મનોરંજન

આ છે બોલીવુડની 5 ઉંમરલાયક ઘરડી દુલ્હનો, કોઈએ 40 તો કોઈએ કર્યા 60 ની ઉંમરમાં લગ્ન

લગ્ન એક પવિત્ર બંધન છે, જે માત્ર બે વ્યક્તિનું જ નહિ પણ બે દિલ અને બે આત્માનું મિલન પણ માનવામાં આવે છે. લગ્ન કરવાની એક યોગ્ય ઉંમર હોય છે.

ઉતાવળે અને જલ્દી કે મોટી ઉંમરે કરેલા લગ્ન ઘણીવાર ભારે પડી શકે છે. જો કે આજના સમયમાં દરેક કોઈ પોતાની કારકિર્દીને લઇને પણ ચિંતિત રહેતાં હોય છે માટે લગ્ન કરીને પોતાને કોઈ બાંધવા નથી માગતા.

મોટાભાગે આ બાબત બૉલીવુડ કીર્દારોમાં વધારે લાગુ પડે છે. એવામાં આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ 40 ઉંમરની આસપાસ લગ્નગ્રંથિથી જોડાઈ હતી.

Image Source

1. મનીષા કોઈરાલા:

મનીષા કોઈરાલાએ 40 વર્ષની ઉંમરમાં નેપાળના બીઝનેસમેન સમ્રાટ દહલ સાથે વર્ષ 2010 માં લગ્ન કર્યા હતા. જો કે લગ્ન લાંબા સમય સુધી ચાલ્યા ન હતા અને બે વર્ષ પછી વર્ષ 2012 માં બંન્નેએ છૂટાછેડા લઇ લીધા હતા.90ના દાયકાની ફેમસ એક્ટ્રેસ મનીષા કોઈરાલાએ બોલીવુડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. થોડા સમય પહેલા મનીષા કોઈરાલા ‘સંજુ’ ફિલ્મમાં નજરે આવી હતી.

આ ફિલ્મમાં તેને સંજય દત્તની માતા નરગિસનો રોલ નિભાવી રહી હતી. આ ફિલ્મમાં નરગિસનો રોલ બહુજ નાનો હતો પરંતુ તેની એક્ટિંગની બધા લોકોએ તારીફ કરી હતી.મનીષાએ લાંબા સમય બાદ ‘સંજુ’ ફિલ્મથી બોલીવુડમાં પાછી ફરી હતી. મનીષાએ લાંબા સમય બાદ ફિલ્મોમાં પરત ફરી હતી. મનીષા કોઈરાલાએ ફિલ્મોથી દુરી બનાવી લીધી હતી પરંતુ તે તેના ફેન્સ સાથે સોશિયલ મીડિયાથી જોડાયેલી હતી.

મનીષા કોઇરાલા ફિલ્મોથી દૂર થવાનું કારણ હતું કારણકે મનીષા કેન્સર જેવી બીમારીનો ભોગ બની ગઈ હતી. મનીષા કોઇરાલાને લાંબા સમય બાદ કેન્સરથી છુટકારો મળ્યો હતો. હાલમાં જ મનીષા કોઈરાલાએ સોશિયલ મીડિયા પર એક થ્રો-બેક તસ્વીર શેર કરી છે. જે થોડી જ વારમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ હતી.

આ તસ્વીર શેર કર્તાની સાથે મનીષાએ કેપ્સનમાં લખ્યું હતું કે, ‘આ બીજો મોકો આપવા માટે જિંદગીની હંમેશા આભારી રહીશ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ… આ શાનદાર જિંદગી છે અને મોકો પણ મસ્ત છે સ્વસ્થ જીવવાનો.’

Image Source

2. પ્રીતિ ઝિન્ટા:

બૉલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા એ 29 ફેબ્રુઆરી વર્ષ 2016 માં જિન ગુડઇનફ સાથે ગુપચુપ રીતે લગ્ન કર્યા હતા. લગ્ન સમયે પ્રીતિની ઉંમર 41 વર્ષની હતી. જો કે પ્રીતિએ લાંબા સમય સુધી બીઝનેસમેન નેસ વાડિયાને પણ ડેટ કરી હતી જેનાથી અલગ થઇ ગયા પછી પ્રીતિએ જિન સાથે લગ્ન કર્યા હતા.

