જુગાર રમવાની તકરારમાં ગાંધીનગર નજીક કરવામાં આવી આધેડની હત્યા, ગોળી માર્યા પછી પણ સંતોષ ન થયો તો ઝીંક્યા છરીના ઘા

ગાંધીનગરમાં હનુમાન મંદિર પાસેના ખેતરમાં જુગાર રમતા દિલીપસિંહ હત્યા, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી હત્યાના કિસ્સાઓ ઘણીવાર સામે આવે છે. જેમાં ઘણીવાર હત્યાનું કારણ અંગત અદાવત, પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ હોય છે. ત્યારે ઘણીવાર કોઇને દારૂ પીવાની કે જુગાર રમવાની કુટેવ હોય છે અને તેને લીધે પણ હત્યા કરી દેવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં ગાંધીનગરમાંથી હત્યાનો એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 49 વર્ષના આધેડ પર ફાયરિંગ કરીને અને તીક્ષ્ણ હથિયારના 8-10 ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી. 49 વર્ષિય દીલિપસિંહ વાઘેલા પર ગાંધીનગરના કોલવડા ગામથી સોનીપુર તરફ જતાં હનુમાન મંદિર પાસેના ખેતરમાં મિત્રો સાથે જુગાર રમી રહેલાની હત્યા કરવામાં આવી. તેમના પર ફાયરિંગ કરી, તીક્ષ્ણ હથિયારના 8-10 ઘા ઝીંકી હત્યા કરવામાં આવી.

આ ઘટનાને પગલે પેથાપુર પોલીસ સહિત લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી. જણાવી દઇએ કે, ચારેક માસ પહેલા એક બોર કૂવા ઉપર દારૂની મહેફિલ દરમિયાન યુવતી બાબતે માથાકૂટ થતાં એક પોલીસ જમાદાર, દસાડાનાં રાજકીય અગ્રણી તેમજ અન્ય એક વ્યક્તિને લાકડીઓ વડે ઢોર માર મારવાના પ્રકરણમાં મરનાર દિલીપસિંહ વાઘેલાનું નામ બહાર આવ્યું હતું. ત્યારે તેઓ ખેતરમાં જુગાર રમી રહ્યા હતા આ દરમિયાન જ કોઈ બાબતે માથાકૂટ થતાં દિલીપસિંહ પર પોઈન્ટ 2.2ની રિવોલ્વર વડે ફાયરિંગ કરવામાં આવ્યુ અને

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

તે બાદ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને તેમની કરપીણ હત્યા કરવામાં આવી. હત્યાની જાણ થતા જ તાત્કાલિક પોલિસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગામમાં હત્યા થઇ હોવાની વાત વાયુવેગે પ્રસરતા ગ્રામજનો પણ ચોંકી ઉઠયા હતા. ઉલ્લેખનીય છે કે, મૃતક દિલીપસિંહ ઘોડા અને ભેંસોનો તબેલો ચલાવતો અને તે ગઇકાલના રોજ કેટલાક મિત્રો સાથે જુગાર રમવા માટે બેઠો આ દરમિયાન કોઈ બાબતે માથાકૂટ થતા જુગાર રમતાં ઈસમો પૈકી એકે ફાયરિંગ કર્યું. આ ઘટનામાં તેમને પેટના ભાગે ગોળી વાગી અને તેમ તેમ આરોપીનું પેટ ન ભરાતા તેણે તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકીને દિલીપસિંહનું ઢીમ ઢાળી દીધુ.

પ્રતિકાત્મક તસવીર

ગ્રામજનો અનુસાર, મૃતકની પત્નીનું વીસેક વર્ષ પહેલા બીમારીના કારણે નિધન થયું હતું અને તેમને ત્રણ સંતાનો પણ છે. તેમણે પત્નીના મોત બીજા લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને એક દિકરો પણ છે. જો કે ચારેક મહિના અગાઉ દારૂની મહેફિલ દરમિયાન ગાંધીનગરના એક જમાદાર, દસાડા નાં રાજકીય અગ્રણી તેમજ એક અન્ય વ્યક્તિને યુવતીની માથાકૂટમાં માર મારવામાં આવ્યો હતો. એ વખતે દિલીપસિંહનું નામ ઉછળ્યુ હતું. જેનાં કારણે લાંબા સમયથી અદાવત ચાલી રહી હતી. હાલ તો આ મામલો અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

Shah Jina