ખબર

યુએને કરી ધમાકેદાર આગાહી: કોરોના લીધે અધધધધ લોકો ગરીબ થઇ જશે અને બાળકોનો વિકાસ રૂંધાશે- જાણો વિગત

કોરોના વાયરસનું સંકટ હાલ આખી દુનિયામાં ચાલી રહ્યું છે ત્યારે તેને નાથવા માટે લોકડાઉન લગાવવામાં આવ્યું, લોકડાઉન હોવા છતાં પણ કોરોનાને રોકી શકવામાં સફળ બની શકાયું નહીં, આ દરમિયાન વેપાર ધંધા પણ બંધ થઇ ગયા, ત્યારે મોટાભગના લોકો ગરીબીનો શિકાર બનવા લાગ્યા.

Image Source

આ બાબતે યુએનના વડા એન્ટોનિયો ગુટેરસે જણાવ્યું છે કે કોવિડ-19 મહામારીના કારણે ચાલુ વર્ષે જ 4.9 કરોડ લોકો અત્યંત ગરીબીની ખાઈમાં ધકેલાઈ જશે, ખાદ્ય અને પોષણથી અસુરક્ષિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. વિશ્વની જીડીપીના દરમાં પણ મોટો ઘટાડો થશે.

Image Source

યુએન દ્વારા જણાવવામાં આવ્યું કે બાળકોનો વિકાસ પણ આ દરમિયાન રૂંધાઇ જશે. ખાદ્ય સુરક્ષા નીતિ જાહેર કરતા તેમને જણાવ્યું હતું કે દુનિયાની 7.8 અબજ વસ્તીને ભોજન માટે પૂરતાથી પણ વધુ આહાર ઉપલબ્ધ છે. પરંતુ વર્તમાનમાં 82 કરોડથી વધારે લોકો ભુખમરાનો શિકાર થયેલા છે. અને 5 વર્ષથી ઓછી ઉંમરના 14.4 કરોડ બાળકોનો વિકાસ પણ થતો નથી.

Image Source

વધુમાં યુએન દ્વારા જણાવવામાં આવ્યું કે આપણી કાઢ્ય વ્યવસ્થા પડી ભાંગી છે અને કોરોના વાયરસની મહામારીએ સ્થિતિને વધારે બાગાડી નાખીઓ છે. વૈશ્વિક જીડીપીના દર એક ટકાના ઘટાડાથી 7 લાખથી વધુ બાળકોના વિકાસને વરોધશે.

Image Source

યુએનના વડા એન્ટોનિયો ગુટેરસે વિશ્વના દેશોને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના તાત્કાલિક પગલાં ભરવા વિષે જણાવ્યું  હતું, તેમજ તેમને ચેતવણી આપતા કહ્યું છે કે “જો તત્કાલ પગલાં નહિ ભરવામાં આવે તો સ્પષ્ટ છે એ ભીષણ ખાદ્યાન્ન કટોકટી પેદા થવાનું જોખમ પણ વળી રહ્યું છે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.