11 કરોડમાં વેચાઈ રહ્યું છે આ 45 વર્ષ જૂનું કમ્પ્યુટર, જાણો એવી તો શું ખાસિયત છે તેની અંદર

આજકાલ આપણે જોઈએ તો જૂની અને એન્ટિક વસ્તુઓની ખુબ જ માંગ વધી રહી છે. અને આવી એન્ટિક વસ્તુઓ લાખો કરોડોની કિંમતમાં પણ વેચાય છે અને લોકો ખરીદે પણ છે. કારણ કે આ વસ્તુઓનું પણ એક આગવું મહત્વ હોય છે.

હાલમાં જ સોશિયલ મીડિયામાં એક ખબર વાયરલ થઇ રહી છે જેમાં એક 45 વર્ષ જૂનું કમ્પ્યુટર 11 કરોડ રૂપિયામાં વેચાઈ રહ્યું છે, ત્યારે આપણા મનમાં પણ એક પ્રશ્ન સ્વભાવિક રીતે થાય કે એવું તો શું ખાસ હશે એ કમ્પ્યુટરની અંદર તેની કિંમત લોકો કરોડોમાં આપી રહ્યા છે.

પરંતુ તમને જણાવી દઈએ કે જેનો ફોન લેવા માટે લોકો કિડની પણ વેચવાની વાત કરે છે એવી એપ્પલ કંપનીનું આ કમ્પ્યુટર છે. જેને એપ્પલના દિવગત કો ફાઉન્ડર સ્ટીવ જોબ્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

હાલમાં દિવસોમાં ઈ-બે નામની કોમર્શિયલ સાઈટ ઉપર એપ્પલ-1 કમ્પ્યુટર વેચાઈ રહ્યું છે. તેની કિંમત 1,500,000.00 ડોલર (11 કરોડ રૂપિયાની આસપાસ) રાખવામાં આવી છે. આ કમ્પ્યુટરને સ્ટીવ જોબ્સે પોતાના કો ફાઉન્ડર સ્ટીવ વોઝનીએફ સાથે મળીને 1976માં બનાવ્યું હતું.

ઈ-બે ઉપર આ પ્રોડક્ટની જાણકારી અપાઈ દેવામાં વી છે. આ હજુ પણ ચાલુ હાલતમાં જ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે “આ એક રેર મોકો છે કારણ કે હવે માત્ર 6 થી પણ ઓછા ઓરીજીનલ બાઈટ શોપ KOA વુડ કેસેજ બચ્યા છે.

જેમાંથી મોટાભાગના મ્યુઝિયમ કલેક્શનમાં સામેલ છે. એ કેસેજમાંથી આ સૌથી સારી કન્ડિશનમાં છે. આ સ્પેશિયલ સ્ટોરેજમાં સારી ઢીલ અને ભેજથી સુરક્ષિત રાખવામાં આવ્યું છે.” ઓનરે એ પણ જણાવ્યું કે તેના બીજા મલિક છે. વર્ષ 1978ની શરૂઆતમાં મેં આને ઓરીજીનલ ઓનરથી નવા એપ્પલ-II કમ્પ્યુટર આપીને બદલામાં આ ડિવાઇસ તેમની પાસેથી લીધું હતું.

વર્ષ 1976માં કંપનીએ આ કમ્પ્યુટર બનાવ્યું હતું. આ કંપની તરફથી ગ્રાહકોને વેચવામાં આવેલી પહેલી પ્રોડક્ટ હતી. લોંચ કરવા સમયે તેની કિંમત 666.66 ડોલર (લગભગ 48,600  રૂપિયા) રાખવામાં આવી હતી.

Niraj Patel