45 વર્ષની કરોડપતિ મહિલાએ ગેરકાયદેસર 14 વર્ષના કિશોર સાથે સુખ માણ્યું, જેલ ભેગી થઇ અને બહાર પણ આવી ગઈ

આજના સમયમાં યુવાઓ સાથે અસોલ્ટના કેસ સતત વધતા જઈ રહ્યા છે. રોજ બરોજ એવા સમાચારો જાણવા મળે છે કે લોકોનો ફાયદો ઉઠાવીને તેમને ફોસલાવીને તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. આવી જ એક ઘટના ઓસ્ટ્રેલિયામાં બની છે. જ્યાં કરોડપતિ 45 વર્ષની મહિલાએ 14 વર્ષના છોકરા સાથે બળજબરીથી સંબંધ બાંધ્યા હતા.

સંબંધ બનાવ્યા બાદ મહિલાએ છોકરાને ધમકી પણ આપી હતી કે તે આ વાત કોઈને પણ ન જણાવે, જો કે ઘટના બાદ છોકરાએ બધી જ જાણ પોતાની માંને કરી હતી, જેના બાદ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. ઘટના ગત જૂન મહિનામાં બની હતી, જ્યા સવાના ડેજલી નામની મહિલા જે જાણીતા હોર્સ બ્રીડર રૉસ ડેજલીની દીકરી છે.

સવાના પર આરોપ છે કે તેણે ગેરકાનુની રીતે કિશોર સાથે સંબંધ બનાવ્યા છે અને કિશોરને ચૂપ રહેવાની ધમકી પણ આપી છે. એવામાં સવાનાની ચાઈલ્ડ એબ્યુઝ યુનિટે ધરપકડ કરી છે, જેના બાદ તેને જેલ ભેગું થવું પડ્યું હતું.જયારે કોર્ટમાં સુનવણીના સમયે સવાનાએ કહ્યું કે તેને કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે માટે તેને જામીન આપવામાં આવે. તેણે એવું પણ કહ્યું કે તેની માં કેન્સરની બિમારથી પીડિત છે, અને તેને સવાનાની જરૂર છે.

સવાનાએ કહ્યું કે જેલમાં રહેવાથી તેના બિઝનેસને નુકસાન થશે અને તેની માંને પણ તેની જરુર છે અને માત્ર તે જ પોતાના નવા ઉત્પાદો અને રીબ્રાન્ડિંગનું પર કામ કરી શકે તેમ છે માટે આ જામીન મંજુર કરવામાં આવે. એવામાં દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સવાનાની જામીન મંજુર કરી દીધી છે. આ સિવાય સવાનાએ એવું પણ કહ્યું કે ઘટના સમયે તે નશામાં ધૂત હતી માટે તેને વાતની કોઈ જ ખબર નથી, અને બધું નશામાં જ બન્યું હતું.

જુલાઈ મહિનામાં વકીલે કોર્ટમાં દાવો કરતા કહ્યું કે તેને જામીન આપવામાં આવે, અને તેની હાલત પણ માનસિક રીતે બગડતી જઈ રહી છે, વકીલે આ દરમિયાન 79 લાખ રૂપિયા જમાનત ના સ્વરૂપે આપવાની પેશકશ કરી હતી. પોલીસે પણ આ મામલામાં કહ્યું કે એ વાતના કોઈ પર્યાપ્ત સબૂત નથી કે સવાનાએ છોકરા સાથે આવું કૃત્ય કર્યું હતું કે નહીં! એવામાં તેની જામીન મંજુર થતા જ સવાનાએ કોર્ટનો આભાર માન્યો હતો.

Krishna Patel