કરોડપતિ બિઝનેસમેનના ખોળામાં બેસી 49 વર્ષની અમિષા પટેલએ આપ્યો પોઝ, અફેરની ચર્ચા જાણો કોણ છે?

પોતાના થી 19 વર્ષ નાના બિઝનેસમેનને ડેટ કરી રહી અભિનેત્રી? ખોળામાં બેસી શેર કર્યો ફોટો, હવે થઇ રહી છે ખુબ ટ્રોલ

અમીષા પટેલ જેણે 24 વર્ષ પહેલા રિતિક રોશન સાથે બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અમીષા પટેલ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. આ સિવાય તે પોતે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ સાથે તેના સુંદર અને આકર્ષક ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

તાજેતરમાં, તેણે એક વ્યક્તિ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે જેની સાથે તેની ડેટિંગની અફવાઓ બહાર આવી રહી છે.અમીષા પટેલે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટામાં તેની સાથે દેખાતા વ્યક્તિનું નામ નિર્વાણ બિરલા છે, જે એક મોટા બિઝનેસમેન છે. નિર્વાણ બિરલા અમીષા કરતાં ઓછામાં ઓછા 19 વર્ષ નાના છે. અમીષા પટેલ અત્યારે 49 વર્ષની છે અને નિર્વાણ બિરલા 30 વર્ષનો છે. આ ફોટામાં અમીષા પટેલ નિર્વાણ બિરલાના ખોળામાં બેસીને પોઝ આપતી જોવા મળી રહી છે.

બંનેના ચહેરા પર સ્મિત જોઈ શકાય છે. આ ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, ‘દુબઈ – મારા પ્રિયતમ સાથે એક સુંદર સાંજ’.નિર્વાણ બિરલા યશોવર્ધન બિરલાના પુત્ર છે. તેઓ બિરલા ઓપન માઈન્ડ્સ એજ્યુકેશન પ્રાઈવેટ લિમિટેડ અને બિરલા બ્રેઈનિયાક્સ પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર છે. મેનેજમેન્ટનો અભ્યાસ પૂરો કર્યા પછી, નિર્વાણે તેના પારિવારિક વ્યવસાયમાં પ્રવેશ કર્યો અને તેને આગળ વધારવાનો પ્રયાસ કર્યો. આ સિવાય નિર્વાણ સંગીતનો શોખીન છે અને ગાય પણ છે.

તેને હાર્મોનિયમ વગાડવાનું પણ પસંદ છે. અહેવાલો અનુસાર, તેમની કુલ સંપત્તિ કરોડોમાં છે, જ્યારે તેમના પિતા યશોવર્ધન બિરલાની સંપત્તિ 37,983 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.તે જ સમયે, અમીષા પટેલ તેના કરતા 19 વર્ષ નાના નિર્વાણ બિરલા સાથેની આવી તસવીરો પોસ્ટ કર્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહી છે.

યુઝર્સ કમેન્ટ કરીને અભિનેત્રીને પૂછી રહ્યા છે કે શું તે નિર્વાણ બિરલાને ડેટ કરી રહી છે? એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘આજકાલ લોકો ઉંમરના તફાવત વિશે વિચારતા નથી’. ગણા યુઝર્સએ સવાલ ઉઠાવ્યો કે અમીષા પટેલ તેના કરતા 19 વર્ષ નાના છોકરાને કેવી રીતે ડેટ કરી શકે અને તેને પૈસાની માયાજાળ ગણાવી. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ છોકરાનો ચહેરો ભુવન બામ જેવો દેખાય છે’.

Devarsh