છે. આ અભિનેતાઓને આપણે જોઈએ ત્યારે મનમાં પ્રશ્ન થાય કે “તેમની આટલી ઉંમર હોવા છતાં પણ તે આટલા આકર્ષક અને મજબૂત કેવી રીતે દેખાય છે?”

આજે અમે તમને બોલીવુડના 5 નામી અભિનેતાઓ જેને આપણે સ્ટાર નહીં પરંતુ સુપરસ્ટાર કહીએ છીએ એવા અભિનેતાઓ તેમના અસલ જીવનમાં કેવા દેખાઈ રહ્યા છે.

આમિર ખાન:
આમીરખાનનો અભિનય જ નહિ તેનો દેખાવ પણ લોકોને ખુબ જ આકર્ષે છે. “3 ઇડિયટ” જેવી ફિલ્મોમાં તે એક કોલેજ સ્ટુડન્ટ જેવો નજરે આવે છે

તો “ધૂમ-3″માં એક અલગ જ અંદાઝ તેનો જોવા મળે છે. આ દ્વારા આપણે અનુમાન બાંધી શકીએ કે તે કેટલો હેન્ડસમ અને જવાન હશે પરંતુ આમીરખાનની ઉંમર અત્યારે 54 વર્ષની છે અને તેનું અસલી રૂપ અને અસલી દેખાવ આપણને “દંગલ” ફિલ્મમાં જોવા મળ્યો હતો.

અક્ષય કુમાર:
ફિટનેસના મામલામાં એકદમ પરફેક્ટ એવો અક્ષય કુમાર પણ તેની ફિલ્મોમાં એકદમ ધાકડ નજરે આવે છે.

બોલીવુડમાં તો તેને સ્ટન્ટમેન તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ તેની ઉંમર 52 વર્ષની થઇ ગઈ છે. તે પોતાના શરીરને કસરત અને યોગાના માધ્યમ દ્વારા એકદમ ફિટ એન્ડ સ્ટ્રોંગ તો રાખે જ છે પરંતુ વધતી ઉંમરમાં તેનો દેખાવ પણ બદલાઈ જ રહ્યો છે.

શાહરુખ ખાન:

બૉલીવુડ અને દેશમાં કિંગખાનના નામે જાણીતો અભિનેતા શાહરુખ ખાન પણ હવે 54 વર્ષનો થઇ ગયો છે. તેને પણ હવે ઘડપણ આવવા લાગ્યું છે. ભલે ફિલ્મોમાં તે હજુ પણ 20 – 22 વર્ષની હિરોઈન સાથે રોમાન્ટિક અભિનય કરતો નજરે આવે પરંતુ તેની વધતી ઉંમર મેકઅપના કારણે જ પડદા ઉપર છુપાયેલી લાગે છે.

સલમાન ખાન:

બોલીવુડનો દબંગ સલમાન ખાન પણ હવે 54નો થઇ ગયો છે, પરંતુ હજુ તો તે કુંવારો છે, 54 વર્ષે પણ ફિલ્મોમાં સલમાનની દબંગાઈ હજુ દર્શકોને જોવી ગમે છે. સલમાન પણ કસરત દ્વારા પોતાના શરીરને કસેલુ તો રાખે જ છે છતાં પણ વાળ અને દાઢીમાં આવતી સફેદી તેની ઉંમર બતાવી જાય છે.

અનિલ કપૂર:

62 વર્ષનો થયા હોવા છતાં પણ ઘડપણ જેનાથી દૂર રહે છે એવો અનિલ કપૂર ફિલ્મોમાં તો જવાન લાગે જ છે સાથે સાથે તેના અસલ જીવનમાં પણ જવાની છલકતી જોઈ શકાય છે. તેની ઉંમરના ઘણા સાથી કલાકારો આજે જોવા પણ નથી મળતા ત્યારે અનિલ હજુ પણ બોલીવુડની કેટલીક ફિલ્મોમાં પોતાની ઉંમર 35-40ની હોય તેવો અભિનય કરે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.