જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 5 એપ્રિલ : ભોળા શંભુની કૃપાથી સોમવારનો દિવસ આ રાશિના જાતકો માટે બનશે ખાસ, જાણી લો તમારી રાશિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકો આજના દિવસે ખુશ નજરે આવશે. અંગત જીવનમાં એટલા ખુશ રહેશો કે કોઈને કોઈ ગીત ગાતા રહેશો. આજના દિવસે ઘણા રોમેન્ટિક નજરે આવશો ગૃહસ્થ જીવનમાં ખુશી જોવા મળશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ ખુશ રહેશે. આજના દિવસે ક્યાંક બહાર જવાનો યોગ બની રહ્યો છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કમજોર રહેશે તેથી થોડી સાવધાની રાખો અને સામાન્ય જીવન પસાર થશે. આજના દિવસે કોઈ કામને લઈને ઈગો ના કરો કારણકે આ માણસનું સૌથી મોટું દુશ્મન છે. ગૃહસ્થ જીવન માટે આજના દિવસે તણાવ જોવા મળી શકે છે. આજના દિવસે ખર્ચમાં વધારો થશે. આવક સામાન્ય રહેશે. તેથી થોડી સાવધાની રાખો. આજના દિવસે પૈસાનો સદુપયોગ કરો. આજના દિવસે કોઈ સ્પર્ધામાં સફળતા મળી શકે છે. નોકરી કરતા લોકોને સારા પરિણામ જોવા મળશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકોને આજના દિવસે ચહેરા પર મુસ્કાન રહેશે. આજના દિવસે તમે ઘણા ખુશ નજરે આવશો. આજના દિવસે તમે તમારા પ્રિય વ્યક્તિને દિલની વાત કહેશો. આજના દિવસે તમે મનમાં કોઈ વાત છુપાયેલી નહીં રાખો. આવક સારી રહેશે. જમીન મકાન મામલે તમને સફળતા મળશે. હળવા ખર્ચ થશે જેનાથી તમારો દિવસ સારો રહેશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો રહેશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો રહેશે. સંતાન તરફથી કોઈ ખુશખબરી મળી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):કર્ક રાશિના જાતકો આજના દિવસે માનસીક તણાવથી દૂર રહેશે. આજનો દિવસ તમારા માટે ખુશખબરી મળશે. આજના દિવસે આવકમાં વધારો થશે જેનાથી રોકાયેલા પૈસા પાછા મળશે. આજના દિવસે ધાર્મિક કામમાં મન લાગશે. પૂજા પાઠ કરતા લોકોને આજના દિવસે કંઈક નવું કરવાની કોશિશ કરશે. સ્વાસ્થ્ય ઠીકઠાક રહેશે. તેથી ધ્યાન રાખો. આજના દિવસે આત્મવિશ્વાસ રહેશે. ધંધામાં સફળતા મળશે. નોકરી કરતા લોકોને આજના દિવસે ઉતાર-ચડાવ આવશે. કામને લઈને કોઈ સાથે ઝઘડો ના કરો. લવ લાઈફમાં ખુશી મળશે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે ટ્રાવેલિંગ કરી શકો છો. મિત્રો સાથે અથવા ઓફિસના કામથી બહાર જઈ શકો છો. ખર્ચ ઠીક-ઠાક રહેશે. આવક સારી રહેશે. આજના દિવસે કામના સ્થળે પ્રમોશનની વાત થઇ શકે છે. આજના દિવસે સરકાર તરફથી કોઈ ફાયદો મળી શકે છે. ભાગ્યની સફળતા તમને આગળ વધવાનો મોકો આપી શકે છે. પૈસા હાથમાં આવી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે ખુશી મળશે. આર્થિક સ્થિતિ સારી કરવા માટે આજના દિવસે તમે કંઈક નવું કરવાની કોશિશ કરશો. અંગત જીવનમાં ખુશી મળશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકોને મિલ્કત સંબંધિત કોઈ મોટી સૂચના મળી શકે છે જેનાથી તમે ખુશ થશે. આજના દિવસે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તેમાં સફળતા મળશે. આર્થિક રીતે તમારો દિવસ મજબૂત રહેશે. કામને લઈને આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે પરિવાર સાથે સારો તાલમેલ રહેશે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસ ભરપૂર રહેશે, જેથી તમે બિઝનેસમાં કોઈ મોટું જોખમ લેતા પીછેહઠ નહીં કરો, પરંતુ કોઈપણ પ્રકારનું રોકાણ કરવામાં થોડું ધ્યાન રાખશો, નુકસાન પણ થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારણા થશે, જેનાથી તમે ખુશહાલી અનુભવો છો. વિવાહિત જીવનમાં આજનો દિવસ મુશ્કેલ બની શકે છે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે લડાઇ થઈ શકે છે. કાર્યરત લોકો તેમની સાથે કામ કરતા લોકોની સહાયથી આજે વધુ સારું પ્રદર્શન કરી શકશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા પક્ષમાં રહેશે. જેનાથી આર્થિક લાભ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે. આજના દિવસે કોઈ મોટી પોલિસી ખરીદી શકો છો. આજના દિવસે કોઈ રોકાણમાં પૈસા રોકી શકો છો. પારિવારિક માહોલ સારો રહેશે અને પરિવારમાં સંપત્તિ ખરીદી અથવા વાહન ખરીદીની વાત થઇ શકે છે. પૈસાની આવક સારી રહેશે. જેનાથી તમે આજના દિવસે સારું ભોજન જમી શકો છો. ધંધા માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. ભાગ્યની પ્રબળતાને લઈને કામ થશે જેનાથી તમે મજબૂત રહેશો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે ગ્રહની સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. આજના દિવસે વિચારેલી વાત પુરી થઇ શકે છે જેનાથી મનમાં ખુશી થશે.ધંધામાં સફળતા મળશે. આજના દિવસે ધંધામાં ટ્રાવેલિંગ થઇ શકે છે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો રહેશે. જીવનસાથી તમને કોઈ પ્રોપટી ખરીદવા અંગે કહી શકે છે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકોની ગ્રહોની સ્થિતિ ખર્ચ તરફ નિર્દેશ કરે છે. આજે જીવનસાથી સાથે ખરીદી કરવા જવાનું શક્ય છે જેનાથી ખર્ચમાં વધારો થશે. પરંતુ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો, નહીં તો તમે બીમાર થઇ શકો છો. આર્થિક દ્રષ્ટિએ દિવસ થોડો નબળો છે પરંતુ દિલમાં ખુશીઓ રહેશે. કોઈ પણ બાબતમાં અતિશય વિશ્વાસ રાખવાનું ટાળો. કામને લઈને દિવસ તમારો સાથ આપશે. વિવાહિત જીવનમાં તણાવ વધી શકે છે.
11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ ગ્રહોને કારણે દિવસ તમારી તરફેણમાં જોવામાં આવે છે. આર્થિક પડકારો ઓછા અને આવક સારી રહેશે. ધંધામાં પણ આજે લાભ થશે. લવ લાઈફ જીવતા લોકો આજે ખૂબ ખુશ રહેશે કારણ કે તેઓને તેમના પ્રિય સાથે સમય વિતાવવાની ઘણી તક મળશે અને સાથે સાથે ફરવા જઇ શકો છો. કદાચ રાત્રિભોજનની યોજના પણ બનાવી શકાય છે, જે તમને ખૂબ ખુશ દેખાશે. વિવાહિત લોકો બાળકો પાસેથી મોટી ખુશીની અપેક્ષા રાખી શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકો માટે આજના દિવસે થોડું સાહસ કરવું પડી શકે છે. જેના દ્વારા તમને આજે સફળતા મળશે. તમારા કાર્યક્ષેત્રમાં આજે તમારા કામની નોંધ લેવામાં આવશે. આજના દિવસે તમે પરિસ્થિતિઓનો સામનો બહુ જ સારી રીતે કરી શકશો. પરણિત લોકોના જીવનમાં આજે ખુશીઓનો સંચાર થશે. પ્રેમી પંખીડાઓ આજે સારા મૂડમાં જોવા મળશે.