ફિલ્મ “દિલ સે”થી પોતાના અભિનયની શરૂઆત કરીને કરોડો લોકોના દિલમાં એક આગવી ચાહના મેળવનાર અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા તેની પહેલી જ ફિલ્મથી બોલીવુડની ડિમ્પલ ગર્લ બની ગઈ હતી. તેના દેખાવની સાથે તેનો અભિનય પણ લોકો વખાણવા લાગ્યા અને

Image Source

એક પછી એક ફિલ્મો કરીને પ્રીતિએ બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીઓમાં સ્થાન મેળવી લીધું. પ્રીતિ ઝીન્ટાએ એક પછી એક ચડિયાતી ફિલ્મો આપી, પરંતુ છેલ્લા ઘણા વર્ષથી પ્રીતિ બોલીવુડની છોડીને એક અલગ જ જીવન જીવવા લાગી છે.

Image Source

પ્રીતિ છેલ્લે 2018માં આવેલી ફિલ્મ “ભૈયાજી સુપરહિટ”માં જોવા મળી હતી. પરંતુ બૉલીવુડ સાથેની પોતાની સફર એને એ પહેલા જ ઓછી કરી દીધી હતી.

Image Source

પ્રીતિ હવે ફિલ્મી નગરી મુંબઈ કરતા પણ વધારે અમેરિકામાં રહે છે, ત્યાં તેને પોતાનું ઘર પણ બનાવી લીધું છે. પ્રીતિના લગ્ન 3 વર્ષ પહેલા જ થઇ ગયા છે. 29 ફેબ્રુઆરી, 2016ના રોજ પ્રીતિએ અમેરિકાના ઉદ્યોગપતિ ગુડએનફ જેન સાથે લગ્ન કર્યા હતા.

Image Source

પ્રીતિ અત્યારે લોસ એન્જલસના બેવર્લી હિલ્સમાં રહે છે,  તેના ઘરની આજુબાજુમાં જ હોલીવુડની ઘણી હસ્તીઓ પણ રહે છે, પ્રીતિએ આ ઘર પોતાની દેખરેખમાં બનાવ્યું છે, પ્રીતિના સપનાનું ઘર તેને 33 કરોડમાં બનાવ્યું છે.

Image Source

પ્રીતિના આ આલીશાન ઘરમાં 6 બેડરૂમ છે. તેમજ એક ખુબ જ સુંદર બગીચો પણ છે,પ્રીતિ પોતાના સોશિયલ મીડિયામાં ઘણીવાર આ ઘરના ફોટો પણ શેર કરતી હોય છે.

Image Source

પ્રીતિના લગ્ન પણ આજ ઘરમાંથી થયા હતા, લગ્ન સમયે તેના સાગા સંબંધીઓ પણ અમેરિકામાં આવી ગયા હતા, કેટલાક નજીકના સ્નેહીઓ, મિત્રો અને સાગા સંબંધીઓની હાજરીમાં જ પ્રીતિએ લગ્ન કર્યા હતા.

Image Source

3. ઉર્મિલા માતોન્ડકર:

અભિનેત્રી ઉર્મિલાએ 42 વર્ષની ઉંમરમાં બીઝનેસમેન અને મૉડલ મોહસીન અખ્તર સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્ન એકદમ પ્રાઇવેટ રાખવામાં આવ્યા હતા. બોલીવુડની રંગીલા ગર્લ ઉર્મિલાએ પોતાની કારકિર્દીમાં એકથી એક શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે.

બૉલીવુડની રંગીલા ગર્લ ‘ઉર્મિલા માતોંડકર’ આજે ભલે ફિલ્મોથી દૂર ભલે થઇ ગઈ હોય. પરંતુ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. ઉર્મિલાએ તેની એક્ટિંગની કરિયરની શરૂઆત મરાઠી ફિલ્મ ‘ઝાકોલા'(1980)થી કરી હતી હતી. જયારે બૉલીવુડમાં ‘કલયુગ'(1981)થી શરૂ કરી હતી.

ઉર્મિલા આજે ભલે ફિલ્મથી દૂર હોય પરંતુ 90ના દશકામાં તેની જાદુ શિર પર હતો.ઉર્મિલાએ 1983માં આવેલી ફિલ્મ ‘માસુમ’થી બોલીવુડમાં ચાઈલ્ડ આર્ટિસ્ટના રૂપથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ લીડ એક્ટ્રેસના રોલમાં 1992માં ‘ચમત્કાર’ ફિલ્મથી  નજરે આવી હતી.

