જીવનશૈલી મનોરંજન

આ 5 ધનવાન અભિનેત્રીઓના ભાઈ છે બીઝનેસમેન, લાઇમલાઈટથી રહે છે દૂર અને કરોડોમાં કરે છે કમાણી

બોલીવુડના કિરદારો મોટાભાગે કેમેરામાં કૈદ થતા રહે છે પણ તેઓના પરિવાર વિશે ખુબ ઓછા લોકો જાણતા હોય છે.એવામાં રક્ષાબંનધનનો રતહેવાર નજીક છે અને આ ખાસ અવસર પર અમે તમને બોલિવુડની અમુક અભિનેત્રીઓના ભાઈ વિશે જણાવીશું જેઓ હંમેશા લાઇમલાઈટથી દૂર રહે છે અને કરોડોનો બિઝનેસ સંભાળી રહ્યા છે.

1. પ્રિયંકા ચોપરા-સિદ્ધાર્થ ચોપરા:

Image Source

પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરા પણ કેમેરાથી દૂર રહેવાનું પસંદ કરે છે.સિદ્ધાર્થ હોસ્પિટાલિટી ક્ષેત્રમાં કામ કરે છે, સ્વિટ્ઝરલેન્ડથી શેફની ટ્રેનિંગ લઇ ચૂકેલા સિદ્ધાર્થનો પુણેમાં એક પબ લાઉન્જ મગશૉટ કૈફે પણ છે.

2.પરિનીતી ચોપરા-શિવાંગ અને સહજ ચોપરા:

Image Source

જ્યા એક તરફ પરિનીતિ બોલીવુડની એક દમદાર અભિનેત્રી છે જ્યારે તેના ભાઈ શિવાંગ અને સહજને બોલીવુડમાં કોઈ જ દિલચસ્પી નથી.સહજ ચોપરા કુકીઝનો બિઝનેસ ચલાવે છે અને ફિલ્મોમાં વ્યસ્ત રહેવા છતાં પણ પરિનીતિ પોતાના ભાઈને કૂકીઝ બિઝનેસમાં મદદ કરે છે.

3.અનુષ્કા શર્મા-કર્ણેશ શર્મા:

Image Source

અભિનેત્રી અનુષ્કા શર્માને જ્યારે પણ કોઈ સમસ્યા આવે છે ત્યારે તેના ભાઈ ગણેશ શર્મા તેની સાથે ઉભા રહે છે.પર્સનલ લાઈફ હોય કે પછી પ્રોફેશનલ લાઈફ હોય બંન્ને બાબતમાં કર્ણેશ શર્મા અનુષ્કાને માર્ગદર્શન આપતા આવ્યા છે.કર્ણેશ અન્ડર 19 રણજી ક્રિકેટ ટીમનો હિસ્સો પણ રહી ચુક્યા છે.કર્ણેશ શર્મા ક્લીન સેટ ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસના કો-ફાઉન્ડર પણ છે.

4.સુષ્મિતા સેન-રાજીવ સેન:

Image Source

પૂર્વ મિસ યુનિવર્સ રહી ચુકેલી અભિનેત્રી સુષ્મિતા સેન લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે જો કે તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.રાજીવ સેન દુબઈમાં રહે છે અને મોટાભાગે પોતાની બહેનને મળવા માટે મુંબઈ આવતા-જતા રહે છે.

5. ઐશ્વર્યા રાઈ-આદિત્ય રાઈ:

Image Source

ઐશ્વર્યા રાઇને તો દરેક કોઈ ઓળખે છે પણ તેના ભાઈ આદિત્ય રાઈ મોટાભાગે લાઇમલાઈટથી દૂર જ રહેવાનું પસંદ કરે છે.ઐશ-આદિની બોન્ડિંગ ખુબ જ સારી છે.આદિત્ય રાઈ મર્ચેન્ટ નેવી માં એન્જીનીયર હતા અને હવે તે ફિલ્મ પ્રોડક્શન માટે પણ આગળ વધી રહ્યા છે. આદિત્ય ઘણી ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી ચુક્યા છે. આદિત્યએ મૉડલ શ્રીમા રાય સાથે લગ્ન કર્યા હતા અને હાલ તેઓનો એક દીકરો પણ છે. ફિલ્મ દિલ કા રિશ્તા આદિત્યએ જ પ્રોડ્યુસ કરી હતી, જેમાં ઐશ્વર્યા રાઈ મુખ્ય ભૂમિકામાં હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks