જીવનશૈલી

દીપિકાથી લઈને અનુષ્કા સુધી, બોલીવુડની આ 5 અભિનેત્રીઓ સિંદૂરથી કરે છે શૃંગાર પૂરો

ભારતીય પરંપરાના આધારે વિવાહિત મહિલાઓ માટે કંકુનો સેથો(સિંદૂર)કરવો એક વિવાહિતાની નિશાની છે. હિંદુ પરંપરાના આધારે સિંદૂર પતિના લાંબા ભવિષ્યનું પ્રતીક પણ હોય છે. એવામાં બૉલીવુડની ઘણી વિવાહિત અભિનેત્રીઓ પણ સિંદૂર લગાવવાનું નથી ભૂલતી. એવામાં આજે અમે તે અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓને સિંદૂરની સાથે જોવામાં આવી ચુકી છે.

1. પ્રિયંકા ચોપરા:

Image Source

ધામધૂમથી લગ્ન કર્યા પછી પ્રિયંકા ચોપરા અને નિક જૉનસ પહેલી વાર જોધપુર એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ત્યારે પ્રિયંકાએ સુંદર સાડી સાથે સિંદૂર, મહેંદી, સગાઈની વીંટી, મંગલસૂત્ર અને લગ્નનો ચૂડલો પહેરી રાખ્યો હતો. તેના સિવાય પ્રિયંકા લગ્ન પછીના પોતાના પેહલા જન્મદિસવની ઉજવણી પર પણ સિંદૂર લગાવેલી જોવામાં આવી હતી.

2. કરીના કપૂર ખાન:

Image Source

પોતાના ઘરમાં દિવાળી પાર્ટીના દરમિયાન કરીના કપૂર ખાને સૈટિન પીકૉક ગ્રીન રંગની સાડી પહેરીને દરેકને ચોંકાવી દીધા હતા. માથા પર લાલ ચાંદલો અને લાલ સિંદૂરે તેની સુંદરતા અનેક ગણી વધારી દીધી હતી.

3. સોનમ કપૂર:

Image Source

સોનમ કપૂરે બિઝનેસમૈન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછીની મોટાભાગની તસ્વીરોમાં સોનમે માથામાં સિંદૂર લગાવી રાખ્યું હતુ, જેમાં તેની સુંદરતા અનેક ગણી ઉભરાઈ રહી હતી.

4. દીપિકા પાદુકોણ:

Image Source

વર્ષ 2018 ના નવેમ્બર મહિનામાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. લગ્ન પછી દીપિકાના સિંદૂરની ચર્ચા દરેક જગ્યાએ થઇ રહી હતી. આ સિવાય ઘણીવાર દીપિકાને સુંદર કપડા પહેરવાની સાથે સિંગુર લગાવેલી અને મંગલસૂત્ર પહેરેલી પણ જોવામાં આવી ચુકી હતી.

5. અનુષ્કા શર્મા:

Image Source

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ડિસ્મેબર 2017 માં ઇટલીમાં ભવ્ય લગ્ન રચાવ્યા હતા. બંન્નેએ લગ્ન પછી દિલ્લીમાં એક ગ્રાન્ડ રીસેપ્શન પાર્ટી પણ આપી હતી. જેમાં અનુષ્કાએ લાલ રંગની બનારસી સાડીની સાથે ભારે ઘરેણા અને હાથમાં ચૂડલો પહેરી રાખ્યો હતો. પણ તેણે લગાવેલું લાલ સિંદૂર ચર્ચાનો વિષય બની ગયું હતું.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