મહારાણીના મૃત્યુ પછી કોહિનૂર ભારતને મળશે? જાણો તાજમાં લગાવેલા ભારતના હીરાનો હવે હકદાર કોણ

બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની વયે અવસાન થયું હતું. તબિયત બગડવાના કારણે તેમને અગાઉ રાખવામાં આવ્યા હતા. પરંતુ બપોરે તેમનું મોત થયું હતું. જોકે, રાજવી પરિવારના સભ્યો બાદ મોડી સાંજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. અહીં, રાણીના પુત્રો અને પૌત્રો બાલમોરલ કેસલ પહોંચ્યા, જ્યાં તેમની દેખભાળ કરવામાં આવી રહી હતી.

તેમના 70 વર્ષના શાસનના અંત પછી, પ્રિન્સ ચાર્લ્સ સિંહાસન સંભાળશે અને તેની સાથે અન્ય મહત્વપૂર્ણ પરિવર્તન આવશે જે કોહિનૂર હીરા સાથે સંબંધિત છે. આ વર્ષની શરૂઆતમાં, રાણીએ જાહેરાત કરી હતી કે જ્યારે પ્રિન્સ ચાર્લ્સ સિંહાસન પર બેસે ત્યારે તેમની પત્ની કેમિલા, ડચેસ ઓફ કોર્નવોલ, ક્વીન કોન્સોર્ટ બનશે. જ્યારે તે બનશે ત્યારે કેમિલાને રાજ માતાનો પ્રખ્યાત કોહિનૂર તાજ મળશે.

કોહિનૂર એ 105.6 કેરેટનો હીરો છે, જેને સેંકડો વર્ષ પહેલાં કાઢવામાં આવ્યો હતો. આ હીરા ભારતમાં 14મી સદીમાં મળી આવ્યો હતો અને સમય જતાં અલગ-અલગ હાથમાં ગયો હતો. 1849માં પંજાબ પર અંગ્રેજોના કબજા બાદ, હીરાને રાણી વિક્ટોરિયાને સોંપવામાં આવ્યો. ત્યારથી તે બ્રિટિશ ક્રાઉન જ્વેલ્સનો ભાગ છે. પરંતુ તે ભારત સહિત ઓછામાં ઓછા ચાર દેશો વચ્ચે ઐતિહાસિક માલિકી વિવાદનો વિષય છે.

કોહિનૂર હીરો હાલમાં કિંગ જ્યોર્જ VI ના 1937ના રાજ્યાભિષેક માટે રાણી એલિઝાબેથ માટે બનાવેલા પ્લેટિનમ તાજમાં સેટ છે. તે ટાવર ઓફ લંડનમાં પ્રદર્શનમાં છે. મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ ફરી એકવાર કોહિનૂર ભારતને પરત કરવાની માંગ ઉઠી છે. તમને જણાવી દઈએ કે વિશ્વના ઘણા દુર્લભ અને કિંમતી હીરા અને રત્નો રાણીના તાજમાં જડેલા છે, જેમાં આફ્રિકાનો કોહિનૂર અને ગ્રેટ સ્ટાર ઓફ આફ્રિકાનો કિંમતી હીરો પણ સામેલ છે. તેની કિંમત $400 મિલિયન આંકવામાં આવી છે.

Niraj Patel