હાલમાં જ જૂનાગઢમાંથી આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. 23 ડિસેમ્બરે પતિ-પત્ની વચ્ચે થયેલો ઝઘડો અંતિમ પગલા સુધી પહોંચી ગયો. પતિ-પત્ની વચ્ચેની સામાન્ય તકરારે બે બાળકોને નોંધારા બનાવી દીધા. પતિની આત્મહત્યાના 48 કલાકમાં એટલે કે 25 ડિસેમ્બરે પત્નીએ પણ આત્મહત્યા કરી લીધી.
પ્રાપ્ત જાણકારી અનુસાર, મધુરમ શીતલનગર વિસ્તારમાં રહેતા 42 વર્ષિય સતીષ પરમારે 23 તારીખે ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ હતુ, જેના 48 કલાક પછી તેમની 39 વર્ષિય પત્ની ગીતાબેને પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. પરિવારના સભ્યો અનુસાર, પતિ-પત્ની વચ્ચે કોઈ સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. જેમાં પહેલા સતીષભાઈએ અને પછી તેમના વિરહમાં પત્નીએ પણ જીવનલીલા સંકેલી.
ત્યારે હવે તેમના બે સંતાન 16 વર્ષિય દીકરી અને 11 વર્ષિય દીકરો નોંધારા બન્યા છે. ગીતાબેને ત્યારે આપઘાત કર્યો જ્યારે તેમના પતિની ઉત્તરક્રિયા રાખવામાં આવી હતી. સંજોગોવશાત એ જ દિવસે બંનેની સગાઈની તારીખ પણ હતી.