મનોરંજન

નાની ઉંમરમાં જ દુનિયા છોડી ચાલ્યા ગયા આ 5 બૉલીવુડ સીતારાઓના બાળકો, 2 એ તો કરી લીધી હતી આત્મહત્યા

બોલીવુડમાં ઘણા સિતારા એવા છે જેમણે પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. જેમાના અમુક સિતારાઓ એવા પણ છે જેમણે સફળતા અને ધનિકતા તો મેળવી પણ તેઓના સ્મિતની પાછળ ઊંડું દુઃખ પણ છુપાયેલું હતું. આવું એટલા માટે કેમ કે આ કલાકારોએ પોતાની આંખોની સામે જ પોતાના બાળકોને મૃત્યુ પામતા જોયા છે. આજે અમે તમને બોલીવુડના એવાજ અમુક કલાકારો વિશે જણાવીશું જેઓ જીવતા જાગતા પોતાના બાળકોના મૃત્યુના દુઃખથી પસાર થયેલા છે.

1. જગજીત સિંહ:દીકરો-વિવેક સિંહ

Image Source

ફેમસ ગઝલ ગાયક જગજીત સિંહ હાલતો દુનિયામાં નથી રહ્યા પણ તેણે પોતાના યુવાન દીકરાની મૃત્યુનું દુઃખ જોયું છે. જગજીત સિંહના એકમાત્ર દીકરા વિવેક સિંહની વર્ષ 1990 માં એક કાર અકસ્માતમાં મૃત્યુ થઇ ગઈ હતી. જેના પછી જગજીત સિંહ 6 મહિના સુધી ઊંડા આઘાતમાં રહ્યા હતા.

જગજીત સિંહની પત્ની ચિત્રા સિંહ પણ દીકરાના મૃત્યુનો આઘાત સહન કરી શકી ન હતી અને તેમણે ગીત ગાવાનું જ છોડી દીધું હતું.

2. મહમુદ અલી: દીકરો-મૈક અલી

Image Source

ફિલ્મ જગતમાં દમદાર કામ કરી ચુકેલા મહમુદ હવે દુનિયામાં નથી રહ્યા પણ પોતાના યુવાન દીકરા મૈક અલીની મૃત્યુને જોઈ હતી. મૈક અલી સંગીતની દુનિયામાં પોતાની જગ્યા બનાવવાની કોશિશ કરી રહ્યા હતા. 31 વર્ષની ઉંમરમાં હૃદયના હુમલાને લીધે તે મૃત્યુ પામ્યો હતો. મૈક મ્યુઝિક આલ્બમ ‘યારો સબ દુઆ કરો’માં જોવા મળ્યો હતો.

3. આશા ભોસલે: દીકરી-વર્ષા ભોસલે

Image Source

ગાયિકા આશા ભોસલેની દીકરી વર્ષા ભોંસલેએ વર્ષ 2012 માં આત્મહત્યા કરી લીધી હતી. 50 વર્ષની વર્ષા પોતાના વ્યક્તિગ જીવનને લીધે ખુબ સમસ્યામાં હતી. તેની પેહલા તે વર્ષ 2008 માં પણ આત્મહત્યાની કોશિશ કરી ચુકી હતી. તે સમયે મુંબઈના પેડર રોડ પર સ્થિત તેના એપાર્ટમેન્ટમાં અચાનક જ ગોળી ચાલવાનો અવાજ આવ્યો અને આસપાસના લોકો પહોંચી ગયા. વર્ષાને હોસ્પિટલ લઇ જવામાં આવી જ્યા ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી હતી. આ સમયે આશાજી એક મિટિંગ માટે સિંગાપોરમાં હતા.

4. શેખર સુમન:દીકરો-આયુષ

Image Source

80ના દશકમાં ઘણી ફિલ્મોમાં જોવા મળેલા અભિનેતા શેખર સુમન અને તેની પત્ની અલ્કા દિલ્લીની એક જ કોલેજમાં ભણતા હતા. આ દરમિયાન બંન્ને વચ્ચે પ્રેમ થયો અને વર્ષ 1983 માં લગ્ન કરી લીધા. જેના પછી અચાનક એવો સમય આવ્યો કે શેખર પાસે કોઈ કામ ન હતું.

આ વચ્ચે તેને એ પણ જાણ થઇ કે તેના મોટા દીકરા આયુષને હૃદયની બીમારી છે જેના માટે તેને ખુબ પૈસાની જરૂર હતી. પૈસાની ખોટને લીધે શેખર પોતાના દિકારાનો સારી રીતે ઈલાજ ન કરાવી શક્યા અને માત્ર 11 વર્ષની ઉંમરમાં જ દીકરાની મૃત્યુ થઇ ગઈ. જો કે તેનો બીજો એક દીકરો પણ છે જેનું નામ અધ્યયન સુમન છે.

5. કબીર બેદી: દીકરો-સિદ્ધાર્થ બેદી

Image Source

કબીર બેદીના દીકરા સિદ્ધાર્થ બેદીએ પણ આત્મહત્યા કરી હતી તે સમયે સિદ્ધાર્થ માત્ર 26 વર્ષના હતા. એક ઇન્ટરવ્યૂમાં કબીર બેદીએ કહ્યું હતું કે,”મારા દીકરાએ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં ઑનર્સ કર્યું હતું જેના પછી તે માસ્ટર ડિગ્રી માટે નોર્થ કેલિફોર્નિયાની યુનિવર્સીટી ગયો હતો. ત્યાં જઈને તેના જીવનમાં બધું જ બદલાઈ ગયું.

અભ્યાસ દરમિયાન એ જાણવા મળ્યું કે તે ડિપ્રેશનમાં છે, ડિપ્રેશન વધતું ગયું અને તેને સિજોફ્રેનીયા જેવી ગંભીર બીમારી થઇ ગઈ. તેણે જાતે જ આ બીમારી વિશે સર્ચ કરીને જાણ્યું કે આ બીમારી ગંભીર પરિણામ આપશે. એક દિવસે તેણે મને એવું પણ કહ્યું હતું કે તેને આત્મહત્યા કરી લેવી છે. આ વાત સાંભળીને હું હેરાન જ રહી ગયો હતો અને મેં તેને ખુબ સમજાવ્યો પણ હતો. આખરે એક દિવસે તેણે આત્મહત્યા કરીને પોતાનું જીવન ખતમ કરી નાખ્યું.