ખબર

કોરોનાએ ધ્રુજાવી દીધું અમદાવાદ, 24 કલાકમાં ગુજરાતમાં 477 નવા કેસ સાથે 31નાં મોત પણ અમદાવાદ તો ટોપ પર જ

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવિડએ હવે ભારતમાં પણ ધમાકો કર્યો છે. ભારતમાં કુલ કોવિડની સંખ્યા 2,62,646 થઇ ગઈ છે અને ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં પોઝિટિવનાં વધુ 477 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 321 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જ્યારે એક જ દિવસમાં 31 દર્દીઓનાં મોત થયા છે. અમદાવાદ શહેરમાં માં એક જ દિવસમાં 346 પોઝિટિવ કેસો મળ્યા છે. આમ રાજ્યમાં કુલ પોઝિટિવનો આંક 20574 થયો છે. જ્યારે મોતનો કુલ આંક 1280 અને ડિસ્ચાર્જનો કુલ આંક 13964 થયો છે. ઉલ્લેખનીય છે કે, હવે થોડા દિવસથી ગુજરાતનાં રિકવરી રેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અગાઉ એક દિવસમાં 1000 અને 800 કેસોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. જે આંક હવે 300ની આસપાસ આવી ગયો છે.

ગુજરાતમાં ન્યુ નોંધાયેલા કેસની વિશે જાણીએ તો અમદાવાદમાં 346, સુરતમાં 48, વડોદરામાં 35, જૂનાગઢમાં 6, સાબરકાંઠા અને જામનગરમાં 5-5, ગાંધીનગર, અરવલ્લી અને પંચમહાલમાં 4-4 કેસ, ભાવનગરમાં 3, નવસારી, અરવલ્લી અને ભરૂચમાં 2-2 , મહેસાણા, કચ્છ, ખેડા અને સોમનાથ ગીરમાં એક એક કેસ અને અન્ય રાજ્યમાં 2 કેસ નોંધાયા છે. રાજ્યમાં 31 મોત નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 24, સુરત અને ગાંધીનગરમાં 2-2, પંચમહાલ અને રાજકોટ ખાતે 1-1 મોત નોંધાયું છે.

હાલમાં કોવિડના દર્દી કુલ આંક 5330 છે. જેમાંથી 59 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 5271 દર્દીઓની હાલત સ્થિર છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.