ફિલ્મી જગત માટે અફેર, લગ્ન અને છૂટાછેડાની બાબતો શરૂઆતના સમયથી જ ચાલતી આવી છે. કઈ અભિનેત્રી અને ક્યાં અભિનેતાનું નામ અફેરને લીધે ચર્ચામાં આવી જાય એ કઈ કહી ના શકાય. એવામાં લગ્ન પછી પણ અફેર અને પછી છુટાછેડા લીધા વગર જ બીજા લગ્ન કરવા બોલીવુડની દુનિયામાં કોઈ મોટી વાત નથી. એવામાં આજે અમે તમને બોલીવુંડના એવા કલાકારો વિશે જણાવીશું જેઓએ પત્ની સાથે છૂટાછેડા વગર જ બીજા લગ્ન કરી લીધા હતા.
1. રાજ બબ્બર:

રાજ બબ્બર એક અભિનેતા હોવાની સાથે સાથે સક્રિય રાજનેતા પણ છે. રાજ પહેલાથી જ વિવાહિત હતા અને તેની પહેલી પત્નીનું નામ નાદીરા હતું. વિવાહિત હોવા છતાં પણ રાજ પોતાને રોકી ન શક્યા અને અભિનેત્રી સ્મિતા પાટીલને પ્રેમ કરી બેઠા. એવામાં નાદીરાએ પણ નક્કી કર્યું કે તે રાજને છૂટાછેડા નહિ આપે,

રાજ બબ્બરે નાદીરાની કોઈ પરવાહ કર્યા વગર જ છૂટાછેડા લીધા વગર જ સ્મિતા સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી દીકરા પ્રતીક બબ્બરને જન્મ આપ્યા પછી સ્મિતાનું નિધન થઇ ગયું હતું.
2. સંજય ખાન:

હિન્દી સિનેમાના સૌથી હેન્ડસમ અભિનેતાઓમાં એક સંજય ખાને પહેલા જરીન કટરક સાથે લગ્ન કર્યા હતા જેના 10 વર્ષ પછી તેનું દિલ ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી જિનત અમાન પર આવવા લાગ્યું અને પહેલી પત્નીથી છૂટાછેડા લીધા વગર જ સંજય ખાને જીનત સાથે લગ્ન કર્યા પણ બે વર્ષની અંદર જ આ લગ્ન પણ તૂટી ગયા.

3. ધર્મેન્દ્ર:
અભિનેતા ધર્મેન્દ્રની પહેલી પત્નીનું નામ પ્રકાશ કૌર હતું. પહેલી પત્નીથી ધર્મેન્દ્રના બે બાળકો સની દેઓલ અને બોબી દેઓલ છે. વિવાહિત હોવા છતાં ધર્મેન્દ્રનું દિલ ડ્રિમ ગર્લ હેમા માલિની પર આવી ગયું

અને તેના અફેરને લીધે ધર્મેન્દ્રની પહેલી પત્ની ખુબ જ દુઃખી થયા હતા. ધર્મેન્દ્રએ પ્રકાશ કૌર સાથે છૂટાછેડા લીધા વગર જ હેમા માલિની સાથે લગ્ન કર્યા હતા. આ સિવાય હેમા માલિની સાથે લગ્ન કરવા ધર્મેન્દ્રએ પોતાનો ધર્મ પણ બદલાવ્યો હતો.

4. મહેશ ભટ્ટ:
બોલીવુડના ફેમસ નિર્માતા અને આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટએ કિરણ સાથે લગ્ન કર્યા હતા અને તેની દીકરી પૂજા ભટ્ટ છે જે 90 ના દશકની સુપરહિટ અભિનેત્રી રહી ચુકી છે. જો કે મહેશ ભટ્ટનું નામ અભિનેત્રી પરવીન બાબી સાથે પણ જોડાયું હતું પણ આ રિલેશન લાંબુ ચાલ્યું ન હતું. જેના પછી મહેશુ ભટ્ટએ કિરણ સાથે છૂટાછેડા લીધા વગર જ સોની રાજદાન સાથે લગ્ન કર્યા હતા,

જેની બે દીકરીઓ છે જેમાંની એક આલિયા ભટ્ટ આજે ફેમસ અભિનેત્રી બની ગઈ છે. જણાવી દઈએ કે સોની રાજદાન સાથે લગ્ન કરવા માટે મહેશ ભટ્ટએ મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો.

5. સલીમ ખાન:
અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાને પહેલા સલમાં ખાન સાથે લગ્ન કર્યા હતા અને તેઓના ત્રણ દીકરાઓ સલમાન, અરબાઝ અને સોહેલે ખાન છે.

તે સમયમાં સલીમ ખાનનું દિલ અભિનેત્રી અને ફેમસ ડાન્સર હેલન પર આવી ગયું અને પહેલી પત્ની સલમાની મંજુરી લીધા પછી સલીમ ખાને હેલન સાથે લગ્ન કર્યા હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks