મનોરંજન

અક્ષય કુમારથી લઈને અજય દેવઘન સુધી પોતાની સાસુને માતાથી પણ વધારે માને છે બોલીવુડના આ 5 જમાઈ

બોલીવુડના 5 જમાઈ સાસુમા ને માં સમાન માને છે

સાસુ વહુના ઝઘડાઓ તો આપણે સમાજમાં સામાન્ય રીતે જોતા હોઈએ છીએ, બંને વચ્ચેના અણબનાવ જગ જાહેર છે. પરંતુ સાસુ અને જમાઈ વચ્ચે હંમેશા સારું બોન્ડિંગ જોવા મળતું હોય છે. આજે અમે તમને બોલીવુડના 5 એવા જમાઈ વિશે જણાવીશું જે પોતાના સાસુને માતા કરતા પણ વધારે પ્રેમ કરે છે. અને પોતાના સાસુની સાથે સાસુની જેમ નહીં પરંતુ મિત્રની જેમ જ રહે છે.

Image Source

1. રિતેશ દેશમુખ અને જિનેટ્ટે ડિસુઝા:
અભિનેતા રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયા ડિસુઝાની જોડીને બોલીવુડના શ્રેષ્ઠ કપલમાં માનવામાં આવે છે, પરંતુ રિતેશને જેનિલિયાની મમ્મી જિનેટ્ટ ડિસુઝા સાથે પણ ખુબ જ સારું બોન્ડિંગ છે. જિનેટ્ટેને જયારે પણ કોઈ મદદની જરૂર હોય ત્યારે રિતેશ હંમેશા આવીને ઉભો રહે છે. તે બંને વચ્ચે પ્રેમ પણ ખુબ જ છે.

Image Source

2. ફરદીન ખાન અને મુમતાઝ:
બોલીવુડમાં ચોકલેટી અભિનેતા ફરદીન ખાનનો સિક્કો વધુ ચાલ્યો નહીં, તેને એક સમયની ખ્યાતનામ અભિનેત્રી મુમતાઝની દીકરી નતાશા સાથે લગ્ન કર્યા. ફરદીન તેના સાસુ મુમતાઝની ખુબ જ રિસ્પેક્ટ કરે છે. હંમેશા તેમને સન્માન આપે છે.

Image Source

3. અજય દેવઘન અને તનુજા:
બોલીવુડનું બીજું એક શ્રેષ્ઠ કપલ અજય અને કાજોલ પણ આ મામલામાં આગળ છે. અજયનું પણ પોતાના સાસુ તનુજા સાથે ખુબ જ સારું બોન્ડિંગ છે. અજય પણ પોતાના સાસુનું ખુબ જ સન્માન કરે છે, તેમને રિસ્પેક્ટ આપે છે અને બંને વચ્ચે મા-દીકરા જેવો સંબંધ છે.

Image Source

4. રણવીર સિંહ અને ઉજાલા પાદુકોણ:
બોલીવુડનું નટખટ અને સૌથી ચર્ચામાં રહેતું રણવીર અને દીપિકા પાદુકોણનું કપલ છે. દીપિકાની મમ્મી ઉજાલા પાદુકોણ પણ રણવીરને ખુબ જ પસંદ કરે છે. રણવીર પોતાના સાસુ સાથે પણ ખુબ જ હસી મઝાક કરે છે. બંને વચ્ચે પણ ખુબ જ સારું બોન્ડિંગ છે.

Image Source

5. અક્ષય કુમાર અને ડિમ્પલ કાપડિયા:
અભિનેતા અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વીન્કલ ખન્નાની જોડી પણ ખુબ જ વખણાય છે. ટ્વીન્કલ ખન્નાની મમ્મી ડિમ્પલ કાપડિયા પણ એક સમયની સદાબહાર અભિનેત્રી હતી. અક્ષય સાથે તેનું બોન્ડિંગ ખુબ જ સારું છે. અક્ષય ડિમ્પલ સાથે હંમેશા મઝાક મસ્તી કરતો રહે છે. એકવાર તો અક્ષય ડિમ્પલ સાથે પ્રેન્ક પણ કર્યું હતું.