ઉર્મિલાને ફિલ્મ તો બહુજ મળી હતી. પરંતુ રામગોપાલ વર્માની ફિલ્મ ‘રંગીલા’એ સુપરહિટ એક્ટ્રેસ બનાવી હતી. 1995માં આવેલી રંગીલાએ ઉર્મિલાને બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મ ફેર એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

રંગીલા બાદ ઉર્મિલાએ સત્યા, પિંઝર, જુદાઈ અને કોન જેવી શાનદાર ફિલ્મોમાં ચમકી હતી. ત્યાર બાદ ઉર્મિલાની છેલ્લી ફિલ્મ અજુબા 2014માં આવી હતી. ગયા વર્ષે ઉર્મિલાએ ઇરફાનખાનની ફિલ્મ ‘બ્લેકમેઇલ’માં આઈટમ સોંગથી વાપસી કરી હતી.

લગ્ન પહેલા ઉર્મિલા અને ડાયરેક્ટર રામ ગોપાલ વર્માની અફેયરની ખબર પણ ચાલી હતી. પરંતુ બંનેએ ક્યારે પણ અફેરને લઈએં વાત નથી કરી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉર્મિલાની કરિયર ટોપ પર પહોંચાડવા માટે રામ ગોપાલ વર્મા એ ઘણી મહેનત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, તેના કારણે જ ઉર્મિલાની કરિયર બરબાદ થઇ છે.

ઉર્મિલાએ 2016માં કાશ્મીરી બિઝનેશમેન અને મોડેલ મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કર્યા હતા. ઉર્મિલાએ ગુપચુપ રીતે લગ્ન કર્યા હર્તા. દિલચસપદ વાત એ છે કે,મોહસીન ઉર્મિલા કરતા ઉંમરમાં 10 વર્ષ નાનો છે.આજકાલ ઉર્મિલા તેના શાદીશુદા જિંદગી પર વધારે ધ્યાન દઈ રહી છે.

જણાવી દઈએકે, ઉર્મિલા અને મોહસીનનું મુલાકાત કોમન ફ્રેન્ડ મનીષ મલ્હોત્રા દ્વારા થઇ હતી. ઉર્મિલાના પતિની વાત કરવામાં આવે તો મોહસીન અખ્તર મીર કાશ્મીરના બિઝનેશમેન અને મોડેલ છે. અને તેને કપડાનો વેપાર છે. મોહસીને જોયા અખ્તરની ફિલ્મ ‘લક બાય ચાન્સ’ ના પણ અભિનય કર્યો છે.

જેમાં તે ફરહાન અખ્તર સાથે જોવા મળ્યો હતો.મોહસીને સૌરભ સેન ગુપ્તાની ફિલ્મ ‘ઇટ્સ મેન્સ વર્લ્ડ’માં એ લીડ રોલ પ્લે કરી ચુલ્યો હતો.સાથે જ મુંબઈ મસ્ત કલંદરમાં પણ લીડ રોલમાં હતો.

Image Source

4. નીના ગુપ્તા:

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘બધાઈ હો’ દ્વારા ચર્ચામાં આવેલી અભિનેત્રી નીના ગુપ્તાનું જીવન હંમેશાથી ચર્ચામાં રહ્યું છે. નીનાએ લાંબા સમય સુધી વેસ્ટઇંડીઝના ક્રિકેટર વિવિયન રિચર્ડને ડેટ કરી હતી, બંન્નેની એક દીકરી પણ છે. જો કે તેની સાથે અલગ થઇ ગયા પછી નીનાએ વર્ષ 2008 માં વિવેક મેહરા સાથે લગ્ન કર્યા હતા, તે સમયે નીનાની ઉંમર 54 વર્ષ હતી.

Image Source

5. સુહાસિની મુલે:

સુહાસિની મુલે લાંબા સમય સુધી રિલેશનમાં રહી હતી પણ વર્ષ 1990 માં તે અલગ થઇ ગઈ હતી. જેના પછી તે ઘણા સમય સુધી સિંગલ જ રહી હતી. જો કે સુહાસિનીએ વર્ષ 2011 માં 16 જાન્યુઆરીના રોજ અતુલ ગુડ્ડૂ સાથે લગ્ન કર્યા હતા તે સમયે અતુલ અને સુહાસિની બંન્નેની ઉંમર 60 વર્ષ કરતા પણ વધારે હતી.