ખબર

ગુજરાતનો આંકડો ભયજનક: છેલ્લા 24 કલાકમાં બાપ રે બાપ 492 નવા કેસો આવ્યા- જાણો સમગ્ર વિગત

કોવિડે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે અને ભારતમાં છેલ્લી 1 જૂનથી ભારે ભરખમ છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે આજે ગુજરાતમાં પોઝિટિવ કેસોનો સંખ્યા 492 કેસ નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વધુઆજના ન્યુ કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 291, સુરતમાં 81, વડોદરામાં 39, ગાંધીનગરમાં 21, મહેસાણામાં 9, બનાસકાંઠામાં 6, આણંદ, અરવલ્લી, ખેડા, સાબરકાંઠા, દાહોદ અને નર્મદામાં 4-4, પંચમહાલમાં 3, ભાવનગર, રાજકોટમાં 2-2, બોટાદ, જામનગર, ભરૂચ, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરમાં એક એક કેસ જ્યારે અન્ય રાજ્યના 8 કેસ નોંધાયા છે.

પોઝિટિવ કેસ નોંધાતાં ચકચાર મચી જવા પામી છે. ગુજરાતમાં કોવિડ 19 નો કુલ આંકડો 18609 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 33 લોકોનાં મોત નિપજ્યા છે. આમ જોઈએ તો ટોટલ મોતનો આંક 1155 થયો છે. અને છેલ્લા 24 કલાકમાં 455 દર્દીઓ સાજા થયા છે. જેને કારણે રાજ્યમાં ડિસ્ચાર્જનો કુલ આંક 12667 થયો છે. દર્દીનો રિકવરી રેટ 68.09% થઈ ગયો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.