ખબર

જલ્દી વાંચો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસો નોંધાયા?

સમગ્ર વિશ્વને ધ્રુજાવી દેનાર કોવિડ 19 એ હવે ભારતમાં હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં આપણા ગુજરાતમાં કોરોનાના નવા 495 કેસ નોંધાયા અને 31 દર્દીના મૃત્યુ થયા છે. તો બીજી બાજુ 392 દર્દી સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે. આમ અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 22,562 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1416 થયો છે. આ સાથે જ હાલ સુધીમાં કુલ 15,501 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં ૩૨૭, સુરત ૭૭, વડોદરા ૩૭, મહેસાણા ૭, ગાંધીનગર ૫, રાજકોટ ૫, ભરૂચ ૫, કચ્છ ૪, બોટાદ ૪, સુરેન્દ્રનગર ૪, નવસારી ૪, પંચમહાલ ૩, સાબરકાંઠા ૨, પાટણ ૨, જામનગર ૨, ભાવનગર ૨, અમરેલી ૨, બનાસકાંઠા -અરવલ્લી એક એક, નર્મદા ૧ કેસ નોંધાયો હતો.

અત્યાર સુધીમાં કોવિડ 19 ના કુલ 5645 એક્ટિવ કેસો છે. સાથે જ 68 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 5577 દર્દીઓની હાલત સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 22 દર્દી, સુરતમાં 3 દર્દી, ગાંધીનગરમાં 2 દર્દી, અરવલ્લી-પાટણ-ભરૂચ-અન્ય રાજ્યમાં 1-1 દર્દીનું મોત નિપજ્યું છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.