મનોરંજન

ફિલ્મોથી પણ વધારે બીજઝનેસમાં સફળ થયા આ 5 ફિલ્મી સીતારાઓ, પાંચેયનું છે બોલીવુડમાં પણ મોટું નામ

પ્રીતિ ઝિન્ટા આઈપીએલમાં “કિંગ ઇલેવન પંજાબ” ટીમની માલકીન છે. વાંચો રસપ્રદ લેખ

બૉલીવુડ એક એવી દુનિયા છે જ્યાં તમારું કામ બોલે છે. જો દર્શકો દ્વારા એકવાર તમારા અભિનયને નકારી કાઢવામાં આવ્યો તો પછી બીજીવાર કમબેક કરવું ખુબ જ કઠિન છે.ઘણા સિતારાઓ એવા પણ છે જેમના માતા-પિતા બોલીવુડમાં ખુબ મોટું નામ કરી ગયા પરંતુ તેમના દીકરાઓને જોઈએ એવી સફળતા ના મળી. પરંતુ ઘણા એવા સ્ટાર્સ પણ છે જેમને ફિલ્મો સાથે બિઝનેસમાં પણ ઝમ્પલાવ્યું અને આજે તેમાં તે ખુબ જ સફળ છે. ચાલો જોઈએ એવા પાંચ ફિલ્મી સિતારાઓને !!!

Image Source

1. અભિષેક બચ્ચન:
અમિતાભ બચ્ચન બોલીવુડનું ખુબ જ મોટું નામ છે. પરંતુ તેમનો દીકરો અભિષેક જોઈએ એવી નામના નથી મેળવી શક્યો, હાલમાં જ તે બ્રીથ-2 વેબ સિરીઝમાં જોવા મળ્યો. અભિષેક દ્વારા આ સીરીઝને પ્રોડ્યુસ પણ કરવામાં આવી આ ઉપરાંત અભિષેક એક બિઝનેસમેન પણ છે તે પ્રો કબ્બડી ટિમ :જયપુર પિન્ક પેન્થર” અને ફૂટબોલ ટિમ “ચેન્નઇયિન એફસી”નો માલિક પણ છે.

Image Source

2. મલાઈકા અરોરા:
સલમાનની એક્સ ભાભી મલાઈકા અરોરા ખુબ જ ચર્ચામાં રહે છે. તે ફિલ્મોના શૂટિંગમાં તો જોવા નથી મળતી પરંતુ રિયાલિટી શોમાં તે જોવા મળે છે. આ ઉપરાંત “ધ લેબલ લાઈફ” નામની ઈ કોમર્સ વેબસાઈટ ઉપર સુજૈન ખાન અને બિપાસા બાસુ સાથે કામ કરે છે. આ ઉપરાંત મલાઈકા કલોદિંગ લાઈન પણ છે.

Image Source

3. પ્રીતિ ઝિન્ટા:
પ્રીતિ ઝિન્ટા આજે પડદાથી ઘણી દૂર છે પરંતુ આઈપીએલમાં “કિંગ ઇલેવન પંજાબ” ટીમની માલકીન છે. આ ઉપરાંત તેને વર્ષ 2017માં દક્ષિણ આફ્રિકા ટી 20 ગ્લોબલ લીગ સ્ટેલીનબોશ કિંગ્સ ફ્રેન્ચાઈજી પણ ખરીદી હતી. આજે તે એક સફળ બિઝનેસ વુમન છે.

Image Source

4. અર્જુન રામપાલ:
અર્જુન રામપાલ છેલ્લે વર્ષ 2017માં આવેલી ફિલ્મ ડેડીમાં ગેંગસ્ટર અરુણ ગવીલના અભિનયમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત અર્જુન LAPનામના દિલ્હીમાં આવેલા એક ક્લ્બનો માલિક પણ છે.

Image Source

5. ટ્વિંકલ ખન્ના:
ટ્વિંકલ ખન્ના એક લેખક પણ છે તેની કોલમ મોટાભાગે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જોવા મળે છે. અત્યાર સુધી તેને ત્રણ પુસ્તકો લખ્યા છે. “મિસેજ ફનીબોન્સ” “પજામા આર ફોરગીવીંગ” અને :ધ લીજેન્ડ ઓફ લક્ષ્મી પ્રસાદ”. તેને હાલમાં જ એક Tweak India નામની એક ડીઝીટલ મીડિયા કંપની શરૂ કરી છે. આ ઉપરાંત ટ્વિંકલે 2016માં આવેલી નેશન એવોર્ડ વિનર ફિલ્મ “પેડમેન” પણ પ્રોડ્યુસ કરી હતી. સાથે જ તે મુંબઈમાં બે ઇન્ટિરિયર ડિઝાઈનર સ્ટોર પણ ચલાવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.