આજના સમયમાં 6 પેક અભિનેતાઓ સૌની પહેલી પસંદ બને છે. ઘણા યુવાનો પણ તેમના જેવી બોડી બનાવવા માંગતા હોય છે, ફિલ્મના ફાઇટ સીન આપણે જોઈએ ત્યારે સૌથી પહેલા આપણી નજર અભિનેતાની બોડી ઉપર જ પડતી હોય છે. પરંતુ આ ટ્રેન્ડ વર્ષો પહેલા શરૂ થયો હતો, જ્યારે ફિલ્મોમાં અભિનેતાઓ પોતાની બોડી બનાવતા હતા, આજે તો આધુનિક સાધન સામગ્રી અને કેટલીક દવાઓના કારણે અભિનેતાઓની બોડી દેખાઈ આવે છે પરંતુ એક સમયે ઓછા સાધન સામગ્રી વચ્ચે પણ કેટલાક અભિનેતાઓની બોડીની ચર્ચાઓ થતી હતી. આજે અમે તમને જણાવીએ કે બોડી બનાવવની સૌથી પહેલી શરૂઆત કયા પાંચ અભિનેતાઓએ કરી હતી.

1. સંજય દત્ત
અભિનેતા સાંજ દત્ત તેની બોડી માટે જાણીતો છે. ઘણી ફિલ્મોમાં તેના મસલ્સ પાવરને આપણે જોયો છે, ઘણા કિસ્સાઓમાં તે ચર્ચામાં પણ રહ્યો છે, પરંતુ ફિલ્મોમાં આવવાની સાથે જ તેને પોતાની બોડી ઉપર વર્કઆઉટ કરવાનું શરૂ કરી દીધું હતું.

2. સન્ની દેઓલ:
અભિનેતા સન્ની દેઓલ ફિલ્મોમાં એક્શન સીન માટે જાણીતો છે. તે ઘણી ફિલ્મોમાં પોતાની બોડી દ્વારા ચાહકોનું દિલ જીતે છે. તેનો એક ડાયલોગ આજે પણ લોકોના મોઢા ઉપર જોવા મળે છે. “ઢાઈ કિલો કા હાથ હે”. સન્ની દેઓલનું કહેવું છે કે તે ક્યારેય જીમમાં નથી ગયો પરંતુ પ્રાકૃતિક રીતે જ તેને બોડી બનાવી છે.

3. સલમાન ખાન:
અભિનેતા સલમાન ખાન 50 ઉપર નીકળ્યો હોવા છતાં પણ તેની બોડીની ચર્ચાઓ આજે પણ થતી જોવા મળે છે. તે મોટાભાગની ફિલ્મોમાં પોતાનું શર્ટ કાઢી અને પોતાની બોડી બતાવતો જ હોય છે. સોશિયલ મીડિયામાં આજે પણ તેની કસરતના વિડીયો વાયરલ થાય છે. તેને પણ ફિલ્મોમાં આવવાની સાથે જ પોતાની બોડી બનાવવાનું કામ શરૂ કર્યું હતું.

4. દારા સિંહ:
બોલીવુડમાં જો કોપી અભિનેતાએ બોડી બનાવવાનું સૌથી પહેલા કામ શરૂ કર્યું હોય તો તે છે દારા સિંહ, જે આજે તો આપણે વચ્ચે નથી છતાં પણ આજે તેમના ઉપર આપણને ગર્વ થાય છે. તેમેં રામાનંદ સાગરની ધારાવાહિક “રામાયણ”માં હનુમાનજીનું પાત્ર નિભાવ્યું હતું અને તેના ધ્વરા તે ઘર ઘરમાં પ્રખ્યાત બન્યા હતા. આ સાથે આ પાત્ર ધ્વરા દર્શકોએ તેમની બોડી પણ જોઈ હતી.

5. સુનિલ શેટ્ટી:
અભિનેતા સુનિલ શેટ્ટી આજે પણ પોતાના મસલ્સ પાવર બતાવે છે. બોલીવુડની ઘણી ફિલ્મોમાં આપણે તેને જોયો છે અને તેને પણ પોતાની બોડી ફિલ્મોમાં એક્શન સીન દ્વારા બતાવી છે. સુનિલ શેટ્ટીએ સલમાન ખાનની 2 વર્ષ પહેલાથી જ બોડી બનાવવાનું શરૂ કરી દીધું હતું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.