ખબર મનોરંજન

ભારતમાં બૅન કરી દેવામાં આવી આ 5 ફિલ્મો, રિલીઝ ઉપર મચ્યો હતો હોબાળો

ભૂલથી પણ આ 5 ફિલ્મો ન જોતા, અંદર એવું એવું છે કે…પણ જો તમારે આ ફિલ્મ જોવી જ હોય તો એક રસ્તો છે- જાણો

ભારતમાં ઘણી ફિલ્મો બનતી હોય છે અને પડદા ઉપર રજૂ પણ કરવામાં આવે છે, પરંતુ ઘણી ફિલ્મોને નિર્માણ બાદ બૅન પણ કરી દેવામાં આવતી હોય છે, કારણ કે થિયેટરમાં રિલીઝ થતા પહેલા ફિલ્મોને સેન્સર બોર્ડની સામેથી પસાર થવું પડે છે. જેના કારણે વિવાદિત ફિલ્મોને સેન્સર બોર્ડ મંજૂરી નથી આપતું. આજે તમને એવી જ 5 ફિલ્મો વિશે જણાવીશું જે નિર્માણ તો થઇ પરંતુ થિયેટર સુધી પહોંચી જ ના શકી અને બૅન કરી દેવામાં આવી.

Image Source

1. અનફ્રીડમ:
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે ફિલ્મ “અનફ્રીડમ”નું. આ ફિલ્મનું નિર્માણ વર્ષ 2014માં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને એટલા માટે બૅન કરી દેવામાં આવી કે આ ફિલ્મ સમલૈંગિક સંબંધો ઉપર આધારિત હતી. ફિલ્મમાં વધારે પડતી અશ્લીલતા હોવાના કારણે તેને રિલીઝ કરવાની મંજૂરી ના આપવામાં આવી.

Image Source

2. ફાયર:
દીપા મહેતાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ “ફાયર” બે મહિલાઓના સમલૈંગિક સંબંધો ઉપર આધારિત હતી. આ ફિલ્મની અંદર મધ્યમવર્ગી બે મહિલાઓની વાર્તા હતી જે સંબંધમાં દેરાણી જેઠાણી હોય છે અને એક બીજા પ્રત્યે આકર્ષિત થાય છે. ઘણા સંગઠનોએ આ ફિલ્મનો વિરોધ કર્યો.  જેના કારણે તેને પણ બૅન કરી દેવામાં આવી.

Image Source

3. ધ પેન્ટેડ હાઉસ:
આ ફિલ્મની અંદર એક વૃદ્ધ વ્યક્તિ અને એક છોકરી વચ્ચેના સંબંધોને બતાવવામાં આવ્યા હતા. વર્ષ 2015માં આ ફિલ્મને લઈને ઘણો જ હોબાળો મચ્યો હતો. આ ફિલ્મની અંદર અશ્લીલ કન્ટેન્ટ હોવાના કારણે તેના ઉપર બૅન લગાવી દેવામાં આવ્યું. જોકે યુટ્યુબ ઉપર આ ફિલ્મના કેટલાક સીન હજુ બતાવવામાં આવી રહ્યા છે.

Image Source

4. સિંસ:
વર્ષ 2005માં બનેલી ફિલ્મ સિંસ યશરાજના બેનર હેઠળ બની હતી. આ ફિલ્મની વાર્તા એક જવાન છોકરી અને એક પાદરીના પ્રેમ પ્રસંગ ઉપર આધારિત છે. આ ફિલ્મને લઈને ઘણા ઈસાઈ ધર્મના લોકોએ વિરોધ નોંધાવ્યો. જેના કારણે આ ફિલ્મ ઉપર પણ બૅન લગાવી દેવામાં આવ્યો.

Image Source

5. વાટર:
દીપ મહેતાની ફિલ્મ “વાટર”માં વિધવા મહિલાઓના જીવન સાથે જોડાયેલી દુનિયાને બતાવવામાં આવી છે. આ ફિલ્મને અકાદમી એવોર્ડ 2007 માટે નોમિનેટ કરવામાં આવી હતી. પરંતુ વિવાદોમાં આવવાના કારણે તેને બૅન કરી દેવામાં આવી.