ખબર

ફિલ્મોમાં ઘરડી દેખાતી આ 5 અભિનેત્રીઓ, રિયલ લાઈફમાં છે ખુબ જ ગ્લેમરસ

બોલીવુડની દરેક ફિલ્મની અંદર મોટાભાગે તમામ ઉંમરના પાત્ર જોવા મળે છે. એક સમય હતો જ્યારે ફિલ્મોની અંદર કોઈ વૃદ્ધ અથવા તો માનું પાત્ર હોય તો એટલી જ ઉંમરની વ્યક્તિ તે પાત્રને ભજવતું હતું, પરંતુ આજે જમાનો આધુનિક થઇ ગયો છે, ટેક્નોલોજી પણ વધી ગઈ છે, ત્યારે નાની ઉંમરના કલાકારો પણ હવે મોટી ઉંમરના પાત્રો ભજવે છે. ખાસ કરીની અભિનેત્રીઓ મેકઅપ દ્વારા પોતાનો ચહેરો વધુ ઉંમરનો બનાવીને આવા પાત્રો ભજવતી હોય છે. આજે અમે તમને એવી જ 5 અભિનેત્રીઓ વિશે જણાવીશું જે રિયલ લાઈફમાં ખુબ જ ગ્લેમરસ છે, પરંતુ ફિલ્મોમાં તેમને ઘરડી બતાવવામાં આવી છે.

Image Source

1. રામ્યા કૃષ્ણ:
બોક્સ ઓફિસના બધા જ રેકોર્ડ બ્રેક કરનારી ફિલ્મ “બાહુબલી” દર્શકોને ખુબ જ પસંદ આવી હતી. આ ફિલ્મમાં બાહુબલીની માનું પાત્ર નિભાવનાર શિવગામી દેવીનું વર્ચસ્વ પણ ઘણું જ જોવા મળ્યું હતું. આ પાત્ર નિભાવ્યું હતું અભિનેત્રી રામ્યા કૃષ્ણએ તે પોતાના અસલ જીવનમાં ખુબ જ સ્ટાઈલિશ છે . તેને 200થી પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.

Image Source

2. અર્ચના જોઇસ:
બાહુબલીની જેમ બીજી કે સાઉથની ફિલ્મ પણ બોક્સ ઓફિસ ઉપર રાજ કરી ગઈ. તે હતી KGF. આ ફિલ્મના મુખ્ય અભિનેતા યશની માતાનું પાત્ર નિભાવ્યું હતું અર્ચના લોઇસે. જે દેખાવમાં ખુબ જ સુંદર અને હોટ છે.

Image Source

3. મેહર વીજ:
બોલીવુડની સાથી વધુ પસંદ કરવામાં આવેલી ફિલ્મ “બજરંગી ભાઈજાન”માં મુન્નીની મા બતાવનાર અભિનેત્રી મહેર વીજ ફિલ્મોમાં ખુબ જ સાદી અને સરળ બતાવવામાં આવી છે. પરંતુ તે પોતાના અસલ જીવનમાં ખુબ જ સ્ટાઈલિશ છે.

Image Source

4. અમૃતા સુભાષ:
રણવીર અને આલિયાની ફિલ્મ “ગલી બોય”માં રણવીરની માતાનું પાત્ર અમૃતા સુભાષે નિભાવ્યું હતું. આ ફિલ્મમાં તે ખુબ જ સાધારણ બતાવવામાં આવી છે. પરંતુ અસલ જીવનમાં તે પણ ખુબ જ સુંદર અને સ્ટાઈલિશ છે.

Image Source

5. નાદિયા:
સાઉથની ઘણી ફિલ્મોમાં માનું પાત્ર નિભાવનાર અભિનેત્રી નાદિયા પ્રભાસની ફિલ્મ “બાજાર”માં પણ માતા ના પાત્રમાં જોવા મળી હતી. ફિલ્મોમાં મોટાભાગે માતાનો અભિનય કરનારી નાદિયા પણ અસલ જીવનમાં ખુબ જ સુંદર છે.