2 લગ્ન તૂટ્યા, 21 વર્ષ નાના છોકરાને ઇશ્ક કરી બેઠી 46 વર્ષના મહિલા, લોકોએ ભૂંડી રીતે ટ્રોલ કરતા આવું કહ્યું
ઘણીવાર તમે સાંભળ્યુ હશે કે પ્રેમ આંધળો હોય છે. પણ કેટલો આંધળો હોય છે તેની સમજ તો પ્રેમી કે પ્રેમિકાને જ હોય છે. પ્રેમ સાથે જોડાયેલ ઘણા કિસ્સા જબરદસ્ત હોય છે, જેા વિશે જાણી આપણને એકવાર હસવું તો આવી જાય. તો ક્યાંક કેટલાક કિસ્સા એવા સામે આવે છે, જે વાંચી આપણે હેરાન રહી જઇએ. હાલના દિવસોમાં એક કિસ્સો એવો સામે આવ્યો છે, જેમાં 46 વર્ષની એક મહિલાને તેનાથી 21 વર્ષ નાના છોકરા સાથે પ્રેમ થઇ ગયો.
હેરાનીની વાત તો એ છે કે આ મહિલાના બેવાર છૂટાછેડા થઇ ચૂક્યા છે. 46 વર્ષની આ મહિલા બે વાર છૂટાછેડા બાદ 25 વર્ષના છોકરાને ડેટ કરી રહી છે. આ મહિલાનું નામ સારા પ્રિન્સેસ છે, જ્યારે યુવકનું નામ ટ્રેંટન છે. અમેરિકાના મિશીગનની રહેવાસી સારા બ્યુટીશિયન છે. તેના બે લગ્ન તૂટ્યા બાદ તે નવા જીવનસાથીની શોધમાં હતી. ત્યારે ઓનલાઇન તેની મુલાકાત 25 વર્ષના ટ્રેંટન સાથે થઇ. ટ્રેંટન કારપેન્ટરનું કામ કરે છે.
લગભગ નવેક મહિના સુધી તેમની સોશિયલ મીડિયા પર વાત થઇ, પછી મુલાકાત થઇ અને આ મુલાકાત પ્રેમમાં ક્યારેય બદલાઇ ગઇ તેની ખબર પણ ના પડી. હવે સારા અને ટ્રેંટન કહે છે અમે ક્યારેય અલગ ન થવવાળી જોડી છીએ. જો કે, સારાને ઉમ્મીદ નહોતી કે તેનો નવો પ્રેમી 21 વર્ષ નાનો હશે. ધ મિરર અનુસાર, તેમની પહેલી મુલાકાત વિશે વાત કરતા સારા કહે છે કે, ટ્રેંટનને ગળે લગાવ્યા પછી મેં સેફ ફીલ કર્યુ. તેની હાજરી દિલને સુકૂન આપનારી હતી, કંઇક તો અલગ હતુ.
એક એવો જાદુઇ અહેસાસ કે જે મેં પહેલા ક્યારેય મહેસૂસ નહોતો કર્યો. આ એવું હતુ કે જેમ અમે બંને એકબીજાના સાથે રહેવા માટે જ બન્યા છીે. આવી રીતે કેટલાક જ દિવસો પછી બંનેએ સાથે રહેવાનો નિર્ણય કરી લીધો. કપલે ઉંમરને એક નંબર તરીકે લીધી અને હસી ખુશી જીવન વીતાવવા લાગ્યા. જો કે, જ્યારે તેઓ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરે છે તો કેટલાક યુઝર્સ તેમને ટ્રોલ કરે છે. પણ ટ્રોલથી બેપરવાહ કપલ તેમની લાઇફમાં વ્યસ્ત છે.
સારાએ કહ્યુ કે, કોઇ કેટલું પણ ટ્રોલ કરી લે અમને ફરક નથી પડતો. લોકોના વિચાર બદલવા જોઇએ. સારાએ તેની સેખ્સ લાઇફને લઇને પણ ખુલીને વાત કરી. તેણે કહ્યુ કે, બધુ સારુ ચાલી રહ્યુ છે. તે જલ્દી જ લગ્ન કરવાની યોજના બનાવી રહી છે.
View this post on Instagram
સારાના પાછળના બે રિલેશનથી બે બાળકો છે. એકની ઉંમર 19 વર્ષ અને બીજાની 10 વર્ષ છે. સારા કહે છે કે ઉંમર માત્ર એક સંખ્યા છે, અમે તેનો સબૂત છીએ. અમે એકબીજાને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો બીજા કોઇ કપલ.
View this post on Instagram